________________
માં સ્વાદ્વાદ મમતા ૬૩
આફ્રિકાના મૂળ વતનીની ચામડીનો રંગ કાળો છે, એમ કહેવામાં કોઈ સંભવ કે સંદેહ નથી. આપણે જ્યારે ત્યાંના વતની મનુષ્ય માટે સાત+શ્યામ એવા બે શબ્દોને ભેગા કરીને જવાબ આપીશું ત્યારે પેલો સ્યાત્ શબ્દ શ્યામ રંગ બાબતમાં કોઈ સંદેહ કે અનિશ્ચિતતા ઉભી કરતો નથી. કાળો રંગ એ તો એક નિશ્ચિત વાત તેમાં છે જ પણ તેની સાથે જ “ચા” શબ્દ ક્ષેત્રની અપેક્ષાને અને અન્ય ક્ષેત્રોમાં કાળા રંગ સિવાયના બીજા રંગની ચામડી ધરાવતા લોકોનું અસ્તિત્વ પણ અન્યત્ર છે એ બંને વાતો નિશ્ચિતપણે કહી જાય છે. આ દૃષ્ટાંતથી વિશેષ સ્પષ્ટ થશે કે ચા” શબ્દના પ્રયોગમાં કોઇ સંભવિતતા કે સંદિગ્ધતા નથી પણ નિશ્ચયાત્મકતા છે. - એક બીજું દૃષ્ટાંત લઈએ. એક જ ગૃહસ્થીની વાત કરીએ.
““અવંતિકાપ્રસાદ ભાઇને કીર્તિનો ભારે મોટો મોહ છે. કીર્તિ પ્રાપ્ત કરવાના હેતુથી ઉદાર હાથે ધનનો વ્યય એ ભાઈ કરે છે. પરંતુ, જ્યાં કીર્તિ મળવાની ન હોય ત્યાં, દાખલા તરીકે કોઇ ભિક્ષુકને, એકાદી કાણી કોડી પણ તેઓ આપતા નથી; ઉપરથી ધમકાવે છે. પોતાની અંગત જરૂરિયાતોના ક્ષેત્રમાં એ ભાઈ ખૂબ જ કંજુસ છે. ઘરમાં દિવાસળીની કાંડીઓનો પણ હિસાબ ગણે છે.” - અવંતિકા પ્રસાદ ભાઈના ઉપર દોરેલા શબ્દચિત્રથી એ ફલિત થયું કે તેમનામાં ઉદારતા અને કંજુસાઈ એવા બે પરસ્પર વિરોધી ગુણો વિદ્યમાન છે. એ બંને એમનામાં એકીસાથે જ રહે છે. એમના સ્વભાવનું વર્ણન કરવાનો પ્રસંગ આપણી સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે આપણે તે શી રીતે કરીશું?
'. “અવંતિકાપ્રસાદભાઈ, ઉદાર છે, ઉદાર નથી. કંજુસ છે, કંજુસ નથી.” આ ચાર વિધાન થયા. એ ચારે વાક્યો આપણે એક સાથે બોલીશું? આમ જોવા જાઓ તો એ ચારે વાતો સાચી છે. બીજી બાજુથી એ ચારે વાતો ખોટી પણ છે. એમાંને કોઈ પણ એક વાક્યનો સ્વતંત્ર ઉચ્ચાર કરીશું તો વાત સાચી પણ ગણાશે અને ખોટી પણ ગણાશે. - તો પછી, એમાંની કોઇપણ એક વાતને નિશ્ચિત અને અસંદિગ્ધ પણ રજુ કરવી હોય તો આપણે શું કરીશું? અહીં, પેલો સ્યાત શબ્દ આપણી મદદે આવશે. કથંચિત ઉદાર છે.” એવો જવાબ આપણે આપી દઈશું, તો, “કીર્તિ મેળવી આપનારા ક્ષેત્રમાં એ ભાઈ ચોક્કસ ઉદાર છે.” એવી એક નિશ્ચિત વાત મુખ્ય ભાવે કરવા ઉપરાંત, તે સિવાયના બીજા ક્ષેત્રમાં એ ભાઈ ઉદાર નથી એવી એક બીજી નિશ્ચિત વાત પણ ગૌણ ભાવે આપણે સમજાવી દઈશું. * આ છે સ્યાત્ શબ્દની ખુબી. ખૂબ શાંતિ, ચીવટ અને બારીકાઇથી આ વાતને સમજવા જેવી છે. કોઈ કહેશે કે અવંતિકાપ્રસાદભાઈની ઉદારતા અને કંજુસાઈનો