________________
'૧પપ
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૦ (सासायणे, य) इति वचनात्, 'अस्यां तु तदवस्थायां' इत्यस्यामेव, 'मुख्यं =निरुपचरितम्, कुत इत्याह 'अन्वर्थयोगत:' एवं गुणभावेन गुणस्थानोपपत्तेरिति ।।४०।। ટીકાર્ય :
પ્રથમ' ... TUસ્થાનો પરિતિ | પ્રથમ આદ્ય, જે મિથ્યાદષ્ટિ નામનું ગુણસ્થાનક સામાન્યથી આગમમાં વર્ણન કરાયું; કેમ કે મિથ્યાષ્ટિ, સાસ્વાદન આદિ એ પ્રકારનું વચન છે, તે=પ્રથમ ગુણસ્થાનક, આ જ અવસ્થામાં યોગની પહેલી દષ્ટિવાળી જ અવસ્થામાં, મુખ્ય તિરુપચરિત, છે. કેમ તિરુપચરિત છે ? એથી કહે છે - અવર્થનો યોગ હોવાથી નિરુપચરિત છે. અન્વર્થના યોગનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે :
આ રીતે પૂર્વમાં નિનેષુ શ7 વિત્ત ઈત્યાદિ જે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, ગુણનો ભાવ હોવાને કારણે મોક્ષને અનુકૂળ ગુણોનો સદ્ભાવ હોવાને કારણે, ગુણસ્થાનની ઉપપત્તિ છે=ગુણના આધારની જીવમાં સંગતિ છે.
‘ત્તિ' શબ્દ પ્રથમ દૃષ્ટિની સમાપ્તિમાં છે. I૪૦ ભાવાર્થ :
મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન આદિ’ એ પ્રકારનું શાસ્ત્રવચન છે. આ વચન પ્રમાણે મિથ્યાદૃષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનકોનાં નામોનો ઉલ્લેખ છે, તેમાં પહેલું ગુણસ્થાનક મિથ્યાદૃષ્ટિ નામનું ગુણસ્થાનક છે, એમ સામાન્યથી કથન કર્યું છે; અને આ ગુણસ્થાનકમાં સમ્યકત્વ આદિ નહિ પામેલા સર્વ સંસારી જીવો છે. તેથી શાસ્ત્રવચન પ્રમાણે સર્વ મિથ્યાષ્ટિ જીવોનો આ ગુણસ્થાનકમાં સંગ્રહ છે, તોપણ ગુણસ્થાનક શબ્દની વ્યુત્પત્તિથી વિચારીએ તો પહેલું ગુણસ્થાનક પહેલી દૃષ્ટિમાં જ મુખ્યપણે પ્રાપ્ત થાય છે, કેમ કે ગુણસ્થાનક શબ્દની વ્યુત્પત્તિ એ છે કે “મોક્ષને અનુકૂળ એવા ગુણોનું સ્થાન તે ગુણસ્થાન.” આવા ગુણસ્થાનકમાં જે જીવો વર્તતા હોય તે જીવોમાં તે ગુણસ્થાનક છે તેમ કહેવાય. મિથ્યાત્વ અવસ્થામાં સર્વ સંસારી જીવો છે, તે સર્વ સંસારી જીવોમાં મોક્ષને અનુકૂળ એવો ગુણ નથી, તેથી ઉપચારથી તેઓ પહેલા ગુણસ્થાનકમાં છે તેમ કહેવાય છે; પરંતુ જે જીવો યોગની પહેલી દૃષ્ટિને પામ્યા છે તેમાં સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ જે ભાવો પ્રગટ થયા છે, તે સર્વ ભાવો મોક્ષને અનુકૂળ એવા ગુણોના સ્થાનરૂપ છે. તેથી શાસ્ત્રમાં કહેલું પહેલું ગુણસ્થાનક આ પહેલી દૃષ્ટિમાં જ નિરુપચરિત ઘટે છે. અન્ય જીવોમાં ગુણોનું સ્થાન એવું ગુણસ્થાનક નહિ હોવા છતાં મિથ્યાત્વ છે, તેને સામે રાખીને ઉપચારથી મિથ્યાત્વ ગુણસ્થાનક કહેલ છે.
આનાથી એ ફલિત થયું કે પહેલી દૃષ્ટિવાળા જીવોમાં મિથ્યાત્વ છે, છતાં મિથ્યાત્વ અવસ્થામાં પણ સંભવી શકે એવા મોક્ષને અનુકૂળ કેટલાક ગુણો પ્રગટ્યા છે, તેથી પહેલી દૃષ્ટિમાં રહેલા જીવોમાં નિરુપચરિત મિથ્યાષ્ટિ ગુણસ્થાનક છે. IIdoll