________________
૧૩૫
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૦ ટીકા :
"एतद्' अनन्तरोदितं योगबीजोपादानं, 'भावमले-' तत्तत्पुद्गलादिसम्बन्धयोग्यतालक्षणे, क्षीणे' सति, न स्तोके किं तु ‘प्रभूते' (प्रभूत) पुद्गलपरावर्ताक्षेपके ‘जायते'–प्रादुर्भवति, 'नृणां' पुंसाम्, प्राय एतेऽधिकारिण इति नृग्रहणं, अन्यथा चातुर्गतिकमेतत्, प्रभूत एव क्षीणे नाल्प इत्याह 'करोत्यव्यक्तचैतन्यः' हिताहितविवेकशून्यो बाल:, 'न महत्कार्यं' अर्थानुष्ठानादि, 'यत्क्वचित्' किंतु व्यक्तचैतन्य एव करोति ।।३०।। ટીકાર્ચ -
તદ્ ગનન્તરોહિત..... રોતિ | આ આગળમાં કહેવાયેલ યોગબીજનું ઉપાદાન, પ્રભૂત ઘણા પગલપરાવર્તનો આક્ષેપક, તે તે પગલાદિના સંબંધની યોગ્યતાલક્ષણ ભાવમલ ક્ષીણ થયે છતે મનુષ્યોને પ્રાદુર્ભાવ થાય છે, પરંતુ થોડા પગલપરાવર્તનો આક્ષેપક ભાવમલ ક્ષીણ થયે છતે યોગબીજનું ઉપાદાન થતું નથી. પ્રાયઃ આ=મનુષ્યો, યોગબીજના ઉપાદાનના અધિકારી છે, એથી કરીને મનુષ્યોનું ગ્રહણ છે. અન્યથા =પ્રાયઃ ત ગ્રહણ કરીએ તો, આ યોગબીજનું ઉપાદાન, ચાતુર્ગતિક છે=ચારે ગતિઓમાં યોગબીજનું ગ્રહણ છે.
શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે : પૂર્વમાં કહ્યું કે પ્રભૂત ભાવમલ ક્ષીણ થયે છતે યોગબીજનું ગ્રહણ થાય છે, અલ્પ ક્ષીણ થયે છતે નહિ. એથી કહે છે અર્થાત્ ઘણો ભાવમલ ક્ષીણ થયે છતે કેમ થાય છે? અલ્પ ભાવમલ ક્ષીણ થયે છતે કેમ થતું નથી ? એથી કહે છે :
ક–જે કારણથી અવ્યક્તચૈતન્યવાળો હિતાહિતના વિવેકથી શૂન્ય એવો બાલ, કવિ-ક્યારેય, મહત્ કાર્ય અર્થઅનુષ્ઠાનાદિ ફળ પ્રાપ્ત થાય તેવાં અનુષ્ઠાનાદિ, કરતો નથી, પરંતુ વ્યક્તચૈતન્યવાળો જ કરે છે.
નોંધ:- ‘અર્થાનુષ્ઠાન' માં ‘દ્રિ' પદથી અર્થવાળી પ્રવૃત્તિ, અર્થવાળો બોધ ગ્રહણ કરવો. ll૩ની ભાવાર્થ :
ભાવમલનો અર્થ કર્યો : ‘તત્તપૂર્તાિસવુન્જયોગ્યતાત્રફળ’ ત્યાં ‘તત્ત~ાનસન્વન્યજયોગ્યતાનો’ પાઠ હોવો જોઈએ અને “તત્તપુર્નસવુન્યવયોગ્યતાનસને' માં ' પદથી તત્પત્નિપરિણમન' નું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થયું કે જીવની તે તે પુદ્ગલના સંબંધની યોગ્યતા અને તે તે પુદ્ગલના પરિણમનની યોગ્યતા તે ભાવમલ છે, અને ભાવમલ એટલે જીવમાં વર્તતી યોગ અને કષાયની પરિણતિ; કેમ કે યોગ અને કષાયની પરિણતિને કારણે જીવ તે તે પુદ્ગલોનો સંબંધ કરે છે, અને તે તે પુદ્ગલોને પરિણમન પમાડે છે; જ્યારે જીવ વીતરાગ થાય છે ત્યારે કષાયની યોગ્યતા જાય છે, તોપણ યોગની