________________
૧૬૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૨-૪૩ તેમને ગમે છે. આથી પહેલી દૃષ્ટિવાળા જીવો અહિંસાદિ વ્રતોના પાલનમાં કે ભગવદ્ભક્તિ આદિમાં રુચિવાળા હોય છે, અને ક્યારેક યોગમાર્ગને સાંભળવાનો પ્રસંગ હોય તો સાંભળવા પણ જાય છે, તે કથા તેમને ગમે પણ છે; આમ છતાં બીજી દૃષ્ટિવાળા જીવોને પ્રથમ દૃષ્ટિવાળા જીવો કરતાં કંઈક સ્પષ્ટ બોધ હોય છે, તેથી બીજી દૃષ્ટિવાળા જીવોને યોગમાર્ગને કહેનારા કથનોમાં અત્યંત ભાવથી પ્રતિબંધ વર્તે છે અને તે સાંભળવા માટે સતત અત્યંત પ્રયત્ન કરે છે; કેમ કે બીજી દૃષ્ટિવાળા જીવોને સામાન્યથી કંઈક તત્ત્વ દેખાય છે, તેથી વિશેષ જાણવાની જિજ્ઞાસા વર્તે છે, માટે યોગકથાની વાતો ચાલતી હોય તો તેને સાંભળવા માટે આવા જીવો સતત પ્રયત્ન કરે છે. વળી નિષ્પાપ એવા શુદ્ધ યોગોમાં વર્તતા યોગીઓમાં તેમને નિયમથી બહુમાન વર્તે છે; કેમ કે કંઈક સ્પષ્ટ બોધ હોવાને કારણે યોગીઓમાં વર્તતા યોગના માર્ગને તેઓ કંઈક સમજી શકે છે. આથી વિશેષ યોગમાર્ગની પ્રાપ્તિ માટે યોગકથાઓમાં રસ લે છે અને જે મહાત્માઓ વિશેષ યોગમાર્ગને પ્રાપ્ત કરી શક્યા છે, તેઓમાં વર્તતા નિષ્પાપ યોગોને જોઈને તેમને બહુમાન થાય છે. ll૪રા અવતરણિકા:
न केवलमयम्, किञ्च - અવતરણિકાર્ય :
કેવલ આ નથી-કેવલ શુદ્ધ યોગવાળા યોગીઓમાં બહુમાન નથી, તો શું છે ? ભાવાર્થ :
શ્લોક-૪૨ના ઉત્તરાર્ધમાં કહ્યું કે બીજી યોગદષ્ટિવાળા યોગીઓને શુદ્ધ યોગવાળા યોગીઓમાં બહુમાન હોય છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે શુદ્ધ યોગવાળા યોગીઓમાં માત્ર બહુમાન હોય છે કે તેઓની ભક્તિ આદિ પણ કરે છે ? તેથી કહે છે : કેવલ બહુમાન નથી, પરંતુ બીજું પણ કંઈક કરે છે, અને તેનો સમુચ્ચય વિષ્ય થી કરીને શ્લોકમાં બતાવે છે – શ્લોક :
यथाशक्त्युपचारश्च, योगवृद्धिफलप्रदः ।
योगिनां नियमादेव, तदनुग्रहधीयुतः ।।४३।। અન્વયાર્થ:
==અને જિનાં યોગીઓની આહાર લેનારા યોગીઓની યોવૃદ્ધિપત્તપ્ર-યોગવૃદ્ધિના ફળને દેનારો તનુશ્રીયુત =ઉપચારસંપાદકતી અર્થાત્ આહાર આપનારની અનુગ્રબુદ્ધિથી અર્થાત્ “આ મહાત્માને આહાર આપીને તેમની સંયમવૃદ્ધિમાં હું નિમિત્ત બનું તે પ્રકારની અનુગ્રહબુદ્ધિથી યુક્ત યથાશવિત્ત શક્તિના ઔચિત્યથી નિયમાવ પવાર =નિયમથી જ ઉપચાર છે=આહારાદિ દાનની ક્રિયા છે. II૪૩