________________
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૩૯
૧૫૩ ટીકાર્ય :
‘પૂર્વાસસમાવે'.... ભાવ: II અપૂર્વકરણના આસન્નભાવરૂપ હેતુથી અને વ્યભિચારનો વિયોગ હોવાને કારણે તત્વથી પરમાર્થથી, આગચરમયથાપ્રવૃત્તકરણ, અપૂર્વ જ છે, એ પ્રમાણે યોગના જાણનારાઓ કહે છે, એ પ્રકારનો ભાવ છે. ૩૯ ભાવાર્થ :
જીવ ગ્રંથિભેદ અપૂર્વકરણથી કરે છે અને અપૂર્વકરણ એ ગ્રંથિભેદને અનુકૂળ જીવનો અધ્યવસાય છે, અને તે અધ્યવસાય અપૂર્વ છે; કેમ કે પૂર્વમાં જીવે ક્યારેય આવો ઉત્તમ અધ્યવસાય કર્યો નથી, તેથી આ અપૂર્વ કોટીનો અધ્યવસાય છે; અને આ અપૂર્વકરણના અધ્યવસાયથી જીવ ગ્રંથિનો ભેદ કરીને સમ્યકત્વ પામે છે; અને દરેક ચરમયથાપ્રવૃત્તકરણ એ અપૂર્વકરણના અતિ આસન્નભાવવાળું છે; કેમ કે ચરમયથાપ્રવૃત્તકરણમાં થતા યોગબીજોના ગ્રહણને અનુકૂળ અધ્યવસાયથી નિમિત્ત પામીને જીવને અપૂર્વકરણનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે. આ ચરમયથાપ્રવૃત્તકરણમાં થતો યોગબીજના ગ્રહણને અનુકૂળ અધ્યવસાય પણ પૂર્વમાં જીવને ક્યારેય પ્રાપ્ત થયો નથી; તેથી જેમ ગ્રંથિભેદ વખતે થતો અપૂર્વકરણનો ઉત્તમ અધ્યવસાય અપૂર્વ છે, તેમ અપૂર્વકરણના આસન્નભાવવાળો એવો ચરમયથાપ્રવૃત્તકરણનો અધ્યવસાય પણ અપૂર્વ જ છે.
વળી ચરમયથાપ્રવૃત્તકરણકાળમાં ગ્રહણ કરાતાં યોગબીજોનો અધ્યવસાય નિયમા ગ્રંથિભેદનું કારણ છે. તેથી ચરમયથાપ્રવૃત્તકરણમાં થયેલા યોગબીજના અધ્યવસાયમાં ગ્રંથિભેદરૂપ ફળ સાથે વ્યભિચારનો વિયોગ છે, અર્થાત્ વ્યભિચાર નથી. તેથી ચરમયથાપ્રવૃત્તકરણને પણ તત્ત્વથી અપૂર્વ જ કહેલ છે; કેમ કે ચરમાવર્તમાં કોઈક જીવને યથાપ્રવૃત્તકરણ અનેક વખત થવા છતાં તે સર્વ યથાપ્રવૃત્તકરણો યોગબીજોને ગ્રહણ કરે તેવાં જ થાય છે, તેને આશ્રયીને તે યથાપ્રવૃત્તકરણ પણ અપૂર્વ જ છે. જેમ કોઈ જીવ સમ્યકત્વ પામ્યા પછી મિથ્યાત્વને પામે તો ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરવા અપૂર્વકરણ કરે, અને તેમાં અનેક વખત મિથ્યાત્વ પામે તો અનેક વખત પણ અપૂર્વકરણ કરે. આમ અપૂર્વકરણ પણ કોઈ જીવને અનેક વખત થવા છતાં સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે જ થાય છે, માટે સર્વ અપૂર્વકરણો અપૂર્વ જ છે.
સામાન્ય રીતે અપૂર્વકરણનો જ અધ્યવસાય અપૂર્વ હોય અને ચરમયથાપ્રવૃત્તકરણનો અધ્યવસાય અપૂર્વ ન હોય તો, અને અપૂર્વકરણના આસન્નભાવમાત્રથી ચરમયથાપ્રવૃત્તકરણને અપૂર્વ કહેવું હોય તો, પરમાર્થથી અપૂર્વ છે તેમ ન કહેવાય; પરંતુ કારણમાં કાર્યનો ઉપચાર કરીને અપૂર્વ છે તેમ કહેવું પડે, અર્થાત્ અપૂર્વકરણનો અધ્યવસાય અપૂર્વ છે અને ચરમયથાપ્રવૃત્તકરણ તેના આસન્નભાવવાળું છે, માટે ઉપચારથી અપૂર્વ છે, તેમ કહેવું પડે; પરંતુ ગ્રંથકારને ચરમયથાપ્રવૃત્તકરણ ઉપચારથી અપૂર્વ માન્ય નથી, તે બતાવવા માટે જ કહ્યું કે તત્ત્વથી ચરમયથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ છે.
તેનાથી એ ફલિત થયું કે જેમ અપૂર્વકરણનો પરિણામ અનાદિ સંસારમાં સમ્યત્વની પ્રાપ્તિના કાળ સિવાય જીવે ક્યારેય પ્રાપ્ત કર્યો નથી તેથી તે અપૂર્વ છે, તેમ ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ પણ અપૂર્વ