________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૫
૧૪૫ ભાવાર્થ :
ભાવમલના અપગમને કારણે જીવમાં ત્રણ અવંચકને અનુકૂળ ત્રણ પ્રકારની અવ્યક્ત સમાધિ પ્રગટે છે. યોગાવંચકસમાધિ :- ભાવમલના અપગમને કારણે જે પુરુષમાં યોગાવંચકને અનુકૂળ અવ્યક્ત સમાધિ પ્રગટી છે, તે પુરુષને સાધુનું દર્શન થાય ત્યારે ગુણવાન એવા તે સાધુને ગુણવાનરૂપે જોઈને તે સાધુ પ્રત્યે તે પુરુષ ભક્તિવાળો થાય છે. આ પ્રકારનો પરિણામ થવામાં તે પુરુષમાં પ્રગટેલ યોગાવંચકસમાધિ કારણ છે.
ક્રિયાવંચકસમાધિ:- યોગાવંચકસમાધિવાળા પુરુષ કરતાં જે પુરુષમાં અધિક ભાવમલનો અપગમ થયો છે, તે પુરુષમાં યોગાવંચક અને ક્રિયાવંચક નામની બે પ્રકારની અવ્યક્તસમાધિ પ્રગટે છે. તે પુરુષને સાધુનું દર્શન થાય ત્યારે ગુણવાન એવા તે સાધુને ગુણવાનરૂપે જોઈને તે સાધુ પ્રત્યે તે પુરુષ ભક્તિવાળો થાય છે. અને વિશેષ પ્રકારના બહુમાનથી વંદનાદિ ક્રિયા કરે છે, જેના બળથી યોગમાર્ગનાં પ્રતિબંધક ઘણાં કર્મો નાશ કરે છે. આ પ્રકારનો પરિણામ થવામાં તે પુરુષમાં પ્રગટેલ ક્રિયાવંચકસમાધિ કારણ છે.
ફલાવંચકસમાધિ:- વળી જે પુરુષમાં ત્રણે અવંચક સમાધિને અનુકૂળ ભાવમલનો અપગમ થયો છે, તે પુરુષમાં યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક નામની ત્રણ પ્રકારની અવ્યક્તસમાધિ પ્રગટે છે. તે પુરુષને સાધુનું દર્શન થાય ત્યારે ગુણવાન એવા તે સાધુને ગુણવાનરૂપ જોઈને તે સાધુ પ્રત્યે ભક્તિવાળો થાય છે, તે વિશેષ પ્રકારના બહુમાનથી વંદનાદિ ક્રિયા કરે છે, અને ગુણવાન સાધુ પાસેથી પ્રાપ્ત થતા ઉપદેશ દ્વારા ગુણવાન સાધુ સાથેના યોગના ફળભૂત સાનુબંધ ધર્મની પ્રાપ્તિ કરે છે. આ ત્રીજા પ્રકારનો પરિણામ થવામાં તે પુરુષમાં પ્રગટેલ ફળાવંચકસમાધિ કારણ છે. આ શ્લોકનો સંબંધ પૂર્વના શ્લોકો સાથે આ રીતે છે :
શ્લોક-૩૦માં કહ્યું કે ઘણો ભાવમલ ક્ષીણ થાય ત્યારે જીવ સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ યોગબીજાને ગ્રહણ કરે છે, અને ઘણો ભાવમલનો ક્ષય ચરમાવર્તમાં થાય છે, તે વાત શ્લોક-૩૧માં બતાવી; અને તેમાં યુક્તિ આપી કે શાસ્ત્રકારોએ ચરમાવર્તનું જે લક્ષણ કર્યું છે, તે લક્ષણ બતાવે છે કે ચરમાવર્તમાં ઘણો ભાવમલ ક્ષીણ થયો છે; અને આવા લક્ષણવાળા ચરમાવર્તી જીવને અવંચકના ઉદયથી શુભનિમિત્તસંયોગ પ્રાપ્ત થાય છે તે શ્લોક-૩૩માં બતાવ્યું; અને અવંચકનો ઉદય જીવને સ...સામાદિ નિમિત્તવાળો છે અને સત્કામાદિમાં મુખ્ય કારણ જીવમાં ભાવમલની અલ્પતા છે, તે આ શ્લોક-૩પથી બતાવે છે.
તેથી એ ફલિત થાય કે ચરમાવર્તવર્તી જીવો ભાવલિની અલ્પતાવાળા છે, અને તેવા જીવો વિશેષ બોધ નહિ હોવા છતાં સાધુના ત્યાગને જોઈને તેમના પ્રત્યે બહુમાનભાવવાળા થાય છે, સાધુને જોતાં સ—ણામાદિ કરે છે, અને તેનાથી જીવને અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે. જેમ ધર્મપાલના જીવે સાધુને જોઈને વિચાર કર્યો કે આ મહાત્માઓ પોતાનું આત્મહિત સાધે છે અને આપણે ચોરી આદિ કરીને આપણો જન્મ વ્યર્થ ખોયો. આ પ્રકારની મહાત્માની પ્રશંસાથી તેનામાં યોગબીજનું ગ્રહણ થયું અને અવંચકત્રયના અંતરાયભૂત કર્મનું વિગમન થવાથી અવ્યક્તસમાધિ પ્રગટી, જેથી બીજા ભવમાં મહાવીર ભગવાનની દેશના સાંભળે છે ત્યારે યોગાવંચકસમાધિને કારણે ગુણસંપન્ન એવા ભગવાનના યોગ ગુણસંપન્નરૂપે થયો, અને ઉપદેશ સાંભળીને સમ્યત્વની પ્રાપ્તિ થઈ. ll૩પ