________________
૧૬૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૪-૪૫ વળી આ ઉપચાર લાભાંતરફળવાળો છે આથી શ્રદ્ધાયુક્ત છે. જેમ પર્વતમાં ધૂમને જોઈને એમ કહેવાય કે આ પર્વત ધૂમવાળો છે આથી અગ્નિવાળો છે. તેથી નક્કી થાય કે ધૂમવાળો હોવાને કારણે આ પર્વત અગ્નિવાળો છે. તે રીતે પ્રસ્તુતમાં આ ઉપચાર લાભાંતરફળવાળો છે આથી શ્રદ્ધાયુક્ત છે. તેથી એ નક્કી થાય કે જો આ ઉપચાર શ્રદ્ધાયુક્ત ન હોય તો લાભાંતરફળવાળો બને નહિ અર્થાત્ યોગમાર્ગની પ્રાપ્તિરૂપ ફળ અને અન્ય લાભના ફળવાળો બને નહિ.
વળી આ ઉપચાર પૂર્વની જેમ હિતોદયવાળો છે. જેમ શુદ્ધ ઉપચારના પુણ્યથી તે પ્રકારના કર્મના વિપાકને કારણે લાભાંતરફળ મળે છે, તેની જેમ ગ્રાસાદિસંપાદનરૂપ ઉપચાર હિતના ઉદય માટે છે. તેથી જીવને સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષનું કારણ બને તેવા હિતના ઉદયવાળો છે. જેમ ધનસાર્થવાહના ભવમાં ઋષભદેવ ભગવાને દાન કરેલ, તેનાથી પછીના ભવમાં તેમને હિતનો ઉદય થયો, તેની જેમ બીજી દૃષ્ટિવાળા જીવોને ગ્રાસાદિસંપાદનરૂપ ઉપચાર હિતોદયવાળો છે.
અને આ પ્રકારનો ઉપચાર કરવાથી ઉપચાર કરનારના શુદ્ર ઉપદ્રવની હાનિ થાય છે. આથી વ્યાધિ આદિનો નાશ થાય છે. વ્યાધિ આદિમાં આદિ શબ્દથી દરિદ્રતાનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે બીજી દૃષ્ટિવાળા જીવો યોગી પ્રત્યે વિવેકપૂર્વકની ભક્તિ કરે ત્યારે ક્ષુદ્ર પ્રકારના ઉપદ્રવને કરનાર એવા કર્મની હાનિ થાય છે. તેથી તેવા જીવોમાં કોઈ વખતે વ્યાધિ આદિ વર્તતો હોય તો તે દાનની ક્રિયાથી વ્યાધિ આદિનો નાશ થઈ જાય છે, અને દરિદ્રતા હોય તો તે પણ નાશ પામે છે. જેમ શ્રીપાળરાજાને નવપદની આરાધનાથી કુષ્ટરોગરૂપ વ્યાધિનો નાશ થયો, તેમ ઉત્તમ આશયથી કરાયેલ યોગીની ભક્તિથી ભક્તિ કરનારના વ્યાધિ આદિ નાશ પામે છે.
વળી, બીજી દૃષ્ટિવાળા જીવોનો ગ્રાસાદિ સંપાદનરૂપ ઉપચાર વિવેકયુક્ત હોવાથી શિષ્ટસમ્મતતાવાળો છે. આથી આ ઉપચારની ક્રિયા કરનારને અતિ સુંદર બહુમાન છે અર્થાત્ યોગી પ્રત્યે અતિ સુંદર બહુમાન છે.
આશય એ છે કે બીજી દૃષ્ટિવાળા જીવોને કંઈક સ્પષ્ટ બોધ હોવાને કારણે યોગીઓની યોગવૃદ્ધિ થાય, એ પ્રકારના વિવેકથી દાન આપે છે, અને તે દાનક્રિયામાં તેઓને અતિ સુંદર બહુમાન વર્તતું હોય છે. જેમ શાલિભદ્રના જીવે પૂર્વભવમાં મહાત્માને દાન કર્યું, તે વખતે વિશેષ બોધ નહિ હોવા છતાં પોતાના બોધને અનુરૂપ મહાત્માને દાન આપવાની ક્રિયામાં અતિ સુંદર બહુમાન હતું. આથી શિષ્ટ પુરુષોને આવા પ્રકારના વિવેકવાળી દાનક્રિયા સંમત છે. ગત વ’ નું જોડાણ શ્રદ્ધાયુક્તમાં જેમ કર્યું તે જ રીતે અહીં સમજી લેવું. II૪૪ll
અવતરણિકા -
તથા –
અવતરણિતાર્થ :
તથા=અને –