Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 212
________________ ૧૮૭ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૫૪ વ્યતિરેકને કહે છે અર્થાત્ બોધસામગ્રી ન મળે તો શુશ્રુષાગુણનું શું ફળ પ્રાપ્ત થાય ? તે રૂપ વ્યતિરેકને કહે છે : અહીં ‘વ્યતિરેક’ શબ્દ ‘અભાવ’ અર્થમાં છે અને તેનાથી શ્રવણસામગ્રીનો અભાવ ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે શુશ્રુષાગુણવાળાને પ્રાપ્ત થયેલી શ્રવણના અભાવની સામગ્રીને કહે છે અર્થાત્ અભાવની સામગ્રીમાં પણ તેને શુશ્રુષા શું ફળવાળી છે તેને કહે છે, એ પ્રકારનો ધ્વનિ છે. શ્લોક ઃ श्रुताभावेऽपि भावेऽस्याः, शुभभावप्रवृत्तित: । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ।।५४। અન્વયાર્થ: શ્રુતામાવેઽપિ=શ્રુતના અભાવમાં પણ=શ્રવણના અભાવમાં પણ અસ્યાઃ=આના-શુશ્રૂષાના ભાવે= ભાવમાં=સદ્ભાવમાં શુમમાવપ્રવૃત્તિતઃ=શુભભાવની પ્રવૃત્તિ હોવાથી પરવોધનિવત્ત્વનમ્ ર્મક્ષયાi i= પરબોધનું કારણ એવું કર્મક્ષય નામનું ફળ=આત્મહિત માટે ઉપયોગી એવા બોધનું કારણ એવું કર્મક્ષય નામનું ફળ સ્વાત્=થાય. ૫૪॥ શ્લોકાર્થ : શ્રવણના અભાવમાં પણ શુશ્રૂષાના સદ્ભાવમાં શુભ ભાવની પ્રવૃત્તિ હોવાથી આત્મહિત માટે ઉપયોગી એવા બોધનું કારણ એવું કર્મક્ષય નામનું ફળ થાય. I[૫૪] ટીકા ઃ ‘શ્રુતામાવેઽપિ’-શ્રવળામાવેઽપિ, ‘ભાવેઽસ્યા:’–શુશ્રૂષાવા:, જિમિત્યાન્ન ‘શુભમાવપ્રવૃત્તિત:-’ तद्भावस्यैव शुभत्वात् 'फलं कर्मक्षयाख्यं स्यात् ' - वचनप्रामाण्येन, તવ્ય ‘પરવોષનિવત્ત્વન’= પ્રધાનનોધારાં, વચનપ્રામાખ્યાદેવ ।।૪। ટીકાર્ય ઃ ‘શ્રુતામાવેઽપિ’ વચન-પ્રામાખ્યાદેવ ।। શ્રુતના અભાવમાં પણ=શ્રવણના અભાવમાં પણ, આના=શુશ્રૂષાના, ભાવમાં શુભભાવની પ્રવૃત્તિ હોવાથી કર્મક્ષય નામનું ફ્ળ થાય. શુભભાવની પ્રવૃત્તિ કેમ છે ? તેમાં હેતુ કહે છે : તદ્ભાવનું જ=શુશ્રૂષાના પરિણામનું જ, શુભપણું છે. અહીં શુશ્રૂષાના ભાવથી કર્મક્ષય કેમ થાય છે ? તેમાં યુક્તિ આપે છે : વચનના પ્રામાણ્યને કારણે=શાસ્ત્રવચન કહે છે કે ‘શુશ્રૂષાથી કર્મક્ષય થાય છે,' તેના પ્રામાણ્યને કારણે કર્મક્ષયરૂપ ફળ થાય છે, એમ નક્કી થાય છે.

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218