________________
૧૪૭
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૩૬
સાધુપુરુષોમાં, તેની પ્રતીતિ=સત્પ્રતીતિ, થતી નથી. કેવા પ્રકારની વિશિષ્ટ આ સત્પ્રતીતિ છે ? એથી કહે છે :
અભ્યુદયાદિસાધકપણું હોવાને કારણે મહોદયવાળી સત્પ્રતીતિ છે. આ જ અર્થને=ઘન મલ હોતે છતે સાધુમાં મહોદયવાળી સત્પ્રતીતિ થતી નથી એ જ અર્થને, પ્રતિવસ્તુની ઉપમાથી=સદેશ વસ્તુની ઉપમાથી, કહે છે :
લક્ષણવ્યંજનાદિ કાર્ત્યથી=લક્ષણવ્યંજનાદિના સંપૂર્ણપણાથી સમ્યક્ રૂપ ક્યારે પણ મંદલોચનવાળો શું ગ્રહણ કરે છે ? અર્થાત્ ઇંદ્રિયનો દોષ હોવાથી ગ્રહણ કરતો નથી જ. ।।૩૬।।
♦ ‘મ્યુલાવિ’ માં ‘વિ’ પદથી નિઃશ્રેયસ=મોક્ષનું ગ્રહણ કરવું.
♦ ‘તક્ષળવ્યગ્નવિ’ માં ‘વિ’ પદથી રેખા, ઉપરેખાનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે જીવમાં તેવા પ્રકારની ભાવમલની અલ્પતાથી સત્પ્રણામાદિ થાય છે. તેને જ દઢ કરવા માટે કહે છે :
જીવમાં ભાવમલ ઘણો હોય તો સાધુ પુરુષમાં આ ગુણવાન પુરુષ છે તે પ્રકારે પ્રતીતિ થતી નથી. જોકે ઘન ભાવમલવાળા જીવો પણ તીર્થંક૨ની પુણ્યપ્રકૃતિ આદિ જોઈને તેઓને નમસ્કાર આદિ કરે છે, પરંતુ તે નમસ્કાર માત્ર બાહ્ય વૈભવથી પ્રભાવિત થઈને કરે છે. તેવા નમસ્કારની વ્યાવૃત્તિ ક૨વા માટે કહે છે કે સાધુ પુરુષોમાં અભ્યુદય અને મોક્ષની સાધક એવી મહોદયવાળી પ્રતીતિ જીવને ઘન ભાવમલ હોતે છતે થતી નથી.
તેથી એ ફલિત થયું કે ઘણો ભાવમલ જાય ત્યારે ગુણવાનના ગુણોથી આકર્ષાઈને બહુમાનનો ભાવ થાય છે, અને તેના કારણે અભ્યુદય અને મોક્ષનું કારણ બને તેવી ગુણવાન પુરુષોમાં સત્પુરુષની પ્રતીતિ થાય છે. તેવી સત્પુરુષની પ્રતીતિ ઘણો ભાવમલ હોય ત્યારે થાય નહિ, તેથી ભાવમલની અલ્પતા જ સત્પ્રણામાદિનું નિમિત્ત કારણ છે એ પ્રકારે પૂર્વશ્લોક સાથે સંબંધ છે; અને તેને સદેશ વસ્તુની ઉપમા દ્વારા બતાવે છે :
જેની ચક્ષુની શક્તિ નબળી હોય તે જીવ ક્યારેય લક્ષણવ્યંજનાદિ કાર્ત્યથી સમ્યગ્ રૂપ જોઈ શકતો નથી. અહીં કદાચિત્ કહેવાથી એ કહેવું છે કે જે જીવ પાસે લક્ષણ, વ્યંજન, રેખા, ઉપરેખા આદિનું જ્ઞાન છે અને અન્ય જીવના રૂપને જોવા માટે પ્રયત્નવાળો પણ છે, આમ છતાં ચક્ષુમાં દોષ હોય તો દેહનાં લક્ષણો, વ્યંજનો, રેખા, ઉપરેખા વગેરે ક્યારેય યથાર્થ જોઈ શકતો નથી; કેમ કે ચક્ષુમાં સામર્થ્ય નથી. તે રીતે જેનો ભાવમલ અલ્પ થયો-નથી, તેવો જીવ કોઈક રીતે મનુષ્યભવને પામીને ઘણો બુદ્ધિમાન હોય અને ઘણાં શાસ્ત્રો ભણ્યો હોય, તોપણ ભાવમલની પ્રચુરતાને કારણે તેને તત્ત્વને જોવાની નિર્મળ અંતરંગ ચક્ષુ નથી; તેથી ક્યારે પણ ગુણવાન પુરુષોમાં રહેલા મોક્ષને અનુકૂળ પારમાર્થિક ગુણોને તે જોઈ શકતો નથી. તેથી જે જીવમાં ભાવમલની અલ્પતા થાય, તેવા જીવને તત્ત્વ જોવાની કંઈક નિર્મળ પ્રજ્ઞા પ્રગટે છે, અને તેવો જીવ સાધુમાં રહેલ મોક્ષસાધક યોગોને કંઈક જોઈ શકે છે, જેના કારણે તેમના પ્રત્યે બહુમાન થાય છે અને તે બહુમાનથી પ્રેરાઈને સત્પ્રણામાદિ કરે છે.