________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪૬
શ્લોકાર્થ :
અધિકગુણવાળા આચાર્યાદિમાં વર્તતાં પોતાનાથી અધિક કૃત્યોમાં બીજી દષ્ટિવાળા યોગીને લાલસાયુક્ત જિજ્ઞાસા છે, અધિકગુણવાળા જીવોમાં વર્તતાં કૃત્યોની તુલ્ય પોતાના જ વંદનાદિ વિકલકૃત્યમાં દ્વેષરહિત સંત્રાસ છે. ।।૪૬ના
૧૭૧
ટીકા ઃ
‘ત્યે’ ધ્યાનાો ‘અધિ-' સ્વભૂમિળાપેક્ષવા ‘અધિાતે’=આચાર્યાવિત્તિનિ ‘ખિજ્ઞાસા’સ્વ થમેતવેવમિતિ ‘જ્ઞાનજ્ઞાન્વિતા'-અમિતાષાતિરેયુત્તા, ‘તુલ્યે’ ત્યે વનનાવો,‘નિને તુ’=ઞાત્મીય વ, ‘વિતે’-વ્હાયોત્સર્ગરાવિના, ‘સન્નાસો’ મવત્યાત્મનિ ‘દા ! વિરાધજોડમિ’ તિ, ‘દ્વેષવનિતો’ऽधिकेऽधिकृतदृष्टिसामर्थ्यादिति ।। ४६ ।।
ટીકાર્ય :
‘હ્રત્યે’ દૃષ્ટિસામર્થ્યનિતિ । અધિકગત એવા, આચાર્યાદિમાં વર્તતા સ્વભૂમિકાની અપેક્ષાએ અધિક ધ્યાનાદિ કૃત્યમાં જિજ્ઞાસા=અસ્ય=આને અર્થાત્ આચાર્યાદિને તવ=ધ્યાનાદિ કૃત્યો વં=આવા પ્રકારનાં થ=કેવી રીતે છે ? એ પ્રકારની જિજ્ઞાસા, વળી તે જિજ્ઞાસા કેવી છે ? તે સ્પષ્ટ કરે છે ઃ લાલસાઅન્વિત=પોતાને તેવા પ્રકારનાં ધ્યાનાદિ નિષ્પન્ન કરવાના અભિલાષના અતિરેકથી યુક્ત છે.
નિજ=આત્મીય જ વિકલ=કાયોત્સર્ગકરણાદિથી વિકલ, તુલ્ય વંદનાદિ કૃત્યમાં=અધિક ગુણવાળાની તુલ્ય વંદનાદિકૃત્ય વિષયક, ‘હું વિરાધક છું' એ પ્રકારનો આત્મામાં સંત્રાસ થાય છે.
વળી, તે સંત્રાસ કેવો છે ? તે કહે છે :
અધિકમાં દ્વેષવર્જિત છે; કેમ કે અધિકૃત દૃષ્ટિનું=તારાદૃષ્ટિનું, સામર્થ્ય છે.
અહીં ‘દા’ શબ્દ ખેદઅર્થક છે.
ટીકાના અંતે ‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે. ।।૪૬।।
* ‘વન્દ્રનાવો’ માં ‘વિ' પદથી વૈયાવચ્ચ, તપ આદિ કૃત્યનું ગ્રહણ કરવું.
* ‘ઝાયોત્સર્રારવિ’ માં ‘આવિ’ પદથી વિધિનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
બીજી દષ્ટિવાળા જીવોને પ્રથમ દૃષ્ટિવાળા જીવો કરતાં કંઈક સ્પષ્ટ બોધ હોય છે, તેથી પોતાનાથી અધિક ગુણવાળા એવા આચાર્યાદિના ધ્યાનાદિ કૃત્યમાં વર્તતો સુદૃઢ યત્ન તેઓ જોઈ શકે છે, અને પોતાનામાં તે પ્રકારનાં ધ્યાનાદિ કરવાની શક્તિ નથી તે પણ જોઈ શકે છે. તેથી એવા મહાત્માઓને જોઈને બીજી દૃષ્ટિવાળા જીવોને તેવા પ્રકારનાં ધ્યાનાદિમાં યત્ન કરવાની અતિશય અભિલાષા થાય છે, અને તે અભિલાષાથી યુક્ત જિજ્ઞાસા થાય છે કે ‘આ મહાત્માઓ કેવી રીતે આ ધ્યાનાદિમાં યત્ન કરે છે ?’ અને