________________
૧૪૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૭ ટીકાર્ચ -
‘ત્વવ્યાધિ:'.... વેદત કૃતિ ! જે પ્રમાણે લોકમાં અલ્પવ્યાધિવાળો કોઈક ક્ષીણપ્રાય રોગવાળો કોઈક, તેના વિકારો વડે= વ્યાધિના વિકારો વડે કંડુ આદિ વડે, બાધા પામતો નથી વ્યાધિનું અલ્પપણું હોવાને કારણે બાધા પામતો નથી, વિ =અને શું? એથી કહે છે – અને રાજસેવાદિમાં ઈષ્ટસિદ્ધિ માટેનકુટુંબાદિ પાલન માટે, ચેષ્ટા કરે છે, આ=પૂર્વમાં વર્ણન કર્યું એ, દષ્ટાંત છે. આ આગળ વર્ણન કરાય છે, એ અર્થ ઉપાય છે. એથી કહે છે – અર્થાત્ અર્થ ઉપનયને કહે છે :
ધર્મયોતિરૂપ ધૃતિ વડે જ ‘યોગ' - આ યોગી, તે પ્રકારના અલ્પવ્યાધિવાળા પુરુષની જેમ સ્થૂલ અકાર્યની પ્રવૃત્તિના વિરોધ વડે, હિતમાં હિતના વિષયભૂત દાનાદિમાં, ચેષ્ટા કરે છે.
અહીં ધૃતિ ધર્મયોનિ કેમ છે ? તેમાં યુક્તિ આપે છે : ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા, વિજ્ઞપ્તિ “સ્કૃત=ણતા, એ=ધર્મયોનિઓ છે. એ પ્રકારનું વચન હોવાથી= અત્યદર્શનનું વચન હોવાથી, ધર્મયોતિરૂ૫ ધૃતિ વડે જ આ યોગી હિતમાં ચેષ્ટા કરે છે, એમ અવય છે. li૩૭માં
અહીં ટીકામાં ‘ધર્મનિરૂપયા’ પછી ‘તત્ત્વ' અને ‘ત વચના' પછી તનયા હેતુપૂતયા' એ કથનનું વિભક્તિથી કોઈ જોડાણ નથી, તેથી પાઠ કંઈક ત્રુટિત જણાય છે. માટે મૂળશ્લોકને સામે રાખીને જે પ્રમાણે અન્વય છે તે પ્રમાણે ટીકાર્થ લખેલ છે.
‘ટુંવારપાત્તનાથ' માં ‘મર' પદથી સ્વપાલનનું ગ્રહણ કરવું. ભાવાર્થ
શ્લોક-૩૫માં કહેલ કે ભાવલિની અલ્પતા એ સટૂણામાદિનો હેતુ છે. તેને અન્વયપ્રધાન દૃષ્ટાંતથી સમર્થન કરે છે.
જેમ લોકમાં કોઈ પુરુષને ઘણો રોગ બાધા કરતો હોય તો તે પુરુષ, તેને કુટુંબનું પાલન કે સ્વનું પાલન ઇષ્ટ હોવા છતાં તેને માટે ધનોપાર્જનાદિમાં પ્રવૃત્તિ કરી શકતો નથી; જ્યારે અલ્પવ્યાધિવાળો હોય તો તે વ્યાધિ તેને અતિ બાધા કરતો નથી, તેથી પોતાને ઇષ્ટ એવું કુટુંબનું પાલન, પોતાના દેહનું પાલન વગેરે કરવા માટે રાજસેવા આદિ પ્રવૃત્તિ કરે છે.
આ દૃષ્ટાંત દ્વારા અર્થનો ઉપનય કરે છે - જેમ તે અલ્પ વ્યાધિવાળો ઇષ્ટસિદ્ધિ માટે પ્રવૃત્તિ કરે છે, તેમ પહેલી દષ્ટિને પામેલા એવા આ યોગી ધર્મની યોનિભૂત એવી ધૃતિ વડે કરીને પોતાના હિતના વિષયભૂત દાનાદિમાં પ્રવૃત્તિ કરે છે.
આશય એ છે કે જેમ શરીરનો વ્યાધિ અલ્પ હોય તો ધનોપાર્જનાદિમાં સંસારી જીવો પ્રવૃત્તિ કરી શકે છે, તે રીતે ઘણો ભાવમલ ક્ષય થાય છે ત્યારે જીવમાં રાગાદિરૂપ ભાવરોગ અલ્પ થાય છે, તેથી આત્મહિતને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે. આ ઉચિત પ્રવૃત્તિ વૃતિથી થાય છે; કેમ કે ધૃતિ આદિ પાંચ, ધર્મની નિષ્પત્તિની યોનિઓ છે. તે આ રીતે –