SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈ દાખલા દલીલો સાથે વાત કરો.' એમની વાતને પ્રોત્સાહન આપ્યું. જુઓ ત્યારે, જૈન લોકો કહે છે કે પૃથ્વી નારંગી જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ છે. વધારામાં એમ કહે છે કે પૃથ્વી ફરતી નથી, પણ સ્થિર છે. હવે, પૃથ્વી નારંગી જેવી ગોળ છે અને ફરે છે એ વાત તો વિજ્ઞાને આજે સાબીત કરીને બતાવી છે. આ બાબતમાં તમારે શું કહેવું છે?” એમને જવાબ આપવા માટે મોટું ખોલવાને બદલે, ખીસ્સામાંથી ચાંદીનો એક ડોલર મેં બહાર કાઢ્યો, એ સીલ્વર ડોલર એમના હાથમાં મૂકીને મેં પૂછ્યું : આ શાના જેવો ગોળ છે? આને થાળીના આકારનો ચપટો ગોળ કહી શકાય.” એમણે જવાબ આપ્યો. * એ સિક્કાને પછી મેં એમના હાથમાંથી લઈ લીધો. ટેબલ ઉપર, ડાબા હાથની પહેલી આંગળીથી દબાવીને એ સિક્કાને મેં ઉભો રાખ્યો. પછી, જમણા હાથની પહેલી આંગળીના ટેરવાના પાછળના નખવાળા ભાગથી એક ધક્કો જોરથી મારીને તરત જ ડાબા હાથની આંગળી મેં ઉંચકી લીધી. - એડોલર, ટેબલ ઉપર ચક્કર ફરવા લાગ્યો. સારી એવી ગતિથી, ભમરડાની માફક એ સિક્કો ફરી રહ્યો હતો. એ બતાવીને, મેં એમને પૂછ્યું : - “કહો જોઇએ, હવે આ ડોલર, શાના જેવો ગોળ લાગે છે? નારંગી જેવો ગોળ દેખાય છે? . • “આ તો આભાસ છે.” એમણે જવાબ આપ્યો. ' '. “તો પછી, પૃથ્વી થાળી જેવી ગોળ છે, કે નારંગી જેવી ગોળ છે એ નક્કી કરવામાં આધુનિક વિજ્ઞાનને પણ “આભાસ નથી થયો એની ખાત્રી શું? પૂછ્યું. એ મિત્ર વિચારમાં પડી ગયા. થોડીવાર એમને વિચારમાં જ રહેવા દઈને ફરીથી મેં બીજો પ્રશ્ન પૂછ્યો : તમે રેલ્વે ટ્રેઈનમાં મુસાફરી ઘણી કરી છે. ગાડી જ્યારે ગતિ કરી રહી હોય છે, ત્યારે ડબ્બાની બહાર નજર કરીએ, તો, જમીન, ઝાડ વિગેરે બધું જ દોડતું દેખાય છે; એ તો તમે જોયું જ હશે. ખરી રીતે, એ બધું સ્થિર, જ્યાંનું ત્યાં જ હોય છે, છતાં દોડતું, ગતિશીલ દેખાય છે. આ વાત બરાબર છે?' હા, એવું દેખાય છે ખરું.” એવી જ રીતે, કોઈ નાના સ્ટેશન ઉપર બે ગાડીઓ સમાંતરે ઉભી હોય, તેમાંથી પાછળની ગાડી જ્યારે ચાલવા માંડે છે, ત્યારે એકાએક, આપણે બેઠા હોઈએ એ ગાડી ચાલવા માંડી એવું આપણને લાગે છે. બીજી તરફ જયારે નજર કરીએ, ત્યારે, આપણી સામેનું બધું જેમનું તેમ ઉભું ને સ્થિર હોય તે આપણને દેખાય છે.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy