________________
૧૭૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૫-૪૬ આ ભવથી છૂટીશ. આ પ્રકારની માર્ગાનુસારી વિચારણાના બળથી તેને ભવથી થયેલો અતિ ભય નથી. આમ છતાં કંઈક ભય પણ છે, તે બતાવવા માટે અતિ ભય નથી, તેમ કહેલ છે; ભવનું યથાર્થ સ્વરૂપ દેખાય છે, તેથી કંઈક ભય છે, અને તે ભયને કારણે તે વિચારે છે કે “જો હું યોગમાર્ગમાં પ્રવૃત્તિ નહિ કરું, તો સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થશે અને પોતે અશુભ પ્રવૃત્તિ કરતો નથી, તેથી ભયથી વિહ્વળ બનતો નથી.
બીજી દૃષ્ટિવાળા જીવોને ધર્મનો આદર છે તેથી સર્વ ઉચિત જ્યની હાનિ નથી. આશય એ છે કે સર્વ ઉચિત કૃત્યો એટલે, સંસારમાં રહેલો હોય ત્યારે માતા-પિતા-સ્વજન આદિ પ્રત્યે જે કંઈ ઉચિત કૃત્યો હોય તે તેમ જ કરે, અને ધર્મના ક્ષેત્રમાં પણ પોતાની શક્તિ અનુસાર જે ઉચિત કૃત્યો હોય તે તેમ જ કરે; કેમ કે બીજી દૃષ્ટિવાળા જીવને કંઈક સ્પષ્ટ બોધ હોવાથી ધર્મમાં આદર હોય છે, અને ધર્મ હંમેશાં ઉચિત કૃત્યો પ્રત્યે પ્રવૃત્તિ કરાવે છે. તેથી બીજી દષ્ટિવાળા જીવો માર્ગાનુસારી ગુણોમાં સમ્યગુ યત્ન કરે છે.
વળી આ બીજી દૃષ્ટિવાળા જીવોની અનાભોગથી પણ સર્વત્ર અત્યંત અનુચિત ક્રિયા નથી. સામાન્ય રીતે જીવ કષાયને વશ થઈને અનુચિત ક્રિયા કરે છે, તેમ બીજી દૃષ્ટિવાળા જીવો પણ કષાયને વશ થઈને ક્યારેક અનુચિત ક્રિયા પણ કરે; આમ છતાં અત્યંત અનુચિત ક્રિયા બીજી દષ્ટિવાળા જીવો અનાભોગથી પણ કરતા નથી. આ અનુચિત પ્રવૃત્તિ ધર્મ, અર્થ અને કામના વિષયમાં થઈ શકે છે, પરંતુ બીજી દૃષ્ટિવાળા જીવો કંઈક વિવેકવાળા હોય છે, તેથી સાધુજનની નિંદા આદિ અત્યંત અનુચિત પ્રવૃત્તિ ક્યારેય કરતા નથી, અને અર્થ, કામમાં પણ અત્યંત નિંદનીય એવી પ્રવૃત્તિઓ અનાભોગથી પણ કરતા નથી. I૪પા અવતરણિકા -
પર્વ – અવતરણિકાર્ય :
આ રીતે પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે બીજી દષ્ટિવાળા જીવતે ભવતો અતિ ભય નથી, ઉચિત કૃત્યમાં હાનિ નથી, અનાભોગથી પણ અનુચિત ક્રિયા નથી એ રીતે, બીજુ શું છે? તે બતાવે છે: શ્લોક :
कृत्येऽधिकेऽधिकगते, जिज्ञासा लालसान्विता ।
तुल्ये निजे तु विकले, सन्त्रासो द्वेषवर्जितः ।।४६।। અન્વયાર્થ :
ઘરે ગઇ કૃત્યે અધિક ગુણવાળા આચાર્યાદિમાં વર્તતાં પોતાનાથી અધિક કૃત્યોમાં સાતસાન્વિતી નિસાસા લાલસાયુક્ત જિજ્ઞાસા છે, તુજે વિન્ને નિને તુ-તુલ્ય વિકલ પોતાના જ કૃત્યમાં=અધિક ગુણવાળા આચાર્યાદિમાં વર્તતાં કૃત્યોની તુલ્ય પોતાના જ વંદનાદિ વિકલ કૃત્યમાં પર્વતઃ સંત્રાસ:દ્વેષરહિત સંત્રાસ છે. I૪૬ો.