________________
I અપેક્ષા ત્યારે વ્યાવહારિક અર્થમાં લાકડું આપણા મનમાં આવશે. આ લાકડું આંબાનું, જંગલી, સાગ કે સીસમ એ બાબત તુરત જ આપણા ખ્યાલમાં આવશે.
સોનાના કોઇ અલંકારની વાત કરીશું, ત્યારે એનો ઘાટ-આકાર-ગમે તેવો હોવા છતાં, દ્રવ્યની અપેક્ષાની વાત જયારે આવશે, ત્યારે “સુવર્ણ” ના મૂળ સ્વરૂપની જ આપણે વાત કરતા હોઈશું. આવી જ ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાની વાત આપણે જ્યારે કરીશું ત્યારે જે વસ્તુ વિષેની ચર્ચા થતી હશે તે વસ્તુના પોતાના ક્ષેત્ર (સ્થળ), કાળ (સમય) અને (ભાવ) (ગુણધર્મ) સાથેના તે વસ્તુના સંબંધની સ્પષ્ટ સમજણ જ એમાંથી તરી આવશે. એની વિરૂદ્ધમાં પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની વાત પણ આવશે જ.
અગાઉ આપણે “ઉત્પત્તિ, સ્થિતિ અને લય” નો ઉલ્લેખ કરી ગયા છીએ. એની સામે જૈન તત્ત્વજ્ઞાનીઓએ ‘ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એવા જે ત્રણ શબ્દો બતાવ્યા છે, તેનો ઉલ્લેખ પણ આપણે કર્યો છે.
આ ત્રિપદી (ત્રણ શબ્દો) ના ઉપર જણાવેલા બે ભિન્ન ભિન્ન શબ્દપ્રયોગોમાં આ “અપેક્ષા' શબ્દનું સવિશેષ મહત્ત્વ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય' એ ત્રણ શબ્દોમાં કોઈ જાતનો પૂર્વા પર સંબંધ નથી- કોઈ જાતની અપેક્ષાભાવ નથી; એટલે એ ‘એકાંતસૂચક શબ્દો છે. એ મોટી ગેરસમજણ છે. “ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યમાં, સાપેક્ષતાનું-અપેક્ષાભાવનું સ્પષ્ટ સૂચન હોઈ, એ શબ્દપ્રયોગ અનેકાંતવાદના સિદ્ધાંત પર નિર્ભર છે અને સાચો છે. વસ્તુ માત્ર પરિણમનશીલ હોઇ તેના પ્રત્યેક , પરિણમનમાં વરાળમાં જેમ પાણી રહેલું છે તેમ, તેના મૂળ દ્રવ્યનો ધ્રુવ અંશ તો હોય જ છે. એટલે, વરાળના દ્રવ્યની અપેક્ષાની વાત આવશે ત્યારે તેમાં પાણી' આવશે જ. એ રીતે પાણીના દ્રવ્યની વાત આવશે ત્યારે તેમાં વાયુને લગતી વાત પણ આવશે જ. | ‘ઉત્પત્તિશબ્દનો જે અર્થ કરવામાં આવે છે, તે જોતાં, એની પહેલાં કશું હતું જ નહિ, એવી વાત તેમાંથી નિષ્પન્ન થાય છે. હવે, “પહેલાં કશું હતું જ નહિ એ વાત તો ખોટી છે. તે ત્રિપદીમાં ‘લય’ શબ્દને જે અર્થમાં વાપરવામાં આવ્યો છે, તેનો જ વિચાર કરીએ, તો એ ત્રણે શબ્દોના પ્રયોગો યોગ્ય નથી, એ આપણે સમજી શકીશું.
પ્રલયકાળે પૃથ્વીનો નાશ થાય છે, લય થાય એવી એક માન્યતા છે. આ લય અથવા નાશ જો ખરેખર હોય અને સંપૂર્ણ હોય તો પછી, ફરીથી ઉત્પત્તિ શક્ય જ બનતી નથી. આમ છતાં, એવા અનેક પ્રલયકાળોની-લય અને નાની-વાતો આપણે સાંભળીએ અથવા વાંચીએ છીએ. શુદ્ધ તર્કની દષ્ટિએ આ વાત ખોટી ઠરે છે.