________________
૧૪૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૪
બાણની લક્ષ્યક્રિયા, તપ્રધાનપણું હોવાને કારણે લક્ષ્યપ્રધાનપણું હોવાને કારણે, તદ્ અવિસંવાદી જ હોય છે લક્ષ્યને અવિસંવાદી જ હોય છે; અન્યથા=લક્ષ્યને અવિસંવાદી ન હોય તો, લક્ષ્યક્રિયાત્વનો અયોગ હોવાથી (લક્ષ્યક્રિયા કહેવાય નહિ. તે જ રીતે યોગાવંચક આદિ ત્રણ અવિસંવાદી ન હોય તો યોગાવંચક આદિ કહેવાય નહિ, તેમ રૂપુનર્રાયોપમન્ દ્વારા બતાવેલ છે.)
આ રીતે પૂર્વમાં કહ્યું કે અવંચકત્રય રૂપુનર્યાદ્રિયોપમન્ છે એ રીતે, સાધુને આશ્રયીને યોગાવંચક તેમના યોગનો સાધુના યોગનો, અવિસંવાદી છે; એ રીતે જે રીતે યોગાવંચક ઈર્ષાલક્ષ્યક્રિયોપમાવાળો હોવાથી અવંચક છે એ રીતે, તેની વંદનાદિ ક્રિયાને સાધુને કરાતી વંદન ક્રિયાને અથવા તેના ફળ= સાધુયોગના ઉપદેશારિરૂપ ફળને, આશ્રયીને, આત્રક્રિયાવંચક અથવા ફલાવંચક, એ રીતે જ જાણવો= અવિસંવાદી છે એ રીતે જ જાણવો. li૩૪
કે અહીં તદ્રુન્દ્રય તત્પન્ન ૨' એ પ્રકારનો ટીકાના અંતમાં પાઠ છે. તેના સ્થાને 'તત્રંન્દ્રક્રિયાન્તનં ' એ પ્રકારનો પાઠ હસ્તલિખિત પ્રતમાં છે અને તે શુદ્ધ છે; કેમ કે તન્દ્રનજ્યિાં એ ‘મશ્રિત્ય' નું કર્મ છે, અને સંધિના નિયમથી પાછળ ‘ત' હોવાથી ‘ક્રિયા' માં ' નો ' થયેલ છે.
* ટીકાના અંતમાં ‘ત૬ન્દ્રનજિયાં તેનું વાશ્રિત્ય' છે ત્યાં ', wાર ‘વા' »ાર અર્થમાં છે.
ભાવાર્થ :
આગમમાં યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એમ ત્રણ અવંચક કહ્યા છે, અને અવ્યક્ત સમાધિના અધિકારમાં આ ત્રણ અવંચકનું કથન છે. તેથી આ ત્રણે અવંચક જીવમાં રહેલ અવ્યક્તસમાધિરૂપ છે. જીવમાં યોગમાર્ગની પ્રવૃત્તિના પ્રતિબંધક મોહનીયકર્મના જુદા જુદા પ્રકારના ક્ષયોપશમના કારણે તેવા પ્રકારના ત્રણ આશયો પ્રગટે છે, અને આ ત્રણે અવંચક ઇષની લક્ષ્મ વીંધવાની ક્રિયાની ઉપમાવાળા છે. જેમ લક્ષ્ય વીંધવાની પ્રધાનતા કરીને બાણ મૂકવામાં આવે અને બાણ તે લક્ષ્યને વીંધે તો બાણની તે લક્ષ્યક્રિયા છે તેમ કહેવાય, અન્યથા તે લક્ષ્યક્રિયા કહેવાય નહિ. એ રીતે કોઈ જીવને સાધુનો યોગ થાય અને તે યોગ અવિસંવાદી હોય તો યોગાવંચક કહેવાય અન્યથા યોગાવંચક કહેવાય નહિ. તે રીતે ક્રિયાપંચક અને ફલાવંચક પણ અવિસંવાદિ હોય તો ક્રિયાવંચક અને ફલાવંચક કહેવાય અન્યથા ક્રિયાવંચક કે ફલાવંચક કહેવાય નહિ.
આશય એ છે કે ગુણસંપન્ન મહાત્માને ગુણસંપન્નરૂપે જોવા તે ગુણસંપન્નનો યોગ અવંચક છે, અને ગુણસંપન્ન મહાત્માને પ્રણામાદિ ક્રિયાનો નિયમ કરે તે ક્રિયાવંચક છે, અને ગુણસંપન્ન મહાત્માનો યોગ થયા પછી ઉપદેશાદિ દ્વારા ધર્મસિદ્ધિના વિષયમાં સાનુબંધ ફળની પ્રાપ્તિ થાય તે ફલાવંચક છે. તેથી એ ફલિત થયું કે ચરમાવર્તમાં આવેલો જીવ દુઃખિતોમાં અત્યંત દયા આદિ ભાવવાળો હોય છે ત્યારે, એવા જીવને તેનામાં રહેલ આ ત્રણ પ્રકારની અવંચકસમાધિને કારણે સદ્યોગાદિ શુભનિમિત્તસંયોગ થાય છે, જે તેની કલ્યાણની પરંપરાનું કારણ બને છે. I૩૪