________________
આ સપ્તભંગી મા ૧૩૩ આ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી – આભારની લાગણી વ્યક્ત કરવા માટે હું અશક્ત છું.” - હવે આવી જાતના વાક્યોનો ઉપયોગ કરનાર માણસો પાસે પોતાની લાગણીઓ વિષે સમજણ તો હોય જ છે. તેઓ બેસમજ હોતા નથી એ વાત સૌ કોઇ સમજી શકશે. પરંતુ તેમની વાતને વ્યક્ત કરવા માટે ચોક્કસ શબ્દો મળી શકતા નથી, એટલે જ, તેઓ આવા પ્રકારના વાક્યો ઉચ્ચારતા હોય છે.
પહેલા ત્રણ ભંગમાં ઘડા અંગેનું ક્રમશઃ કથન આવ્યું. એકમાં ઘડાનું અસ્તિત્વ આપણે સ્વીકાર્યું. બીજામાં એનો. “અભાવ - ન હોવાપણું આપણે કબુલ રાખ્યું. ત્રીજામાં “અસ્તિત્વ અને અભાવ’ અંગેનું એક નિશ્ચિત કથન આપણે મંજુર રાખ્યું.
ત્રણ ભંગમાં વસ્તુના બંને ધર્મોનું ક્રમશઃ કથન છે, પરંતુ જો કોઇ એમ કહે કે એ બંનેનું યુગપત્ કથન કરો, તો કહેવું પડે કે, “એમ તો તે અવક્તવ્ય છે.” કોઇ એવો પ્રશ્ન કરે કે છે અને નથી એમ નહિ, પણ એક જ સ્પષ્ટ વાત આ ચોથા ભંગ દ્વારા કરો. તો આપણે એને કહીશું કે એકી સાથે છે અને નથી એવું બતાવતો કોઈ
એક' શબ્દ ભાષામાં નથી એટલે આ વાત “અવકતવ્ય” છે, વર્ણન કરી શકાય તેવી નથી.
કોઈ બીમાર માણસની ખબર કાઢવા આપણે જઇએ છીએ ત્યારે સામાન્ય રીતે, “ઠીક છે, - સારું છે, એવો જવાબ તે આપે છે, પરંતુ આ ઠીક અને આ સારું 'આ બંને શબ્દો સાપેક્ષ છે. “ગઈ કાલ કરતાં સારું, પણ બિમારી આવ્યા પહેલાંની તંદુરસ્તીની અપેક્ષાએ ખરાબ” એવા બંને ભાવ તેમાં રહેલા હોય છે, એને જયારે આપણે કહીએ કે, “ભાઇ, તબીયતનું સ્પષ્ટ, જેવું હોય તેવું વર્ણન કરો; તો એ શો જવાબ આપે?” કંઈ કહી શકાય તેમ નથી; કેમકે “આવું કે તેવું કંઈ કહી શકવાની સ્થિતિમાં હું નથી' એ વાક્યમાં પણ એક સ્પષ્ટ અર્થ રહ્યો જ નથી. . યુદ્ધના મેદાનમાં, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં અને ન્યાયની અદાલતોમાં આવી પરિસ્થિતિ ઘણીવાર જોવા અને અનુભવવા મળે છે, ત્યાં ચાલતી પ્રવૃત્તિઓના પરિણામ વિષે પ્રશ્ન કરતાં, Can't say anything - કશું જ કહી શકાય તેમ નથી’ એવા જવાબો આપણને મળે જ છે આ કોઇ અસ્પષ્ટ જવાબ નથી. પરિસ્થિતિઓનું એ સાચું અને સ્પષ્ટ મૂલ્યાંકન હોય છે.
આવી જ રીતે આ ઘડો “અવક્તવ્ય છે એમ કહેવામાં પણ એક ચોક્કસ અને સ્પષ્ટ અર્થ રહેલો છે, છે અને નથી” એ વાક્યમાંથી “અને’ શબ્દને ઉંચો મૂકીને પરિસ્થિતિનું વર્ણન આપણે કરી શકતા નથી.
અહિં પણ પેલો “સાત” શબ્દ છે. તે શબ્દ, આ અભિપ્રાય સિવાયની બીજી