________________
૧૭૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૯-૫૦ થવાના કારણે કષ્ટસાધ્ય એવા અનુષ્ઠાનમાં આળસ રહિત તેવો સુદઢ યત્ન કરે છે, જેથી ક્રિયાકાળમાં ચિત્તનો અન્યત્ર ક્ષેપ પણ થતો નથી.
આશય એ છે કે બીજી દૃષ્ટિવાળા યોગીઓ કષ્ટસાધ્ય અનુષ્ઠાન જણાવા છતાં ઉદ્દેગરહિત યત્ન કરે છે, તોપણ તેવું સંચિત વીર્ય નહિ હોવાથી કષ્ટસાધ્ય અનુષ્ઠાનમાં તેઓનું ચિત્ત વચ્ચે વચ્ચે અન્યત્ર જાય તેવો સંભવ રહે છે. જ્યારે ત્રીજી દૃષ્ટિવાળા યોગીઓ લક્ષ્ય પ્રત્યે બદ્ધ પરિણામવાળા થઈને અનુષ્ઠાનમાં યત્ન કરી શકે તેવા સંચિત વર્તવાળા હોવાથી ક્ષેપદોષ આવતો નથી.
વળી આગળના શ્લોકમાં કહેવાશે તેવી જીવન જરૂરિયાતથી અધિક તૃષ્ણા=અસત્ તૃષ્ણા ત્રીજી દૃષ્ટિમાં નહિ હોવાને કારણે ક્ષેપ થવાનો સંભવ રહેતો નથી. તેથી પોતાના બોધને અનુરૂપ ફળનિષ્પત્તિને અનુકૂળ ક્ષેપદોષ વગર ત્રીજી દૃષ્ટિવાળા યોગીઓ ધર્મઅનુષ્ઠાનમાં યત્ન કરે છે; જ્યારે બીજી દષ્ટિવાળા જીવો કલ્યાણના માટે અનુષ્ઠાનમાં યત્ન કરે છે, અને ધર્મઅનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાવા છતાં ઉદ્વેગ વગર પ્રયત્ન કરે છે, આમ છતાં અસત્ તૃષ્ણાને કારણે ઇંદ્રિયોનું ચાંચલ્ય હોવાથી પદોષ થવાનો સંભવ રહે છે. II૪ll અવતરણિકા:
अमुमेवार्थमाह - અવતરણિતાર્થ -
આ જ અર્થ શ્લોક-૪૯માં બતાવ્યું કે બલાદષ્ટિમાં સ્થિરસુખાસનવાળું દર્શન છે, એ જ અર્થને કહે છે –
ભાવાર્થ :
અવતરણિકા સાથે શ્લોકનો સંબંધ આ રીતે છે પ્રસ્તુત શ્લોકમાં કહે કે બલાદૃષ્ટિ હોતે છતે અસત્ તૃષ્ણા નહિ હોવાને કારણે સ્થિરસુખાસન છે. તેથી એ ફલિત થયું કે સ્થિરસુખાસનવાળી આ દૃષ્ટિ છે, અને તે બતાવવા માટે અવતરણિકામાં કહ્યું કે આ જ અર્થને સ્થિરસુખાસનવાળું દર્શન છે, એ જ અર્થને કહે છેશ્લોક :
नास्यां सत्यामसत्तृष्णा, प्रकृत्यैव प्रवर्त्तते ।
तदभावाच्च सर्वत्र, स्थितमेव सुखासनम् ।।५०।। અન્વયાર્થ :
મસ્યાં ત્યાં આ હોતે છતે બલાદષ્ટિ હોતે છતે પ્રવૃત્ય વ=પ્રકૃતિથી જ અસપૃMTઅસત્ તૃષ્ણા પ્રવર્તત ન=પ્રવર્તતી નથી ર=અને તમારા–તેના અભાવને કારણે-અસત્ તૃષ્ણાના અભાવને કારણે સર્વત્ર સર્વ પ્રવૃત્તિઓમાં સ્થિતમેવ સ્થિત =અવસ્થિત જ સુરવીસન—સુખાસન છે. પ.|