________________
૧૮૪
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૫૨-૫૩ યોગમાર્ગને કહેનારા તત્ત્વના વિષયમાં તેમને તે યુવાન પુરુષ જેવી તત્ત્વને સાંભળવાની ઇચ્છા પ્રગટે છે. તેથી જેમ તે યુવાનને દિવ્ય ગીત સાંભળવાનો અવસર આવે તો અત્યંત આનંદ થાય છે, તેવો અપૂર્વ આનંદ તત્ત્વશ્રવણના વિષયમાં બલાદષ્ટિવાળા યોગીને થાય છે. વળી આ સાંભળવાની ઇચ્છા, સાંભળવાની સામગ્રી મળે તો સાંભળવાની ક્રિયામાત્રમાં વિશ્રાંત થાય તેવી નથી, પરંતુ તત્ત્વના સમ્યગ્બોધનું કારણ બને તે રીતે સાંભળવામાં યત્ન કરાવે તેવા ગુણવાળી છે, જે સ્વયં જ ગ્રંથકાર આગળ સ્પષ્ટ કરે છે.
અહીં વિશેષ એ છે કે શ્લોક-૪૭-૪૮માં કહેલ કે બીજી દષ્ટિવાળા યોગી વિચારે છે કે ભવનો ઉચ્છેદ કઈ રીતે થાય ? અને તેમ વિચારવાથી તેમને ભવના ઉચ્છેદના ઉપાય ક્ષમાદિભાવો દેખાય છે, પરંતુ તે ક્ષમાદિભાવો કઈ રીતે પ્રગટ કરવા તેનો નિર્ણય કરી શકતા નથી. તેથી વિચારે છે કે શિષ્ટ પુરુષોની આચરણાને પ્રમાણ કરીને સામાન્યથી તે રીતે ક૨વામાં આવે તો જ ક્ષમાદિગુણો પ્રગટે. આથી બીજી દૃષ્ટિવાળાને યોગીઓની ક્ષમાદિગુણને અનુકૂળ પ્રવૃત્તિઓનો ૫૨માર્થ જાણવાની જિજ્ઞાસા હોય છે, અને તે જિજ્ઞાસામાંથી ઉત્પન્ન થયેલી શુશ્રુષા બલાદષ્ટિમાં આવે છે. તેથી બલાદષ્ટિવાળાને સંસારના ઉચ્છેદનું કારણ બને તેવા ક્ષમાદિગુણોને પ્રગટ કરવાના ઉપાયને સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય છે, જે શુશ્રુષા ગુણરૂપ છે; અને સાંભળવાનો સંયોગ મળે તો આવા જીવો યોગી પાસે તેનો ૫૨માર્થ જાણીને અવશ્ય સમ્યગ્બોધ કરે છે; જેમ ૧૫૦૦ તાપસો ગૌતમસ્વામીને પામીને યોગમાર્ગના પરમાર્થને પ્રાપ્ત કરી શક્યા.
આશય એ છે કે ૧૫૦૦ તાપસો મોક્ષના અર્થી હતા અને મોક્ષના ઉપાયને સાંભળવાની તીવ્ર અભિલાષાવાળા હતા. તેથી તેઓમાં શુશ્રુષાગુણ હતો; અને જ્યારે તેમણે ગૌતમસ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા ત્યારે ગૌતમસ્વામીએ તેમના ક્ષયોપશમને અનુરૂપ મોક્ષનો ઉપાય વીતરાગતા છે તેમ બતાવ્યું, અને વીતરાગતા માટે અસંગભાવમાં યત્ન કરવો જોઈએ તેમ બતાવ્યું. અસંગભાવની પ્રાપ્તિ માટે સંયમ ગ્રહણ કરીને સમિતિ-ગુપ્તિમાં કઈ રીતે આચરણા કરવી જોઈએ, તે વાત તેમની ભૂમિકા પ્રમાણે બતાવી; અને સંયમીએ કઈ આચરણાઓ કઈ રીતે ક૨વી જોઈએ, જેથી સમિતિ-ગુપ્તિની પ્રાપ્તિ થાય, તેનો બોધ કરાવીને તેમને દીક્ષા આપી. તે ઉપદેશના બળથી તેમને યોગમાર્ગનો યથાર્થ બોધ થયો, જેથી શક્તિના પ્રકર્ષથી સંયમમાં યત્ન કર્યો અને અસંગભાવને પ્રાપ્ત કરીને કેવળજ્ઞાનને પામ્યા. II૫૨ા
અવતરણિકા :इयं चैवम्भूतेत्याह
-
અવતરણિકાર્ય :
અને આ=બલાદૃષ્ટિમાં પ્રગટ થતી શુશ્રૂષા, આવા પ્રકારની છે=શ્લોકમાં બતાવે છે તેવા પ્રકારની છે, કૃતિ=ત=એને, કહે છે.