________________
૮૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭-૧૮ પ્રાપક છે અને ઉત્તરની ચાર દૃષ્ટિ ફળરૂપે છે, તેથી દૃષ્ટિનો વિભાગ કર્યા વગર સર્વ દૃષ્ટિઓને વેદ્યસંવેદ્યપદની પ્રાપક કહી, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. ઉત્થાન :
પૂર્વમાં “સ–વૃત્તિપદાવહ'નો અર્થ વેદ્યસંવેદ્યપદપ્રાપક ર્યો. તેથી સદ્દષ્ટિનું લક્ષણ પ્રથમની ચાર દૃષ્ટિમાં જતું હતું, પાછળની ચાર દૃષ્ટિમાં જતું ન હતું. તેનો ખુલાસો પૂર્વમાં કર્યો કે આ દૃષ્ટિનું સામાન્ય લક્ષણ હોવાથી દોષ નથી.
હવે ‘સત્યવૃત્તિપદાવહ'નો અર્થ તે રીતે કરે છે કે જેથી આઠ દૃષ્ટિઓમાં લક્ષણની સંગતિ થાય. તે બતાવવા માટે “અથવાથી કહે છે – ટીકા :
अथवा सत्प्रवृत्तिपदं परमार्थतः शैलेशीपदमिति तदावहत्वेन न कश्चिद्दोष इति ।।१७।। ટીકાર્ય :
અથવા ... દોષ રૂત્તિ | અથવા સપ્રવૃત્તિપદ પરમાર્થથી શૈલેશીપદ છે. એથી તેનું આવહપણું હોવાથી શૈલેશીપદનું આઠ દૃષ્ટિઓમાં આવપણું હોવાથી કોઈ દોષ નથી.
તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. IIના ભાવાર્થ :
પૂર્વમાં “સત્યવૃત્તિપદાવહ નો અર્થ વેદસંવેદ્યપદપ્રાપક કર્યો, તેથી દૃષ્ટિનું લક્ષણ પાછળની ચાર દૃષ્ટિમાં ફળથી પ્રાપ્ત હતું, સાક્ષાત્ નહિ. માટે હવે દૃષ્ટિનું લક્ષણ સાક્ષાત્ આઠ દૃષ્ટિઓમાં જાય તે રીતે ‘સપ્રવૃત્તિપદાવહ'નો અર્થ કરે છે. પરમાર્થથી સમ્પ્રવૃત્તિપદ શૈલેશીપદરૂપ છે; કેમ કે શૈલેશીઅવસ્થામાં આત્માના ત્રણે યોગોનો નિરોધ હોવાથી લેશપણ કર્મબંધ નથી થતો અને વિદ્યમાન કર્મોની નિર્જરા થાય છે. તેથી જે પ્રવૃત્તિ લેશ પણ કર્મબંધનું કારણ ન હોય અને નિર્જરાનું કારણ હોય, તે જીવ માટે સ–વૃત્તિ છે, અને તે શૈલેશીઅવસ્થા છે, અન્ય નહિ. તે સતુપ્રવૃત્તિરૂપ શૈલેશીઅવસ્થાને લાવનાર આઠે દૃષ્ટિઓ છે. તેથી સતુપ્રવૃત્તિપદાવહ લક્ષણ આઠ દૃષ્ટિઓમાં સંગત થાય છે. માટે દૃષ્ટિના લક્ષણમાં કોઈ દોષ નથી. II૧૭ના અવતરણિકા :
एषा च परिस्थूरभेदादष्टधा, अन्यथा बहुभेदेत्यभिधातुमाह - અવતરણિકાર્ય :
અને આયોગદષ્ટિ, સ્થૂલ ભેદથી આઠ પ્રકારવાળી છે. અન્યથા સ્થલ દષ્ટિથી ભેદ ન કરીએ તો, બહુ ભેજવાળી છેeઘણા ભેદવાળી છે. એ પ્રમાણે બતાવવા માટે કહે છે –