________________
૧૮૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પ૧ સર્વ ગમન અતૂરાપૂર્વક થાય છે; અને સર્વ ગમન કહીને એ કહેવું છે કે કોઈ એક વખતનું ગમન નહિ, પરંતુ જ્યારે જ્યારે દેવકુલાદિમાં જતા હોય ત્યારે સર્વ ગમન અતૂરાપૂર્વક થાય છે.
અહીં વિશેષ એ છે કે શ્લોક-૧૫ની ટીકામાં દૃષ્ટિના વર્ણન વખતે સ્થિરાદૃષ્ટિના વર્ણનમાં કહ્યું કે પ્રાયઃ કરીને સ્થિરાદષ્ટિ પ્રણિધાનની યોનિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્થિરાદૃષ્ટિમાં પ્રણિધાન પ્રગટ્યું નથી, પરંતુ સ્થિરાદષ્ટિનો બોધ પ્રણિધાનનું ઉત્પત્તિસ્થાન છે, અને તે પણ પ્રાયઃ; જ્યારે અહીં તો ત્રીજી દૃષ્ટિમાં કહ્યું કે પ્રણિધાનપૂર્વક વંદનાદિ કૃત્યો છે. તેથી જિજ્ઞાસા થાય કે અહીં કહેલ પ્રણિધાન અને સ્થિરાદૃષ્ટિમાં કહેલ પ્રણિધાન વચ્ચેનો ભેદ શું છે ?
તેનું સમાધાન એ છે કે સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને સમ્યગ્બોધ હોવાથી સર્વ ઉપદ્રવથી રહિત મોક્ષ સાર લાગે છે, અને તેની નિષ્પત્તિનો એક ઉપાય સમિતિ-ગુપ્તિમય એવું નિસ્પૃહ જીવન દેખાય છે. તેથી સૂક્ષ્મબોધવાળા એવા સ્થિરાદષ્ટિવાળા યોગી પ્રાયઃ કરીને પ્રણિધાન કરે છે કે “પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં ભગવાનના વચનાનુસાર સમિતિ-ગુપ્તિમાં યત્ન કરીને મારે સંસારનો ઉચ્છેદ કરવો જોઈએ અને આવું પ્રણિધાન જે સ્થિરાદષ્ટિવાળા યોગી કરી શકે છે તે યોગી સંયમ ગ્રહણ કરીને પ્રણિધાનાદિ આશયપૂર્વક સંયમમાં યત્ન કરે છે. આમ છતાં કેટલાક સ્થિરાદષ્ટિવાળા જીવો પણ બલવાન ચારિત્રમોહનીયના ઉદયવાળા હોય તો પોતાના બોધને અનુરૂપ સાધ્યની સિદ્ધિ માટે સમિતિ-ગુપ્તિને અનુકૂળ પ્રણિધાનાદિ આશયો કરી શકતા નથી. તેને સામે રાખીને કહ્યું કે સ્થિરાદષ્ટિનો બોધ પ્રાયઃ કરીને પ્રણિધાનાદિની યોનિ છે.
વળી સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓમાંથી કેટલાક યોગીઓને મોક્ષના ઉપાયભૂત સમિતિ-ગુપ્તિમય સંયમની તીવ્ર સ્પૃહા હોવા છતાં તત્કાળ તેવું જીવન જીવી શકે તેવી શક્તિ હોતી નથી. તેઓ પણ તે શક્તિસંચય માટે પ્રણિધાન આદિ કરીને દેશવિરતિધર્મનું પાલન કરતા હોય છે, અને તેના દ્વારા આ ભવમાં શક્તિસંચય થાય તો સર્વવિરતિ પણ ગ્રહણ કરે છે.
વળી કેટલાક સ્થિરાદષ્ટિવાળા યોગીઓ મોક્ષનો ઉપાય સર્વવિરતિ છે, તેમ જાણે છે, અને સર્વવિરતિને સેવવાની રુચિવાળા છે; આમ છતાં બલવાન ચારિત્રમોહનીયકર્મ હોવાથી દેશવિરતિમાં પણ યત્ન કરી શકતા નથી. આવા યોગીઓ સાધ્યની નિષ્પત્તિ માટે સંયમને અનુકૂળ પ્રણિધાનાદિ આશયો કરી શકતા નથી. તેઓના વ્યવચ્છેદ માટે કહ્યું કે સ્થિરાદૃષ્ટિ પ્રાયઃ પ્રણિધાન આદિ આશયની યોનિ છે.
વળી ત્રીજી દૃષ્ટિવાળા યોગીઓ સ્વભૂમિકા અનુસાર જે વંદનાદિ કૃત્યો કરે છે, તે કૃત્યો પોતાના પૂલ બોધ અનુસાર પ્રણિધાનઆશયપૂર્વક કરે છે; અને તેની જેમ જ અવિરતિના ઉદયવાળા સ્થિરાદૃષ્ટિવાળા યોગી પણ જે વંદનાદિ કૃત્યો કરે છે, તે પોતાના સૂક્ષ્મ બોધ અનુસાર પ્રણિધાનઆશયપૂર્વક કરે છે; છતાં દેશવિરતિ આદિના કૃત્યોમાં પ્રણિધાન કરી શકતા નથી, તે અપેક્ષાએ સ્થિરાદષ્ટિને પ્રાયઃ પ્રણિધાનની યોનિ છે, તેમ કહેલ છે. આપવા