________________
૧૭૨
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪૬-૪૭
આવી જિજ્ઞાસાને કારણે તેઓનાં તે કૃત્યોને જોઈને ‘પોતાનામાં કેવો પ્રયત્ન કરીને તે કૃત્યો પ્રગટ થાય ?' એવા પ્રકારનો બોધ કરવા યત્ન કરે છે; અને ક્રમે કરીને જિજ્ઞાસાના બળથી તેવો બોધ પણ પ્રાપ્ત કરે છે, અને શક્તિસંચય થાય ત્યારે તે મહાત્માની જેમ પોતે પણ ધ્યાનાદિ કરી શકે છે.
વળી તે અધિક ગુણવાળા મહાત્માઓ જે વંદનાદિ કૃત્યો કરે છે, તે વંદનાદિ કૃત્યો બીજી દષ્ટિવાળા જીવો પણ કરે છે; પરંતુ પોતાનાં વંદનાદિ કૃત્યોમાં સમ્યક્ પ્રકારના કાયોત્સર્ગાદિ પોતે કરી શકતા નથી. તેથી પોતાના તેવા વિકલ કાયોત્સર્ગાદિને જોઈને તેમને સંત્રાસ થાય છે કે ‘હું વિરાધક છું, આથી જ સમ્યગ્ પ્રકારનો કાયોત્સર્ગ કરી શકતો નથી' વળી અધિક ગુણવાળા મહાત્માઓ વંદનાદિ કૃત્યો કરે છે, અને તે વંદનાદિ કૃત્યો વિકલતા વગર સમ્યગ્ કરે છે, તે જોઈને તેમના પ્રત્યે દ્વેષ થતો નથી; કેમ કે બીજી દૃષ્ટિવાળા જીવોમાં ગુણોનો તેવો પક્ષપાત થયેલો છે કે જેથી પોતાના વિકલ અનુષ્ઠાનમાં સંત્રાસ છે અને અન્યમાં પોતાનાથી અધિક ગુણોને જોઈને ઇર્ષ્યાનો પરિણામ થતો નથી. II૪૬ના
અવતરણિકા :
બીજી દષ્ટિવાળા જીવોમાં અન્ય ગુણોનો સમુદાય છે તે વાત શ્લોક-૪૨ થી ૪૬ સુધી કરી. હવે બીજી દૃષ્ટિવાળા જીવો ભવતા ઉચ્છેદ માટે શું વિચારે છે, તે શ્લોક-૪૭-૪૮માં કહે છે.
શ્લોક ઃ
दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् ।
चित्रा सतां प्रवृत्तिश्च साऽशेषा ज्ञायते कथम् ।।४७।।
'
અન્વયાર્થ:
સર્વ: ભવ: :લરૂપ:=સર્વ ભવ દુઃખરૂપ છે. અસ્ય=આનો=ભવનો છેવઃ=ઉચ્છેદ ત:=શેનાથી થાય ? થ=કેવી રીતે થાય ? ==અને સતાં=સંતોની=મુનિઓની ચિત્રા પ્રવૃત્તિ:=અનેક પ્રકારની પ્રવૃત્તિ છે, સા અશેષા=તે સર્વ થ=કેવી રીતે જ્ઞાયતે=જણાય ? ।।૪૭॥
શ્લોકાર્થ :
સર્વ ભવ દુઃખરૂપ છે. આનો=ભવનો ઉચ્છેદ શેનાથી થાય ? કેવી રીતે થાય ? અને મુનિઓની અનેક પ્રકારની પ્રવૃત્તિ છે, તે સર્વ કેવી રીતે જણાય ? ।।૪૭।।
ટીકા ઃ
‘દુઃસ્વરૂપો મવ: સર્વો’ બન્મનાવિરૂપાત્ ‘છેવ:' ‘અસ્વ’=મવસ્ય, ‘તો’ દેતો:, ક્ષાત્ત્વાવેઃ ‘થં’=ન પ્રવ્હારે ‘ચિત્રા’, ‘સતાં’=મુનીનાં, પ્રવૃત્તિશ્વેત્વર્ગાવિના પ્રારે, ‘સાઽશેષા જ્ઞાયતે થં' તદ્દન્યાોતઃ ||૪૭||