________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૬-૨૭
ઞયં ચ - અને આ વૈયાવચ્ચ જેમ ભાવાચાર્યાદિમાં ક૨વાની છે, તેમ તે વૈયાવચ્ચ પુરુષાદિની વિચારણાપૂર્વક પણ કરવાની છે; અને તે રીતે તથાવિધકાલાદિભાવથી પણ કરવાની છે; જે શ્લોકમાં કહેલ નથી તોપણ શુદ્ધઆશયવિશેષથી કહ્યું તેનાથી ઉક્તપ્રાય છે અર્થાત્ અર્થથી કહેવાઈ જાય છે. તથાવિધકાલાદિભાવથી વૈયાવચ્ચ કરવી જોઈએ, તે કથનનું તાત્પર્ય એ છે કે આચાર્યાદિની વૈયાવચ્ચ કરનારા ઘણા હોય, અને તે કાળે પોતે શાસ્ત્ર ભણીને સંપન્ન થઈ શકતા હોય તેવા કોઈ સમર્થ સાધુ, શાસ્ત્ર ભણવાના બલવાન યોગને ગૌણ કરીને આચાર્યાદિની વૈયાવચ્ચમાં યત્ન કરે, તો તેવા પ્રકારનો વૈયાવચ્ચને અનુકૂળ તે કાળ નથી, તેથી તે વૈયાવચ્ચ અવિવેકમૂલક બને; પરંતુ આચાર્યાદિની વૈયાવચ્ચ કરનાર કોઈ સમર્થ ન હોય અને પોતાનામાં જ તેવું વિશેષ સામર્થ્ય હોય, અને આચાર્યાદિની વૈયાવચ્ચ કરવાથી ઘણા જીવો ઉપર આચાર્યાદિ ઉપકાર કરી શકે તેવું હોય, તે વખતે પોતાના અન્ય યોગો કરતાં આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી તે બલવાન યોગ બને છે. તેથી તેવા પ્રકારના કાલને આશ્રયીને વૈયાવચ્ચ કરવામાં આવે તો તે યોગબીજ બને. તે રીતે પોતાની વૈયાવચ્ચ કરવાની તેવા પ્રકારની કુશળતાનો વિચાર કરીને વૈયાવચ્ચ કરવામાં આવે તો યોગબીજ બને; પરંતુ પોતાનામાં તથાવિધ શક્તિની વિકલતા હોય, આમ છતાં વૈયાવચ્ચ કરવાનો આગ્રહ રાખે, અને પોતાની તેવી કુનેહના અભાવને કારણે આચાર્યાદિને પોતાની વૈયાવચ્ચથી ઉપઘાત થાય, તો તેવી વૈયાવચ્ચ ઉચિત કહેવાય નહિ. તેથી પોતાની તેવા પ્રકારની શક્તિનો વિચાર કરીને વૈયાવચ્ચ કરવી જોઈએ, તેનું ગ્રહણ તથાવિધકાલાદિમાં આદિ પદથી થાય છે.
વળી તથાવિધ ઉપકાર આદિ ભાવને આશ્રયીને પણ વૈયાવચ્ચ કરવાની છે અર્થાત્ પોતાની વૈયાવચ્ચથી આચાર્યને શું ઉપકાર થશે ? સંઘને શું ઉપકાર થશે ? તે સર્વનો વિચાર કરીને વૈયાવચ્ચ કરવાની છે, અને તેમ ન કરવામાં આવે તો તે વૈયાવચ્ચ શુદ્ધ બને નહિ. I૨૬॥
અવતરણિકા :
बीजान्तरमाह -
૧૨૭
અવતરણિકાર્ય :
શ્લોક-૨૩માં સંશુદ્ધ જિતકુશલચિત્તાદિને યોગબીજરૂપે બતાવ્યાં. શ્ર્લોક-૨૬માં આચાર્યાદિ વિષયક કુશલચિત્તાદિ અને વૈયાવચ્ચને યોગબીજ બતાવ્યાં. હવે અન્ય યોગબીજને કહે છે
શ્લોક ઃ
भवोद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् ।
तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ।। २७ ।।
-
અન્વયાર્થ:
T=અને સદનો મવોનેે :=સહજ એવો ભવનો ઉદ્વેગ, દ્રવ્યામિપ્રહપાલન=દ્રવ્ય અભિગ્રહનું પાલન તથા=અને સિદ્ધાંતમશ્રિત્વ=સિદ્ધાંતને આશ્રયીને વિધિના=વિધિપૂર્વક તેલનવિ=લેખનાદિ યોગબીજ 8.112911