________________
૧૮
,
- અનેકાંત અને સ્વાસ્વાદ આત્માનો વિકાસ ક્રમ.
ગયા પ્રકરણમાં આપણે કર્મ વિષે વિચારણા કરી ગયા. કર્મ અને આત્મા વચ્ચેનો સંબંધ અનાદિ છે, એ વાત પણ આપણે સમજી ગયા. હવે, આત્મા વિષે પણ આપણે થોડોક વિચાર કરીએ.
“આત્મા' એટલે શું? કોણ?
એક મિત્રને મળવા માટે તેમના ઘેર જઈને જોયું તો બારણું બંધ છે. અંદરથી મિત્રનો અને તેમના કુટુંબીજનોના આનંદ વાર્તાલાપનો અવાજ છે. આપણી હાજરીની ખબર આપવા આપણે દ્વાર ખખડાવીએ છીએ.
કોણ છે?” અંદરથી પ્રશ્ન પૂછાય છે. એ તો હું, ચંદુભાઈ -
એ જવાબનો અર્થ થાય છે; “ હું ઠોકનાર “હું છું અને એ “હું” ચંદુભાઈના નામથી ઓળખાય છે. આમાં ‘ચંદુભાઈ તો પેલા “હું” નો નામનિક્ષેપ છે. એ રીતે જાદા જુદા નામથી ઓળખાતા બધાયે સજ્જનોના જે નામ છે તે, તે દરેક “હું ના નામ છે. પ્રત્યેક વ્યક્તિ પોતાને માટે “હું શબ્દ વાપરે છે.
ત્યારે હવે પ્રશ્ન એ થશે કે પ્રત્યેક જણ પોતાને માટે જે શબ્દ વાપરે છે, તે હું કોણ? બોલવાનું કામ જીભ કરે છે. બારણું ઠોકવાનું કામ હાથ કરે છે. શરીરના પ્રત્યેક અવયવો, પ્રત્યેક ઈન્દ્રિયો જે કામ કરે છે તે દરેક વખતે. “હું જોઉં છું બોલું છું, હું સાંભળું છું, હું શ્વાસ લઉં છું, હું દાઝું છું, હું ચાલું છું” એવા વપરાતા દરેક વાક્યોમાં જે “હું આવે છે, તે હું કોણ ?
જીભ? આંખ? કાન? નાક? હાથ? પગ? ત્વચા?'
તમે કહેશો કે “ના, એ તો બધા શરીરના અંગો છે. એ બધાંયે મળીને જે આખું શરીર બનેલું છે તે હું
હવે જો શરીરને આપણે “હું માનીએ, તો પછી મૃત શરીર માંથી હું એવો અવાજ કેમ આવતો નથી?
આનો જવાબ તરત જ તમે આપશો,કે મૃત શરીરમાં જીવ નથી અટેલે કોણ
બોલે?
આ જવાબનો અર્થ એ થયો કે “હું” નામનો જે જીવ હતો તે શરીરમાંથી ચાલ્યો જતાં શરીરમાં હું જેવું કંઈ પણ રહ્યું નહિ. પરંતુ, એ જીવ જ્યાં સુધી શરીરમાં હતો, ત્યાં સુધી સમગ્ર શરીર ઉપરાંત શરીરનાં અંગઉપાંગોને માટે પણ તે. હું” એવો શબ્દ વાપરતો હતો.