________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૧
૧૫૭ ટીકાર્ય :
‘તારીયા'... નિપજ્યનુતિ | શ્લોક-૨૧માં કહ્યું કે મિત્રાદષ્ટિમાં દર્શન મંદ છે. તેની અપેક્ષાએ પુનઃ=વળી તારાદષ્ટિમાં મનાફ સ્પષ્ટ થોડુંક સ્પષ્ટ, દર્શન છે. દર્શન એ શબ્દ શ્લોક-૨૧માંથી અહીં વર્તે છે મિત્રાય સર્ણન મહું એ પ્રકારના શ્લોકથી અહીં અનુવૃત્તિ છે; અને તેવા પ્રકારનો નિયમ છેઇચ્છાદિરૂપ જ શૌચાદિ છે. અર્થાત્ જેવા પ્રકારનો અહિંસાદિરૂપ થમ ઈચ્છાદિરૂપ ચાર ભેદવાળો છે, તેવા પ્રકારનો ઈચ્છાદિરૂપ જ ચાર ભેદવાળો શૌચાદિરૂપ નિયમ છે. તેમાં હેતુ કહે છે –
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન નિયમો છે. એ પ્રકારનું વચન હોવાથી શૌચાદિરૂપ નિયમ છે, એમ અવય છે.
તે કારણથી તારાદષ્ટિમાં શૌચાદિ નિયમ છે તે કારણથી, અહીં-તારાદષ્ટિમાં, બીજા યોગની પ્રતિપત્તિ પણ છે નિયમરૂપ બીજા યોગનો બોધ તો છે, પરંતુ સ્વીકાર પણ છે. વળી મિત્રામાં આનોકબીજા યોગરૂપ નિયમનો, અભાવ જ છે; કેમ કે તેવા પ્રકારના ક્ષયોપશમનો અભાવ છેતારાદષ્ટિવાળાને જેવા પ્રકારનો ક્ષયોપશમ છે તેવા પ્રકારના ક્ષયોપશમનો મિત્રાદષ્ટિવાળાને અભાવ છે; અને પારલૌકિક એવા હિતારંભમાં અખેદ સહિત અનુઢેગ છે, આથી કરીને જ=પારલૌકિક હિતારંભમાં અખેદ સહિત અનુક્રેગ છે આથી કરીને જ, તેની સિદ્ધિ છે જે લક્ષ્યને સામે રાખીને ક્રિયાની પ્રવૃત્તિ કરી છે તે લક્ષ્યની નિષ્પત્તિ છે; અને અદ્વેષથી જ તત્વના વિષયમાં જિજ્ઞાસા છે.
તે જિજ્ઞાસા કેવી છે તે સ્પષ્ટ કરે છે : તપ્રતિપત્તિ આનુગુખ્ય તત્વની પ્રાપ્તિને અનુરૂપ છે. ‘તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. I૪૧
‘ત્ર દિનીયાત્મિતિત્તિરપિ' એ પ્રકારનો પાઠ છે ત્યાં ‘તત્ર દ્વિતીયા@ તિર્પોત્તરપિ' એ પ્રકારનો પાઠ જોઈએ. શુદ્ધ પાઠ મળેલ નથી.
ભાવાર્થ :
યોગમાર્ગના વિષયમાં મિત્રાદષ્ટિવાળાના બોધ કરતાં તારાદષ્ટિવાળાનો બોધ કંઈક સ્પષ્ટ હોય છે. મિત્રાદૃષ્ટિવાળા જીવોને યોગીના ઉપદેશાદિથી પાંચ યમો મોક્ષ માટે સેવવા જોઈએ, સંસારની ક્રિયાઓ પાપરૂપ છે અને અહિંસા, સત્ય આદિ ક્રિયાઓ આત્મા માટે કર્તવ્ય છે તેટલો બોધ હોય છે. તેથી નિયમના પરમાર્થને જોઈ શકતા નથી; કેમ કે તેવા પ્રકારનો ક્ષયોપશમ નથી; જ્યારે તારાદષ્ટિવાળાને મિત્રાદષ્ટિવાળા કરતાં કંઈક સ્પષ્ટ ક્ષયપશમ હોવાથી આત્મકલ્યાણ માટે જેમ અહિંસાદિ પાંચ યમો ઉપાદેય લાગે છે તેમ શૌચાદિ પાંચ નિયમો પણ ઉપાદેય લાગે છે. તેથી તારાદષ્ટિવાળાને આઠ યોગાંગમાંથી બીજા નિયમ નામના યોગાંગની પણ પ્રાપ્તિ હોય છે.