Book Title: Yog Drushti Samucchay Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 191
________________ ૧૬૬ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૩-૪૪ કરી શકે.' આવા વિવેકપૂર્વક અપાયેલો તે આહાર હોવાથી પ્રાયઃ યોગીને પણ તે આહાર સમ્યક્ પરિણમન પામે છે; અર્થાત્ યોગીના શરીરને ઉપખંભન થાય તે રીતે પરિણમન પામે છે, અને તે શરીરના બળથી યોગીઓ યોગમાં યત્ન કરે છે. અહીં વિશેષ એ છે કે બીજી દૃષ્ટિવાળા જીવો પણ અતિશય જ્ઞાની નથી, પોતાના બોધ અનુસાર યોગીના સંયમની વૃદ્ધિ થાય તેવો આહાર આપે છે; આમ છતાં સારા આશયથી પોતાના બોધ પ્રમાણે વિચારીને અપાયેલો આહાર પણ ક્યારેક યોગીના શરીરમાં કોઈક વિઘાતનું નિમિત્ત પણ બની શકે છે, અને ક્વચિતુ. તે આહાર જ શ્વાસનળી આદિમાં પ્રવેશી જાય તો મૃત્યુ આદિનું પણ કારણ બની શકે છે; આમ છતાં આપનારના વિવેકને સામે રાખીને પ્રાયઃ કરીને આહાર યોગીના સંયમની વૃદ્ધિનું કારણ બને છે, એ અર્થ બતાવવા માટે યોગવૃદ્ધિના ફળને દેનારો ઉપચાર છે, એમ કહેલ છે. વળી આ બીજી દૃષ્ટિવાળા જીવો સંયમવ્યાઘાત થાય તેવો આહાર યોગીઓને આપતા નથી. વળી આ ઉપચાર તદનુગ્રહથી યુક્ત છે અર્થાત્ ઉપચારસંપાદક એવા પોતાના હૈયામાં એવી અનુગ્રહબુદ્ધિ વર્તે છે કે “મારા આહારાદિ દ્વારા આ મહાત્માની ભક્તિ કરીને તેમના સંયમની વૃદ્ધિ થાય તે રીતે એમના દેહને હું અનુગ્રહ કરું, જેથી મારા ઉપર અનુગ્રહ થાય અર્થાત્ આ મહાત્માની ભક્તિ દ્વારા મને યોગમાર્ગની પ્રાપ્તિ થાય. II૪૩ અવતરણિકા : अयमेव विशिष्यते - અવતરણિકાર્ય : આ જગપૂર્વ શ્લોકમાં વર્ણન કરાયેલ ઉપચાર જ, વિશેષણ દ્વારા વિશેષિત કરાય છે – શ્લોક : लाभान्तरफलश्चास्य, श्रद्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च, शिष्टसम्मतता तथा ।।४४।। અન્વયાર્થ : વ અને અસ્થ=આને=ઉપચાર કરનારને તામાત્તરપન =લાભાંતરફળવાળો શ્રદ્ધાયુવત્તા=શ્રદ્ધાયુક્ત હિતો:=હિતોદયવાળો =અને શુદ્રોપદ્રવદન=ક્ષદ્રોપદ્રવની હાતિવાળો તથા =તથા શિખમ્મતતા= શિષ્ટસમ્મતતાવાળો ઉપચાર છે. ૪૪ શ્લોકાર્ય : અને ઉપચાર કરનારને લાભાંતરફળવાળો, શ્રદ્ધાયુક્ત, હિતોદયવાળો અને શુદ્રોપદ્રવની હાનિવાળો તથા શિષ્ટસમ્મતતાવાળો ઉપચાર છે. ll૪૪ll

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218