________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧ महतामपि ।। अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः' ।।१।। इति ।। इदं प्रकरणं तु सम्यग्ज्ञानहेतुत्वाच्छ्रेयोभूतम् । अतो 'मा भूद्विघ्न' इति विघ्नविनायकोपशान्तये । ટીકાર્ચ - તથા=અને, શ્રેયકાય ઘણા વિદ્ધવાળાં હોય છે.
ત્તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ૩વનં ર થી તેમાં સાક્ષી આપતાં કહે છે – મહાપુરુષોને પણ શ્રેયકાર્યો બહુ વિપ્નવાળાં થાય છે, અશ્રેયકાર્યમાં પ્રવર્તતાઓના વિપ્નસમૂહો ક્યાંય ચાલ્યા જાય છે.
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વળી આ પ્રકરણ-આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ, સમ્યજ્ઞાનનો હેતુ હોવાથી શ્રેયોભૂત છે. આથી ‘વિઘ્ન ન થાઓ', એ હેતુથી વિધ્વતા સમૂહની ઉપશાંતિ માટે પ્રસ્તુત શ્લોકમાં મંગલાચરણ કરેલ છે. ભાવાર્થ
શિષ્ટ પુરુષો સર્વત્ર ઇષ્ટ દેવતાના નમસ્કારપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે, માટે ગ્રંથની શરૂઆત કરતાં ગ્રંથકારે મંગલ કરેલ છે. વળી મંગલ કરવાનું બીજું કારણ પણ ગ્રંથકારે બતાવેલ છે કે શ્રેયકાર્યો ઘણા વિપ્નવાળાં હોય છે; અને પ્રસ્તુત ગ્રંથ સમ્યજ્ઞાનનું કારણ હોવાને કારણે શ્રેયરૂપ છે, માટે પ્રસ્તુત ગ્રંથમાં વિનના સમૂહના ઉપશમન માટે મંગલાચરણ કરેલ છે.
સામાન્ય રીતે વિચારતાં એમ લાગે કે વિઘ્ન ઉપસ્થિત હોય તો વિપ્નનાશ માટે પ્રવૃત્તિ કરવી ઉચિત છે; પરંતુ જો વિઘ્ન ઉપસ્થિત થયાં નથી, તો ગ્રંથકારે વિપ્નના નાશ માટે કેમ પ્રવૃત્તિ કરેલ છે ? તે સ્પષ્ટ કરવા માટે બતાવે છે કે “શ્રેયકાર્યો બહુ વિપ્નવાળાં હોય છે.”
વળી પ્રસ્તુત ગ્રંથરચનામાં તે વિનો બાહ્ય અને અંતરંગ બે રીતે સંભવે છે : ગ્રંથરચના કરતાં બાહ્ય વિપરીત સંયોગો આવે તો ગ્રંથરચનાનું કાર્ય નિર્વિને પૂર્ણ થાય નહિ. જેમ કે શારીરિક રોગ આદિ. આ બાહ્ય વિઘ્નો છે.
ગ્રંથરચના કરતી વખતે રચયિતાને તે પ્રકારના પદાર્થોની ઉપસ્થિતિ ન થાય, ગ્રંથરચનાની પ્રતિભા હોવા છતાં કોઈક નિમિત્તને પામીને તે પ્રતિભાની સ્કૂલના થાય, ક્વચિત્ શાસ્ત્રીય પદાર્થોમાં અનાભોગને કારણે યથાર્થ જોડાણ ન થાય, અનાભોગને કારણે વિપર્યય પણ થાય : આ સર્વ આંતરિક વિઘ્નો છે.
ભગવાનને મંગળરૂપે ગ્રહણ કરીને પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરવાથી થયેલા શુભ અધ્યવસાય દ્વારા વિપ્નઆપાદક કર્મોનો નાશ થાય છે, જેથી ગ્રંથની રચના નિર્વિઘ્ન પૂર્ણ થઈ શકે છે. વળી જેમ શુભ અધ્યવસાયો ઉત્પન્ન કરવા માટે મંગલાચરણ આવશ્યક છે, તેમ ‘આ ગ્રંથ મંગલ છે' એવી બુદ્ધિ ઉત્પન્ન કરવા માટે પણ મંગલાચરણ આવશ્યક છે; અને ‘આ ગ્રંથ મંગલ છે' તેવી બુદ્ધિ થાય તો મંગલ કાર્યમાં લેશ