Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 194
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૫ ૧૬૯ ભાવાર્થ : શ્લોક-૪૩માં કહ્યું કે શુદ્ધયોગવાળા યોગીઓમાં યથાશક્તિ ઉપચાર છે. વળી, બીજી દૃષ્ટિવાળામાં અન્ય શું છે ? તેનો સમુચ્ચય તથા' થી કરે છે. શ્લોક : भयं नातीव भवजं, कृत्यहानिर्न चोचिते । तथाऽनाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया ।।४५।। અન્વયાર્થ :ભવનું ભયંકભવના પરિભ્રમણથી થયેલો ભય ગતીવ ર=અતિ નથી ચ=અને તે ઉચિતમાં દનિ: ન=કૃત્યની હાનિ નથી તથા=અને અનામો તોડપ અનાભોગથી પણ ૩થ્વી=અત્યંત અનુચિક્રિયા ન વાપ-અનુચિત ક્રિયા નથી. II૪પા. શ્લોકાર્ય : ભવના પરિભ્રમણથી થયેલો ભય અતિ નથી, અને ઉચિતમાં કૃત્યની હાનિ નથી, અને અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા નથી. II૪પા ટીકા - 'भयं नातीव भवज' तथाऽशुभाऽप्रवृत्ते:, 'कृत्यहानिर्न चोचिते' सर्वस्मिन्नेव धर्मादरात्, 'तथानाभोगतोऽप्युच्चै'रत्यर्थं, 'न चाप्यनुचितक्रिया' सर्वत्रैव ।।४५।। ટીકાર્ય : ભવં નાતીત ..... સર્વત્રવ | ભવથી પેદા થયેલો ભય અતિ નથી; કેમ કે તે પ્રકારનીeઘણી વિડંબનાનું કારણ બને તે પ્રકારની, અશુભ પ્રવૃત્તિ નથી. સર્વ જ ઉચિતમાં કૃત્યહાનિ નથી; કેમ કે ધર્મનો આદર છે; અને અનાભોગથી પણ સર્વત્ર જ=ધર્મ, અર્થ અને કામમાં અત્યંત અનુચિત ક્રિયા નથી . II૪પા ભાવાર્થ : વિચારકને જણાય કે સંસાર જન્મ, જરા, વ્યાધિ આદિ અનેક ભયોથી વ્યાપ્ત છે, અને મારો આત્મા શાશ્વત છે, અને મારાં વર્તમાનનાં કૃત્યો પ્રમાણે ભાવિનું સર્જન છે; અને પોતાનું જીવન અનુચિત પ્રવૃત્તિઓથી વ્યાપ્ત દેખાતું હોય તો તેને ભવનો અત્યંત ભય ઉત્પન્ન થાય છે. આ બીજી દૃષ્ટિવાળા જીવો તે પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ કરતા નથી અને વિચારક પણ છે. તેઓ જાણે છે કે આ ભવ અનેક ભયોથી વ્યાપ્ત છે, તોપણ મને યોગમાર્ગ ગમે છે અને હું તે પ્રકારની અશુભ પ્રવૃત્તિ કરતો નથી. માટે ક્રમસર યોગમાર્ગની પ્રાપ્તિ કરીને

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218