________________
૬૦
અનેકાંત અને સ્યાદ્વાદશકિ
કરનારા બીજા બોલરો પણ હતા, આમ છતાં ભારત સરકારે તેમની જે કદર કરી તેનો વિચાર કરશું તો જણાશે કે, ફક્ત સારી બોલીગ કરી છે તે કારણે જ તેમને ચંદ્રક અપાયો નથી; એ સ્થળે તેમની બોલીંગને કારણે ભારતીય ટીમને જે વિજય . પ્રાપ્ત થયો, તે વિજયને અનુલક્ષીને તેમને ‘પદ્મશ્રી'નો ઇલ્કાબ અપાયો છે. આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે, તેમને મળેલું માન પેલા વિજયની અપેક્ષાએ - ‘સ્યાત્ હતું અને તેમણે કરેલી અદ્ભુત બોલીંગ કાનપુરના મેદાનની તથા તે સ્થળે તે વખતે રમાયેલી ટેસ્ટ મેચની અપેક્ષાએ ‘સ્યા+સુંદર’ હતી.
આ દૃષ્ટાંત પરથી સ્પષ્ટ થશે કે શ્રી જશુ પટેલની કાનપુરમાંની બોલીંગ તથા તેમને મળેલા માન અંગે આપણે જો કોઇ નિશ્ચિત કથન કરવું હોય તો ‘સ્યાત્ શબ્દનો પ્રયોગ કરવો જ પડશે. એ શબ્દનો પ્રયોગ કર્યા વિના', શ્રી જશુ પટેલને સુંદર બોલીંગ કરવા બદલ ભારત સરકારે ‘પદ્મશ્રી’નો ઇલ્કાબ આપ્યો’ એવું સીધું: સાદું વાક્ય જો વાપરવામાં આવે તો એ વાત અધુરી ગણાય અને વિવાદાસ્પદ બની જાય.
‘સ્યાત્’ શબ્દની મહત્તા તથા આવશ્યક્તા ઉપરના દષ્ટાંતથી બરાબર સમજાશે. ચાલો ત્યારે, એ શબ્દને અને એના અર્થને આપણે બરાબર સમજી લઇએ.
સૌથી પ્રથમ આપણે પેલી એક હકીકત ફરીથી યાદ કરીએ. ‘પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એવા અનેકગુણધર્મોથી યુક્ત છે.' આમ જો ન હોય તો ‘સ્યાત્ શબ્દની જરૂર ન પડત, એ એમજ છે, એટલે ‘સ્યાત્’ શબ્દ આવશ્યક અને અનિવાર્ય બની જાય છે. એ હકીકતને બરાબર સમજવા કે સમજવામાં ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ ન કરવામાં આવે તો એના વિનાનું કોઇ પણ કથન અસત્ય બની જાય.
આને વિશેષ સમજવા માટે સપ્તભંગીનું એક પદ આપણે લઇએ. . સ્થાવત્ત્વવ યાત્+અસ્તિ+એવ= ‘કંથંચિત છે જ.’ આ પદમાં આપણે ‘પેન્સીલ’ શબ્દ ઉમેરીએ. એટલે એ પદનો અર્થ એવો થશે કે ‘કચિત્ પેન્સીલ છે જ.'
આ વાત કરતી વખતે એક સ્પષ્ટ સમજણ લઇને આપણે ચાલીએ. આ બધું લખતી વખતે મારા ઘરમાં એક ખૂણામાં મૂકાયેલા ટેબલ ઉપર પડેલા કાગળ ઉપર ફરતી, મારા હાથના પંજાની આંગળીઓ વચ્ચે પકડાયેલી, આ પેન્સીલ છે. વળી આ પેન્સીલ સારી જાતના લાકડાની બનાવેલી છે અને હું લખું છું ત્યારે બપોરના ત્રણ વાગ્યા છે.
આ પેન્સીલમાં લાકડું તે દ્રવ્ય, મારા હથનાં આંગળાં તે ક્ષેત્ર, બપોરના ત્રણ વાગ્યાનો ટાઇમ તે કાળ અને સારી જાત તે ભાવ થયો, આ સમજી રાખજો :