________________
૧૬૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૧-૪૨ -: તત્ત્વગોચરા જિજ્ઞાસા :બીજી દૃષ્ટિવાળા જીવોને અષથી તત્ત્વજિજ્ઞાસા થાય છે, જે તત્ત્વની પ્રતિપત્તિને અનુરૂપ છે-તત્ત્વના નિર્ણયનું કારણ બને તેવી છે. અર્થાત્ આ જિજ્ઞાસા તત્ત્વને જાણવાની પ્રવૃત્તિ દ્વારા તત્ત્વના સ્વીકારમાં વિશ્રાંત થશે.
પહેલી દૃષ્ટિમાં અદ્વેષ ગુણ પ્રગટે છે. તે અદ્વેષ ગુણ બતાવતાં શ્લોક-૨૧માં કહ્યું કે અદેવકાર્યાદિમાં અદ્વેષ છે. કોઈ જીવ અદેવને દેવબુદ્ધિથી પૂજતો હોય તો પહેલી દૃષ્ટિવાળો જીવ ત્યાં દ્વેષ કરતો નથી, પરંતુ કરુણા કરે છે એમ શ્લોક-૨૧ની ટીકામાં બતાવ્યું.
વળી પ્રતિમાશતક ગાથા-૭૧માં ટીકામાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે વિધિઅદ્વૈષ પણ પ્રથમ યોગાંગની પ્રાપ્તિરૂપ છે. તેમાં યોગબિંદુ ગાથા-૧૫૯ની સાક્ષી આપેલ છે, અને તે ગાથામાં મુક્તિઅદ્વેષને કારણે આ સદનુષ્ઠાન છે તેમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મુક્તિનો અદ્વેષ એ પ્રથમ યોગાંગ છે અને મુક્તિના અષને ઉપલક્ષણથી યોગબિંદુમાં મોક્ષમાર્ગનો અદ્વેષ અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિતનો અદ્દેષ પણ ગ્રહણ કરેલ છે. વળી મુક્તિઅદ્વેષ બત્રીશીની ગાથા-૨૪માં કહ્યું કે ગુણનો અદ્વેષ ક્રિયારાગનો પ્રયોજક થાય તો સંસારહાસનું કારણ બને.
તેથી એ ફલિત થાય કે ગુણનો અદ્વેષ, ગુણવાનનો અદ્વેષ, મુક્તિનો અદ્વેષ, વિધિનો અદ્વેષ, મુક્તિમાર્ગનો અદ્વેષ, મુક્તિમાર્ગમાં પ્રસ્થિતનો અદ્દેષ કે અન્ય દર્શનવાળા અદેવને દેવરૂપે પૂજતા હોય તેના પ્રત્યેનો અદ્વેષ, તે સર્વ પ્રથમ દૃષ્ટિમાં વર્તતું અદ્વેષરૂપ યોગાંગ છે. શ્લોક-૩રમાં ‘વિતેપુરાન્તમ્' માં ગુણવાનમાં અદ્વેષ કહ્યો તે પણ પ્રથમ યોગાંગ સ્વરૂપ છે. આવો અદ્વેષ જેઓને પ્રગટેલો હોય તેવો જીવ જ્યારે બીજી દૃષ્ટિમાં આવે છે ત્યારે પ્રથમ દૃષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ બોધ થાય છે. તેથી યોગમાર્ગનો સામાન્ય બોધ થાય છે, જેથી વિશેષની જિજ્ઞાસા પ્રગટે છે અને આ જિજ્ઞાસાને કારણે બીજી દષ્ટિવાળા યોગી વિશેષ વિશેષ યોગમાર્ગને જાણવા પ્રવૃત્તિ કરે છે, જેના કારણે પાંચમી દૃષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે તત્ત્વની પ્રાપ્તિ થશે. તે બતાવવા માટે કહ્યું કે અષથી તત્ત્વગોચરા જિજ્ઞાસા થયેલ છે અને તે જિજ્ઞાસા તત્ત્વપ્રતિપત્તિને અનુગુણ છે અર્થાત્ તત્ત્વની પ્રાપ્તિનું અવશ્ય કારણ બને તેવા સ્વરૂપવાળી છે. આવા અવતરણિકા -
अस्यां दृष्टौ यदन्यद् गुणजातं भवति तदाह - અવતરણિયાર્થ:
આ દષ્ટિમાં બીજી દષ્ટિમાં, જે અન્ય ગુણસમુદાયકશ્લોક-૪૧માં બતાવ્યો તેના કરતાં અન્ય જે ગુણસમુદાય, થાય છે, તેને કહે છે –