________________
૧૯૦
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૫૫
શ્લોકાર્થ ઃ
બલાદૃષ્ટિ હોતે છતે શુભયોગની પ્રવૃત્તિમાં ક્યારેય ક્ષેપદોષ નથી, અને શુભયોગની પ્રવૃત્તિવિષયક સુંદર ઉપાયકૌશલ્ય હોય છે. I[૫૫]I
ટીકા ઃ
‘શુમયોગસમારમે' – તથાવિધધ્યાનાવો, ‘ન ક્ષેપોઽસ્વામ્’=અધિકૃતવૃષ્ટો સત્યાં, ‘વાચન’ મતિ, ‘ઉપાયોશાં ચાપિ’ તથાવિધવેશાધ્યાસનાવિ ‘પારુ’=શોમાં, ‘તદ્વિષય’=શુમોસમારÆવિષય, ‘મવેદ્' કૃતિ IIT
ટીકાર્ય :
‘શુમયોગસમારમ્ભે’ . ‘મવેત્’ કૃતિ ।। અસ્યામ્ - અધિકૃત દૃષ્ટિ હોતે છતે=બલાદૃષ્ટિ હોતે છતે, તેવા પ્રકારના ધ્યાનાદિરૂપ શુભયોગના સમારંભમાં=ત્રીજી દષ્ટિવાળા જીવોના બોધને અનુરૂપ ઘ્યાનાદિ શુભયોગની પ્રવૃત્તિમાં, ક્યારેય ક્ષેપ થતો નથી, અને તદ્વિષય=શુભયોગસમારંભવિષય, ચારુ=શોભન, તથાવિધ દેશઅધ્યાસનાદિરૂપ ઉપાયની કુશળતા=યોગનિષ્પત્તિમાં સહાયક થાય તેવા સ્થાનમાં બેસવા આદિરૂપ ઉપાયની કુશળતા, હોય છે.
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ।।૫૫।।
* ‘તાવિષધ્યાવિ’ માં ‘વિ’ પદથી જપ, સ્વાધ્યાય આદિનું ગ્રહણ કરવું.
♦ ‘તવિધવેશાધ્યાસવિ’ માં ‘વિ’ પદથી આસન અને ધ્યાનાદિની ક્રિયાની પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થ
ત્રીજી દૃષ્ટિમાં આવેલા યોગીને પ્રથમ બે દષ્ટિ કરતાં બોધ કંઈક બલિષ્ઠ હોય છે અને આથી શ્લોક૧૫ની ટીકામાં કહેલ તે પ્રમાણે ત્રીજી દષ્ટિવાળા જીવોને અર્થપ્રયોગમાં પ્રીતિ હોય છે, અને તેના કારણે યત્નલેશ થતો હોય છે. જોકે ત્રીજી દૃષ્ટિવાળા જીવોને સૂક્ષ્મ બોધ નથી, તેથી પરિપૂર્ણ સમ્યક્ યત્ન થતો નથી; તોપણ પ્રથમ બે દષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ બોધ છે, માટે યોગની જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિમાં ફળનિષ્પન્ન થાય તે રીતે કરવાની પ્રીતિ હોય છે. તેથી જે પણ યત્નલેશ થાય છે તે યત્નલેશરૂપે આ દૃષ્ટિમાં રહેલા જીવો પોતાની ભૂમિકાને અનુરૂપ ધ્યાન, જપ, સ્વાધ્યાય આદિ કરે છે, અને તેમાં ક્યારેય ક્ષેપદોષ ન આવે તે રીતે પ્રયત્ન કરે છે.
વળી પ્રથમ બે દષ્ટિ કરતાં ત્રીજી દૃષ્ટિમાં બોધ બલિષ્ઠ હોવાને કારણે શુભયોગની પ્રવૃત્તિવિષયક સુંદર ઉપાયકૌશલ્ય હોય છે. તેથી પોતાની ભૂમિકા પ્રમાણે જે ધ્યાન, જપાદિ કરે છે તે ક્રિયાથી ફળ નિષ્પન્ન થાય તેવા પ્રકારના દેશમાં બેસવું, તેવા પ્રકારના આસનમાં બેસવું, તે પ્રકારે મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવવા આદિ વિધિ સાચવે છે, કે જેથી લક્ષ્યને અનુરૂપ યત્ન થાય છે; અને આથી ત્રીજી