________________
૧૯૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પ૬ અને અવિઘાત કેવા પ્રકારનો હોય છે ? એથી કરીને કહે છે :
સાવધવા પરિહારથી=પ્રતિષિદ્ધના પરિહારથી, મહોદયવાળો છે અભ્યદય અને વિશ્રેયસનો હેતુ છે અર્થાત્ ઈચ્છાતા પ્રતિબંધરૂપ વિઘાતનો અભાવ અભ્યદય અને મોક્ષનું કારણ છે. પ૬ ભાવાર્થ
ત્રીજી દૃષ્ટિમાં રહેલા યોગીઓમાંથી કેટલાક સંસારનો ત્યાગ કરીને સંન્યાસી થયેલા હોય, જિનશાસનમાં હોય તો સાધુ થયેલા હોય, તો કેટલાક ગૃહસ્થમાં પણ શ્રાવકાદિ ધર્મ પાળતા હોય; આવા સર્વ યોગીઓને ધર્મના ઉપકરણમાં ઘણું કરીને ઇચ્છાના પ્રતિબંધરૂપ અર્થાત્ મમત્વના સંશ્લેષરૂપ યોગમાર્ગમાં વિઘાત કરે તેવો પરિણામ હોતો નથી.
અહીં પ્રાયઃ કહેવાથી ક્વચિત્ કોઈક નિમિત્તને પામીને સૂક્ષ્મ પ્રતિબંધ થાય તેવું બને, તોપણ મોટે ભાગે આવા જીવો ધર્મના ઉપકરણને ધર્મના ઉપાયરૂપે જુએ છે, તેથી ધર્મવૃદ્ધિનું અંગ બને તે રીતે તે ઉપકરણનો ઉપયોગ કરતા હોય છે; અને ધર્મઉપકરણમાં મમત્વના પ્રતિબંધરૂ૫ વિઘાતનો અભાવ છે, તેના કારણે તે ઉપકરણનો જે રીતે ઉપયોગ કરવાનો પ્રતિષેધ કર્યો હોય તે રીતે ઉપયોગ કરતા નથી, પરંતુ સાવઘના પરિહારપૂર્વક સંયમનું કારણ બને તે રીતે તેનો ઉપયોગ કરે છે. આથી તેઓમાં વર્તતો ઉપકરણ પ્રત્યેના મમત્વના અભાવનો પરિણામ અભ્યદય અને નિઃશ્રેયસનો હેતુ બને છે અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્ય અને મોક્ષની નિષ્પત્તિનું કારણ બને તેવી નિર્જરાનો હેતુ બને છે. IFપવા
યોગદૃષ્ટિસમુચ્ચય ભાગ-૧ સમાપ્ત