________________
૧૮૦
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૫૦-૫૧
જ્યારે ત્રીજી દ્દષ્ટિવાળા જીવોને દેહ પ્રત્યે કંઈક રાગ છે, તેથી દેહની પ્રાથમિક જરૂરિયાતોની તૃષ્ણા છે, તોપણ પ્રાથમિક જરૂરિયાતથી અધિક તૃષ્ણા નથી. તેથી અધિક ધન પ્રાપ્તિ અર્થે પરિભ્રમણ કરવાની મનોવૃત્તિ નથી, માટે તે પ્રકારની ઉત્સુકતા નહિ હોવાને કારણે ધર્મપ્રવૃત્તિકાળમાં ક્ષેપદોષ નથી, અને પ્રકૃતિ શાંત હોવાથી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિઓમાં અવસ્થિત સુખાસન છે. આથી ત્રીજી દ્દષ્ટિવાળા જીવો ક્વચિત્ ગૃહસ્થ હોય અને વૈભવવાળા હોય, તોપણ ધનની લાલસાથી અત્યંત વ્યાકુળ થઈને પ્રવૃત્તિઓ કરતા નથી, અને ક્વચિત્ સામાન્ય સ્થિતિવાળા હોય તોપણ સંતોષપૂર્વક જીવીને સુખપૂર્વક રહેનારા હોય છે. વળી ઇંદ્રિયોની નિરર્થક ઉત્સુકતા શાંત થયેલી હોવાથી ત્રીજી દષ્ટિવાળા યોગીઓ ધર્મની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ક્ષેપદોષ વગર પ્રવૃત્તિ કરી શકે છે.
સામાન્યથી જીવોને ધર્મપ્રવૃત્તિકાળમાં પણ આજુબાજુ જોવાની, કોણ આવ્યું કોણ ગયું તેનો ખ્યાલ રાખવાની કે કરાતી પ્રવૃત્તિમાં સુદ્દઢ મન પ્રવર્તાવવાનું છોડીને અન્યત્ર મનને પ્રવર્તાવવાની ચેષ્ટા દેખાય છે, તે સર્વ સ્થિતિનિબંધન તૃષ્ણાથી=પ્રાથમિક જીવન જરૂરિયાતમાં વર્તતી તૃષ્ણાથી, અધિક તૃષ્ણાનું કાર્ય છે. આથી લક્ષ્યને અનુરૂપ ક્ષેપદોષ વગર તેવા જીવો યત્ન કરી શકતા નથી.
વળી કેટલાક સૂક્ષ્મબોધવાળા સમ્યગ્દષ્ટિ જીવો પણ પ્રાથમિક જરૂરિયાતોને છોડીને અધિક ધનાદિમાં યત્ન કરતા દેખાય છે. વસ્તુતઃ તેમનો બોધ અને તેમની રુચિ ધનાદિની તૃષ્ણામાં પ્રવૃત્તિ કરાવે નહિ, પરંતુ તૃષ્ણાના ઉચ્છેદમાં પ્રવૃત્તિ કરાવે; આમ છતાં બલવાન અવિરતિઆપાદકકર્મ હોય ત્યારે સમ્યગ્દષ્ટિ જીવો પણ તૃષ્ણાથી ધનાદિમાં યત્ન કરતા હોય છે. તે રીતે બલાદૃષ્ટિનો વિચાર કરીએ તો એ પ્રાપ્ત થાય કે બલાદૃષ્ટિવાળા જીવોને જે પ્રકારનો સ્થૂલ બોધ છે, તે પ્રકારની તેઓની રુચિ છે; અને તે રુચિ અનુસાર તેઓ પ્રવૃત્તિ કરે છે ત્યારે, તેઓને રુચિથી વિપરીત પ્રવૃત્તિ કરાવનાર બળવાન કર્મ નથી. માટે તેઓ સ્થિતિનિબંધન તૃષ્ણાથી અધિક પ્રયત્ન કરતા નથી. વળી બલાષ્ટિમાં રહેલા પણ કેટલાક જીવોનું ધનાદિની લાલસાને ઉત્પન્ન કરાવનાર બલવાન કર્મ હોય, અને તે કર્મના દોષથી વ્યાકુળ થઈને અધિક અધિક ધનાદિ માટે પ્રવૃત્તિ કરતા હોય, તોપણ તેમનો બોધ તે પ્રવૃત્તિમાં શિથિલતા કરે છે; અને જ્યારે તે બલવાન કર્મ શિથિલ બને ત્યારે ત્રીજી દૃષ્ટિમાં રહેલા જીવો અવશ્ય પોતાના બોધ અનુસાર અને રુચિ અનુસાર પ્રવૃત્તિ કરીને પ્રસ્તુત શ્લોકમાં વર્ણન કર્યું તેવા સ્થિરસુખાસનપરિણામવાળા બને છે. પoll
અવતરણિકા :
एतदेवाह
અવતરણિકાર્ય :
આને જ કહે છે=પૂર્વ શ્લોકમાં કહ્યું કે ત્રીજી દૃષ્ટિમાં અસત્ તૃષ્ણાના અભાવને કારણે સર્વત્ર અવસ્થિત જ સુખાસન છે, એને જ કહે છે –