________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પ૪-પપ
૧૮૯ ભવમાં ઉપદેશની સામગ્રી પ્રાપ્ત ન થાય તોપણ જન્માંતરમાં યોગમાર્ગના સમ્યગ્બોધને આવા શુશ્રુષાગુણવાળા યોગી અવશ્ય પ્રાપ્ત કરશે.
અહીં વિશેષ એ છે કે તત્ત્વને સાંભળવાની તીવ્ર ઇચ્છાવાળા જીવોને તત્ત્વ સાંભળવાની સામગ્રી મળે તો તત્ત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વમોહનીયકર્મનો નાશ અવશ્ય તરત થાય, અને સૂક્ષ્મબોધવાળું જ્ઞાન અવશ્ય પ્રગટે; પરંતુ જે જીવોને શુશ્રુષાગુણ પ્રગટ્યો છે, અને બોધની સામગ્રી મળી નથી, આમ છતાં યોગમાર્ગને સાંભળવાની જે તીવ્ર ઇચ્છા છે, તે યોગમાર્ગના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વમોહનીયકર્મન અવશ્ય નાશ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ સિરાવાળી પૃથ્વી હોય અને તેને ખોદીને કૂવો ન કરવામાં આવે તો લેશ પણ પાણીની પ્રાપ્તિરૂપ ફળ મળતું નથી;
જ્યારે શુશ્રુષાગુણવાળા જીવોને કૂવો ખોદવાની ક્રિયાસ્થાનીય શ્રવણસામગ્રી ન મળે તો, સાક્ષાત્ બોધરૂપ ફળની પ્રાપ્તિ થાય નહિ; આમ છતાં તે શુશ્રુષાગુણ સર્વથા વ્યર્થ નથી, પરંતુ શુશ્રુષાગુણના શુભભાવને કારણે યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય થાય છે. તેથી કૂપનું દૃષ્ટાંત વ્યતિરેક સ્થાનમાં સમાન નથી, તે બતાવવા માટે અહીં કહ્યું કે શ્રવણસામગ્રીના અભાવમાં પણ કર્મક્ષયરૂ૫ ફળ થાય છે. આપણા અવતરણિકા :
योगेऽक्षेपगुणमाह - અવતરણિકાર્ચ - યોગમાં=શુભયોગમાં, અક્ષેપગુણને કહે છે –
ભાવાર્થ :
બલાદૃષ્ટિવાળા જીવોને ક્રિયામાં વર્તતો પદોષ જાય છે અને અપગુણ પ્રગટે છે, અને તે અક્ષેપગુણ યોગમાર્ગની પ્રવૃત્તિવિષયક હોય છે. તે કેવા સ્વરૂપવાળો છે, તેને ગ્રંથકાર કહે છે – શ્લોક :
शभयोगसमारम्भे, न क्षेपोऽस्यां कदाचन ।
उपायकौशलं चापि, चारु तद्विषयं भवेत् ।।५५।। અન્વયાર્થ:
મસ્યાં=આ દૃષ્ટિ હોતે છતે=બલાદષ્ટિ હોતે છતે શુમયોપાસનાર શુભયોગના સમારંભમાં શુભયોગની પ્રવૃત્તિમાં ફાયન=ક્યારેય ક્ષે ન=ક્ષેપ નથી=ક્ષેપદોષ નથી ચાપ અને દિપ ચા પાયલોશનં તેના વિષયક સુંદર ઉપાયકૌશલ્ય શુભયોગની પ્રવૃતિવિષયક સુંદર ઉપાયકૌશલ્ય અવે હોય છે. પપા