________________
૧૩૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૯-૩૦ અહીં સ્થિર આશયનો અર્થ કર્યો કે વિપરીત દિશામાં જાય તેવા પ્રકારના ચિત્તના પ્રતિબંધની વિસોતસિકાનો અભાવ હોવાથી સ્થિર આશયવાળી છે.
તેથી એ પ્રાપ્ત થાય કે યોગબીજોથી વિપરીત ભાવો પ્રત્યે ચિત્તને પ્રતિબંધ વર્તતો હોય તો તે પ્રતિબંધને કારણે ચિત્તનો પ્રવાહ યોગબીજોથી વિપરીત દિશામાં જાય છે, તેનો અભાવ હોવાને કારણે યોગબીજો પ્રત્યે સ્થિર આશય પ્રગટે છે. અર્થાત્ આ યોગબીજો એકાંતહિત છે, તેવી સ્થિર પરિણતિ પ્રગટે છે. તેથી તે યોગબીજોનું શ્રવણ પણ યોગબીજ બને છે.
વળી યોગબીજના શ્રવણમાં પરિશુદ્ધ ઉપાદેયભાવ છે. આથી તે મહોદય છે અર્થાત્ ફલસુક્યનો અભાવ હોવાથી પ્રગટ થયેલો પરિશુદ્ધ ઉપાદેયભાવ છે, માટે તે કલ્યાણનું કારણ છે; કેમ કે ફલના
સ્ક્યના અભાવપૂર્વક બીજશ્રુતિની ઉપાદેયબુદ્ધિથી આનુષંગિક રીતે અભ્યદય થાય છે, અને કર્મ કરીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી બીજશ્રુતિનો ઉપાદેયભાવ મોક્ષનું સાધન છે. ૨૯ll અવતરણિકા :
एवमेतद्योगबीजोपादानं यथा जायते तथाभिधातुमाह - અવતરણિકાર્ચ -
આ રીતે શ્લોક-૨૫માં બતાવ્યું એ રીતે, આ=સંશુદ્ધ જિતકુશલચિત્તાદિ યોગબીજનું ગ્રહણ જે રીતે થાય છે, તે રીતે બતાવવા માટે કહે છે : ભાવાર્થ :
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ યોગબીજનું ગ્રહણ જે રીતે થાય છે તે રીતે કહેવા માટે કહે છે – શ્લોક :
एतद् भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् ।।
करोत्यव्यक्तचैतन्यो, महत कार्यं न यत्क्वचित ।।३०।। અન્વયાર્થ:
પ્રભૂત્તે ભાવમત્તે ક્ષીનેeઘણો ભાવમલ ક્ષીણ થયે છતે કૃષ્ણમનુષ્યોને આ યોગબીજનું ગ્રહણ નાયતે થાય છે; જે કારણથી વ્યવત્તવૈતન્ય =અવ્યક્તચૈતન્યવાળો વચ=ક્યારેય મહત્ વાર્થ મોટું કાર્ય ન રતિ-કરતો નથી. ૩૦ શ્લોકાર્થ :
ઘણો ભાવમલ ક્ષીણ થયે છતે મનુષ્યોને યોગબીજનું ગ્રહણ થાય છે; જે કારણથી અવ્યક્તચૈતન્યવાળો ક્યારેય મોટું કાર્ય કરતો નથી. llBoll