________________
૨૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પ-૬ કરીને સાધક યાવત્ અસંગઅનુષ્ઠાન સુધી પણ આવી શકે; પરંતુ આગળ મોહના ઉચ્છેદ માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ, તે દરેક ભૂમિકાનો પ્રતિસ્વિક બોધ શાસ્ત્ર કરાવી શકતું નથી. છતાં અસંગઅનુષ્ઠાનમાં યત્ન કરવાથી સાધકને શુક્લધ્યાનનો પ્રથમ પાદ આવે છે, ત્યારે સાધક વિશેષ પ્રકારના મોહનો ઉચ્છેદ કરી શકે છે અને વીતરાગતાને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વીતરાગતારૂપ ફળમાં શાસ્ત્રવચન પર્યવસાન પામે છે, તોપણ અસંગથી ઉપરની ભૂમિકામાં કેવો પ્રયત્ન કરવો જોઈએ, તે વિશેષથી શાસ્ત્ર બતાવી શકતું નથી; પરંતુ સાધક સ્વશક્તિથી પ્રતિભજ્ઞાન પ્રગટ કરીને તે દિશાને પ્રાપ્ત કરે છે, ત્યારે સામર્થ્યયોગ આવે છે. માટે કહ્યું કે શાસ્ત્ર વિશેષથી દિશા બતાવી શકતું નથી, તોપણ સામાન્યથી સામર્થ્યયોગની દિશા શાસ્ત્ર બતાવી છે.
વળી આ સામર્થ્યયોગ ઇચ્છાદિ ત્રણ યોગમાં ઉત્તમ છે; કેમ કે શીધ્ર મોહનો નાશ કરી શકે તેવા ઉત્તમ ભાવમાં થનારો છે. જોકે ત્રણે યોગો જીવના ઉત્તમ ભાવમાં થાય છે, તોપણ તે ત્રણે યોગોમાં સર્વથી ઉત્તમ ભાવ સામર્થ્યયોગકાળમાં છે; કેમ કે સામર્થ્યયોગ અક્ષેપથી વીતરાગતારૂપ પ્રધાનફળનું કારણ છે. આશય એ છે કે સામર્થ્યયોગ પ્રગટ્યા પછી વિલંબ વગર વીતરાગતારૂપ પ્રધાન ફળ પ્રગટે છે, જ્યારે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ વીતરાગતા અર્થે કરાય છે, તોપણ તરત વીતરાગતારૂપ ફળ પ્રગટ થતું નથી. માટે ઇચ્છાદિ ત્રણે યોગોમાં ઉત્તમ ભાવ હોવા છતાં ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગમાં તેવો ઉત્તમ ભાવ નથી, જેવો ઉત્તમ ભાવ સામર્થ્યયોગમાં છે. તે ઉત્તમ ભાવને કારણે સામર્થ્યયોગ વિલંબ વગર વીતરાગતાનું કારણ બને છે, માટે સામર્થ્યયોગને ઉત્તમભાવભાવિ કહેલ છે. આપણા અવતરણિકા -
एतत्समर्थनार्यवाह - અવતરણિકાર્ય :
આના સમર્થન માટે જ કહે છે – ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે સામર્થ્યયોગ, વિશેષથી શાસ્ત્રઅતિક્રાંતગોચર છે. એના સમર્થન માટે કહે છે – શ્લોક :
सिद्ध्याख्यपदसम्प्राप्तिहेतुभेदा न तत्त्वतः ।
शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः ।।६।। અન્વયાર્થ:
=અહીં=લોકમાં સિદ્ધચારધ્યપઋતિદેતુમેર=મોક્ષ નામના પદની પ્રાપ્તિમાં કારણવિશેષો તત્ત્વત:પરમાર્થથી શાસ્ત્રાવંત્રશાસ્ત્રથી જ રોમિયોગીઓ વડે સર્વથવકસર્વથા જ ર નવન્તિક જણાતા નથી. III.