________________
૧૬૭
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૪ ટીકા :
નામાન્તરત્નગ્ધ' ‘ી =3પવાર, શુદ્ધોપચારપુથારવિપાકમાવા, ગત વ‘શ્રદ્ધાયુ' उपचार इति प्रक्रमः, 'हितोदयः' पूर्ववत्, 'क्षुद्रोपद्रवहानिश्च' भवति, अत एव व्याध्यादिनाश: 'शिष्टसम्मतता तथा', अत एवास्यातिसुन्दरो बहुमानः ।।४४।।
ટીકાર્ય :
તામાત્તરપત્રશ્ય'... વદમાન 1 અને આનેaઉપચાર કરનારને, લાભાંતરફળવાળો ઉપચાર છે, એ પ્રકારે ઉપચારની અનુવૃત્તિ પૂર્વશ્લોકથી જાણવી.
આ ઉપચાર લાભાંતરફળવાળો કેમ છે ? તેમાં હેતુ કહે છે : શુદ્ધ ઉપચારના પુણ્યથી તથા=તે પ્રકારનો=લાભાંતરફળ પ્રગટે તે પ્રકારનો, કર્મનો વિપાક થવાથી ઉપચાર કરનારને લાભાાર ફલ પ્રાપ્ત થાય છે યોગમાર્ગની પ્રાપ્તિથી અન્ય ધનાદિ લાભની પ્રાપ્તિ થાય છે.
ગત પર્વ આથી જ લાભાંતરફળવાળો છે આથી જ, શ્રદ્ધાયુક્ત ઉપચાર છે. “ઉપચાર છે' એ કથન પ્રક્રમથી પ્રાપ્ત થાય છે.
fહતો:=પૂર્વતી જેમ=લાભાંતરફળવાળો છે એની જેમ હિતોદયવાળો ઉપચાર છે, અને શુદ્રોપદ્રવની હાનિ થાય છે.
આથી જ=આ ઉપચારથી દ્રોપદ્રવની હાનિ થાય છે આથી જ, વ્યાધિ આદિનો નાશ થાય છે.
અને આ ઉપચાર શિષ્ટસમ્મતતાવાળો છે, આથી જ=આ ઉપચાર શિષ્ટસમ્મતતાવાળો છે આથી જ, આને ઉપચાર કરનાર, અતિસુંદર બહુમાન છે યોગીના ગ્રાસાદિસંપાદનની ક્રિયામાં અતિસુંદર બહુમાન છે. I૪૪
‘આધ્યઃ ' માં ‘ ’ પદથી દરિદ્રતાનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે બીજી દૃષ્ટિવાળા જીવો શુદ્ધ યોગવાળા યોગીઓને યથાશક્તિ આહારાદિ સંપાદન દ્વારા ઉપચાર કરે છે દાન આપે છે. તે ઉપચાર કેવો છે તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે : બીજી દૃષ્ટિવાળા જીવો યોગીઓને જે આહારાદિ દાન કરે છે તેનાથી તેઓને યોગમાર્ગની પ્રાપ્તિરૂપ ફળ તો મળે છે, પરંતુ અન્ય લાભરૂ૫ ફળ પણ પ્રાપ્ત થાય છે; કેમ કે શુદ્ધ આહારાદિ ઉપચારની ક્રિયાથી બંધાયેલું પુણ્ય અન્ય લાભના ફળને આપે તે રીતે વિપાક પરિણામવાળું છે. જેમ શાલિભદ્રના જીવે પૂર્વભવમાં સંયમી મહાત્માની આહારાદિ દ્વારા ભક્તિ કરેલ, તેનાથી બંધાયેલું પુણ્ય યોગમાર્ગની પ્રાપ્તિનું તો કારણ બન્યું, પરંતુ અન્ય એવા ધનાદિની પ્રાપ્તિરૂપ ફળ આપનારું પણ થયું. તેથી શાલિભદ્રના ભવમાં વૈભવને પણ પામ્યા અને તે દાનના ફળથી યોગમાર્ગની પ્રાપ્તિરૂ૫ ફળ પણ મળ્યું.