________________
નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ મામા ના ૮૭ નદીઓ જેમ સમુદ્રને મળે છે, તેમ, આ બધા નયો, સ્યાદ્વાદ રૂપી મહાસાગરમાં ભળી જાય છે. આ નય મારફતે સ્યાદ્વાદનું પૂર્ણ દર્શન આપણે કરી શકીએ છીએ. જૈન આગમોને એટલા માટે જ “સ્યાદ્વાદશ્રુતમય’ માનવામાં આવ્યા છે.
આ જે સાત નય છે, તે સાતે નય, પ્રત્યેક વસ્તુ માટે, પોતપોતાના અભિપ્રાયો ધરાવે છે. એ સાતે નયના અભિપ્રાયો પરસ્પરથી ભિન્ન હોવા છતાં, આ બધા જ નયો એકઠા મળીને સ્યાદ્વાદશ્રત રૂપી આગમની સેવા કરે છે. આ વાત બરાબર સમજવા માટે કોઈ રાજ્યના આવક અને ખર્ચ એવા બે ખાતાઓને આપણે લક્ષમાં લઇએ.
આવક-ખાતું માત્ર આવક કરે છે. ખર્ચ ખાતું માત્ર ખર્ચ જ કરે છે. આ બન્ને ખાતા પરસ્પરવિરોધી ગુણધર્મવાળા હોવા છતાં, બન્ને સાથે મળીને તે રાજ્યની સેવા જ કરે છે.
કોઈ એક બેંકમાં જાઓ. નાણા સ્વીકારનાર કોષાધ્યક્ષ (Receiving cashier) અને નાણા ચૂકવનાર કોષાધ્યક્ષ (Paying cashier) બન્ને જણ તદ્દન વિરૂદ્ધ પ્રકારના કામો કરતા હોવા છતાં એ બન્ને ગૃહસ્થો બેંકની જ સેવા કરતા હોય છે. - એવા જ અર્થમાં, આ સાતે નયો પરસ્પર વિરોધી અભિપ્રાય ધરાવનાર હોવા છતાં, સાથે મળીને સાદ્વાદ તત્ત્વવિજ્ઞાનની સેવા જ કરતા હોય છે. ભિન્ન ભિન્ન સ્વભાવના અને પરસ્પર વિરોધ કરતા એક રાજ્યના સેવકો, તે રાજ્યની સેવા કરતા હોય છે. એવી જ રીતે, આ સાતે નયો પણ સમગ્રપણે સ્યાદ્વાદના સેવકો જ છે.
સ્યાદ્વાદ અને નય વચ્ચેનો સંબંધ, સિંધુ અને બિંદુ જેવો આપણે બતાવ્યો. બિંદુ સમુદ્ર નથી, તેમ સમુદ્રથી જુદું પણ નથી. સમુદ્રનો એ એક અંશ છે. એજ રીતે, નય એ સ્યાદ્વાદથી ભિન્ન નથી, સ્યાદ્વાદરૂપ પણ નથી; સાદ્વાદનું એ એક
અંગ છે.
હવે, આ જે નય છે. તે, વસ્તુના અમુક સ્વરૂપ યા ગુણધર્મોનું જ્ઞાન આપનાર છે, એમ આપણે ઉપર કહ્યું. તો પછી જ્ઞાન મેળવવાની પદ્ધતિનો પણ આપણે વિચાર કરી લઈએ.
આ માટે, જૈનતત્ત્વજ્ઞાનીઓએ ટાંકેલું એક વાક્ય આપણે અહીં ટાંકીએ:પ્રમાઇનરીધામ: આ વાક્યનો અર્થ એ થાય છે કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન બે રીતે થાય છે, એક “પ્રમાણ' થી અને બીજું “નય થી. આ વાક્યમાં પ્રમાણ અને નયને અલગ બતાવવામાં આવ્યા છે; પરંતુ, ‘નયનો વિષય એ ‘પ્રમાણ’ નો વિષય છે.