________________
૧૫૦
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૩૭-૩૮
જીવ સંસારમાં સાત ભયોથી વ્યાકુળ હોય છે, તેથી તે સાત ભયોના નિવારણના બાહ્ય ઉપાયોમાં યત્ન કરે છે; પોતાને આજીવિકાની તકલીફ ન થાય, શત્રુ આદિથી કોઈ આપત્તિ ન આવે કે વૃદ્ધાવસ્થા જલદી ન આવે તેના માટે સર્વ પ્રવૃત્તિઓ કર્યા કરે છે; પરંતુ કર્મમલની અલ્પતા થવાથી યોગની પહેલી દૃષ્ટિને પામેલા યોગી, જેમ અલ્પ વ્યાધિવાળો જીવ પોતાના કુટુંબપાલન માટે ચેષ્ટા કરે છે, તેમ કૃતિપૂર્વક આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે. અહીં વિશેષ એ છે કે ધૃતિપૂર્વક આત્મહિતમાં પ્રવૃત્તિ કરવાથી અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધિ આ પાંચ ભૂમિકા ક્રમસર જીવમાં આવે છે. તેમાંથી અભય, ચક્ષુ, માર્ગ અને શરણ : એ ભાવો યોગની પ્રથમ ચાર દૃષ્ટિમાં થનારા હોવાથી ચારદષ્ટિસ્વરૂપ છે. તેમાં બોધિની પ્રાપ્તિ । સમ્યજ્ઞાન સ્વરૂપ છે અને યોગની પ્રથમ ચાર દૃષ્ટિઓ સમ્યજ્ઞાનની પૂર્વભૂમિકારૂપ છે. વળી ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ : એ પાંચ ધર્મયોનિઓ છે. ત્યાં પહેલી દૃષ્ટિમાં અભયની પ્રાપ્તિ થાય છે, તેને અહીં ધૃતિ શબ્દથી ગ્રહણ કરે છે. બીજી દૃષ્ટિમાં ચક્ષુ પ્રાપ્ત થાય છે, તેને અહીં શ્રદ્ધાથી ગ્રહણ કરેલ છે. ત્રીજી દૃષ્ટિમાં માર્ગની પ્રાપ્તિ થાય છે, તેને અહીં સુખાથી ગ્રહણ કરેલ છે. ચોથી દૃષ્ટિમાં શરણ પ્રાપ્ત થાય છે, તેને અહીં વિવિદિષાથી ગ્રહણ કરેલ છે. આ કૃતિ આદિ ચારેય પરિણામોથી વિજ્ઞપ્તિરૂપ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. વળી યોગની પ્રથમ ચાર દૃષ્ટિઓ સમ્યજ્ઞાનની પૂર્વભૂમિકારૂપે સમ્યજ્ઞાનરૂપ છે, અને બોધિની પ્રાપ્તિ એ સમ્યજ્ઞાન છે. આ બંને પ્રકારનાં સભ્યજ્ઞાન સમ્યપ્રવૃત્તિનું કારણ છે. માટે ધૃતિ આદિ પાંચેયને ધર્મની યોનિ કહેલ છે. II૩૭ના
અવતરણિકા :
एतदनन्तरोदितमखिलमेव यदोपजायते तदाभिधातुमाह
-
અવતરણિકાર્ય :
આ અનંતર કહેવાયેલું સર્વ જ=શ્લોક-૨૩થી સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ જે ભાવમલની અલ્પતાને કારણે થતાં યોગબીજો કહ્યાં તે સર્વ જ, જ્યારે થાય છે, તવા−તે કાળ, કહેવા માટે કહે છે –
શ્લોક ઃ
यथाप्रवृत्तकरणे, चरमेऽल्पमलत्वतः ।
आसन्नग्रन्थिभेदस्य, समस्तं जायते ह्यदः ।। ३८ ।।
અન્વયાર્થ :
અલ્પમત્વતઃ=અલ્પમલપણું હોવાને કારણે આાસન્નપ્રન્થિમેસ્વ=આસન્નગ્રંથિભેદવાળા જીવને ચરમે યથાપ્રવૃત્ત રો=ચરમયથાપ્રવૃત્તકરણમાં વઃ સમસ્તું=આ બધું=શ્ર્લોક-૨૩ થી ૩૭ સુધીમાં બતાવેલ સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ સર્વ ખાયતે=થાય છે. દી=પાદપૂર્તિ માટે છે. ।।૩૮।।