________________
૧૭૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૭-૪૮-૪૯ આશય એ છે કે શિષ્ટ પુરુષોની આચરણાને અનુરૂપ સ્વશક્તિ પ્રમાણે પોતે પ્રયત્ન કરવો હોય, તો તેમની પ્રવૃત્તિને અનુરૂપ તેમના જેવી પ્રવૃત્તિ પોતે કરી શકે તેવો પોતાનો ક્ષયોપશમ નથી; છતાં સામાન્યથી તેઓની આચરણાને અનુસરતો હોય તો તે આચરણાના બળથી ક્રમે કરીને વિશેષ ક્ષયોપશમ થાય, અને જેમ શિષ્ટ પુરુષો તે આચરણા કરીને ક્ષમાદિ ગુણોને મેળવી શક્યા, તેમ પોતે પણ સામાન્યથી તેનું અનુસરણ કરે, તો ક્રમ કરીને તેમની જેમ ક્ષમાદિ ગુણોને પ્રાપ્ત કરશે અને તો ભવનો ઉચ્છેદ થશે. આ વિચારણાથી શિષ્ટપુરુષો પાછળ ચાલવાને અનુકૂળ નિર્મળ પ્રજ્ઞારૂપ નિર્મળ અંતરચક્ષુ બીજી દૃષ્ટિમાં પ્રગટ થયેલ છે. તેને સામે રાખીને નમુત્યુર્ણ સૂત્રમાં ચખુદયાણ શબ્દથી ભગવાનને ચક્ષુ આપનારા કહ્યા છે. II૪૭-૪૮
જ બલાદષ્ટિ
અવતરણિકા :
उक्ता तारा, अधुना बलोच्यते, तदत्राह - અવતરણિકાર્ય :
તારાદષ્ટિ કહેવાઈ, હવે બલાદષ્ટિ કહેવાય છે. તે કારણથી અહીં શ્લોકમાં, કહેવાય છે – ભાવાર્થ :
શ્લોક-૪૧ થી ૪૮ સુધી વર્ણન કર્યું, તેના દ્વારા તારાદષ્ટિ કહેવાઈ, હવે બલાદષ્ટિ કહેવાય છે. તે કારણથી=બલાદષ્ટિ કહેવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી તે કારણથી, અહીં=શ્લોકમાં, ગ્રંથકાર બલાદષ્ટિના સ્વરૂપને બતાવે છે : બ્લોક :
सुखासनसमायुक्तं, बलायां दर्शनं दृढम् ।
परा च तत्त्वशुश्रूषा, न क्षेपो योगगोचरः ।।४९।। અન્વયાર્થ :
વિતાયાં બલાદષ્ટિમાં સુવાસનસમાયુવત્તિ દૃઢ નં-સુખાસનથી સમાયુક્ત દઢ દર્શન છે ઘ=અને તત્તશુકૂSI પર =તત્વશુશ્રષા પરા છે, યોગોવર: યોગવિષયક ક્ષેપો ન=ક્ષેપ નથી. In૪૯iા.
શ્લોકાર્ય :
બલાદષ્ટિમાં સુખાસનથી સમાયુક્ત દઢ દર્શન છે, અને તત્વશુશ્રુષા પરા છે, યોગવિષયક ક્ષેપ નથી. II૪૯II