________________
૧૮૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૫૩-૫૪ ભાવાર્થ :
જે પૃથ્વીમાં કૂવો ખોદવાથી પાણી નીકળે તેવી સિરાઓ છે, તે સિરાઓ કૂવો ખોદવામાં આવે તો અવશ્ય પાણીની પ્રાપ્તિ કરાવે તેવી અવંધ્ય છે, વળી તે સિરાઓ પાણીની પ્રાપ્તિ માટે અક્ષય તબ્રીજ જેવી છે=સતત પાણીની પ્રાપ્તિ કરાવે તેના જેવી છે. તેથી આવી સિરાવાળી ભૂમિમાં કૂવો ખોદવામાં આવે તો અવશ્ય સતત પાણીની પ્રાપ્તિ થાય. તેમ ત્રીજી દૃષ્ટિવાળા જીવોને જે શુશ્રુષાગુણ પ્રગટ્યો છે, તે શુશ્રુષાગુણ બોધરૂપી પ્રવાહ માટે સિરા તુલ્ય છે. માટે જેમ સિરાવાળી ભૂમિમાં કૂવો ખોદવામાં આવે તો અક્ષય જલની પ્રાપ્તિ થાય છે, તેમ શુશ્રુષાગુણવાળા જીવોને યોગમાર્ગના ઉપદેશની પ્રાપ્તિ થાય, તો તેઓની સાંભળવાની ક્રિયા અવશ્ય પારમાર્થિક બોધનું કારણ થાય છે; અને જે જીવોને આ શુષાગુણ પ્રગટ્યો નથી, તેવા જીવો યોગી પાસે યોગમાર્ગનું શ્રવણ કરે, તોપણ તે શ્રવણ વ્યર્થ ફળવાળું છે. જેમ સિરા વગરની પૃથ્વીમાં કૂવો ખોદવામાં આવે તો જળની પ્રાપ્તિ થાય નહિ, તેમ શુશ્રુષાગુણ વગરના જીવો તત્ત્વનું શ્રવણ કરે તોપણ તેઓને તત્ત્વનો બોધ થાય નહિ.
અહીં વિશેષ એ છે કે પહેલી દષ્ટિવાળા અને બીજી દૃષ્ટિવાળા જીવો શુશ્રુષાગુણવાળા નથી, તોપણ પહેલી દૃષ્ટિવાળા જીવો અદ્વેષગુણવાળા છે, બીજી દૃષ્ટિવાળા જીવો જિજ્ઞાસાગુણવાળા છે, અને તેવા જીવોને યોગમાર્ગ સાંભળવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો અદ્વેષગુણવાળાને ઉપદેશના બળથી પ્રાયઃ જિજ્ઞાસાગુણ પ્રગટે છે, અને જિજ્ઞાસાગુણ પ્રગટ્યો છે જેમને એવા બીજી દષ્ટિવાળા જીવોને પણ ઉપદેશથી પ્રાયઃ શુશ્રષાગુણ પ્રગટે છે, ત્યાર પછી તેઓની ઉપદેશશ્રવણક્રિયા સમ્યગ્બોધનું કારણ બને છે; અને જે જીવો યોગમાર્ગથી તદ્દન વિમુખ છે તેવા અદ્વેષાદિ ગુણ વગરના માટે ઉપદેશ ફળવાળો નથી, જ્યારે ત્રીજી દૃષ્ટિવાળા જીવોને શુશ્રુષાગુણ પ્રગટેલો હોવાથી શ્રવણની ક્રિયા શીધ્ર બોધનું કારણ બને છે, અને અષાદિગુણવાળા પહેલી દૃષ્ટિવાળા અને બીજી દૃષ્ટિવાળા જીવોને ઉપદેશ શુશ્રુષાગુણ પ્રગટાવીને સમ્યગ્બોધનું કારણ બને છે. પણ અવતરણિકા :
इहैव व्यतिरेकमाह - અવતરણિકાર્ચ -
અહીં જ=પૂર્વ શ્લોકમાં કહ્યું કે બોધરૂપી પાણી માટે શુશ્રષા સિરા તુલ્ય છે - એ કથનમાં જ, વ્યતિરેકને કહે છે : ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં કહ્યું કે બોધરૂપી પાણી માટે બલાદૃષ્ટિમાં પ્રગટ થયેલ શુશ્રુષા સિરા તુલ્ય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ સિરાવાળી પૃથ્વીમાં કૂવો ખોદવામાં આવે તો અવશ્ય પાણીની પ્રાપ્તિ થાય, તેમ શુશ્રુષાગુણવાળાને તત્ત્વબોધ કરાવનારી સામગ્રી મળે તો અવશ્ય બોધ પ્રગટ થાય. હવે એ કથનમાં જ