________________
મહા પ૮ મી અનેમંત અને સ્યાદ્વાદ મને બરાબર સમજી લઈએ. એના અર્થનો સ્પષ્ટ ખ્યાલ આપણને આવી જાય એ ખૂબ જ મહત્ત્વનું અને આવશ્યક છે.
‘સ્વાત’ શબ્દનો, શબ્દકોષ મુજબનો સંક્ષિપ્ત અર્થ “કથંચિત્ એવો થાય છે, આ શબ્દનો વિસ્તૃત અર્થ, “કોઈ એક પ્રકારે’ - In some respect - એવો થાય છે. આમાં જે પ્રકાર” શબ્દ છે તે કોઈ એક અવસ્થા, સ્થિતિ કે સંયોગ દર્શાવે છે.
આ “ચા” શબ્દનો અર્થ સમજવામાં ઘણા લોકો ગોથા ખાઈ જાય છે. કોઈ એનો અર્થ “સંશય કરે છે, તો વળી કોઈ એનો અર્થ “સંભવિતતા” એવો કરે છે. કોઈ વળી એનો “કદાચિત” એવો અર્થ કરે છે.
આ બધા અર્થો ખોટા છે. જૈન દર્શનનો વિરોધ કરનારાઓ આવા અવળા અર્થો કાઢીને એ મહાન્ તત્ત્વજ્ઞાનની યથાર્થતા વિષે સંભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ કોઈ ઓછી સમજણને કારણે યા તેમાં ઊંડા ઉતરવાની અશક્તિ કે: અનિચ્છાને કારણે આવા ખોટા અર્થ કરીને બેસી જાય છે. જૈન તત્ત્વવેત્તાઓએ જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે, તે સમજવા માટે તેમાં ઊંડા ઉતરવાની દરકારી ન રાખનારાઓ પણ એ શબ્દથી ગુંચવણ અનુભવે છે. સમજવા માગતા નથી એવા લોકો પોતે કરેલા અર્થને વળગી રહે છે. પરિણામે નુકશાન તો તેમને જ થાય છે; કેમકે, આત્મવિકાસના એક અનોખા અને જેને “એક માત્ર કહી શકાય તેવા સબળ અને સુંદર સાધનથી તેઓ પોતે જ વંચિત રહી જાય છે.
જેઓ સમજવા લાગે છે તેમને તો સ્યાદ્વાદ બરાબર સમજાય જ છે. ઘણા જૈનેત્તર વિદ્વાનોએ જ્યારે તટસ્થ ભાવે જૈન તત્ત્વજ્ઞાનનું અવલોકન કર્યું છે, ત્યારે તેમણે એની મહત્તા સ્વીકારી જ છે. ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન સ્વ. પ્રોફેસર આનંદશંકર ધ્રુવ સાહેબે પોતાના એક વખતના વ્યાખ્યાનમાં આાવાદ સિદ્ધાંત વિષેનો તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેઓશ્રીએ કહ્યું હતું કે :
સ્યાદ્વાદ, એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી સામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતો નથી. એ નિશ્ચય છે કે વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્વાવાદ ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલા સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું માનતો નથી. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિંતુ તે એક દષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઇએ, એ અમને શિખવે છે.”
સ્વર્ગસ્થ શ્રી ધ્રુવ સાહેબની જેમ બીજા પણ ઘણા વિદ્વાનોએ, જેમાં પશ્ચિમના વિદ્વાનો પણ આવી જાય છે તેમણે આવો જ સારો અભિપ્રાય સ્યાદ્વાદ માટે વ્યક્ત