________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૩-૩૪
૧૪૧ કર્યો કે આવા પ્રકારના લક્ષણવાળા યોગી દુઃખિતમાં દયા, ગુણવાનમાં અદ્વેષ આદિ પ્રકૃતિઓ હોવાથી ભદ્રમૂર્તિ છે=પ્રિયદર્શન છે અર્થાત્ આવા જીવોનું દર્શન લોકોને પ્રીતિ ઉત્પન્ન કરે તેવું છે. વળી આવા પ્રકારના જીવમાં મોક્ષમાર્ગના બીજને ગ્રહણ કરે તેવા સદ્વર્યનો યોગ હોવાને કારણે તે મહાત્મા છે, અને આવા પ્રકારના મહાત્માને અવંચકનો ઉદય હોવાથી પ્રશસ્ત એવો નિમિત્તસંયોગ પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે ઉપર બતાવેલા ગુણોવાળા જીવમાં રહેલ અવ્યક્ત સમાધિરૂપ અવંચકના ઉદયથી ગુણવાન પુરુષનો યોગ થાય છે ત્યારે તેમના પ્રત્યે તે જીવને બહુમાન થાય છે, તે યોગાવંચક સમાધિનું કાર્ય છે.
વળી, ગુણવાન પુરુષનો યોગ થયા પછી તે જીવ ભક્તિથી શાસ્ત્રાનુસારી વિધિપૂર્વક તેમને વંદનાદિ ક્રિયા કરે તો તે ક્રિયા જીવમાં વિશેષ ગુણના આવિર્ભાવનું કારણ બને છે, તે ક્રિયાવંચક સમાધિનું કાર્ય છે.
વળી ગુણવાન પુરુષ પણ આની યોગ્યતાને જોઈને તેની યોગ્યતાને અનુરૂપ ઉચિત ઉપદેશ આપે, અને આવા જીવમાં તે ઉચિત ઉપદેશ પણ સમ્યક્ પરિણમન પામે, તો તે ફલાવંચક સમાધિનું કાર્ય છે.
તેથી એ ફલિત થયું કે ગુણવાનનો યોગ, ગુણવાનને કરાતી વંદનક્રિયા અને ગુણવાન પાસેથી સાંભળવા મળતો યોગમાર્ગનો ઉપદેશ, આ ત્રણે નિમિત્તો આવા જીવમાં તેની ભૂમિકા પ્રમાણે મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટ કરવામાં નિમિત્ત બને છે. તેથી આ ત્રણે નિમિત્તોને શુભનિમિત્તસંયોગ કહેલ છે.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે ગુણવાનનો યોગ, તેમને કરાતી વંદનક્રિયા, અને તેમની પાસેથી પ્રાપ્ત થતો ઉપદેશ નિમિત્તકારણ છે. જીવમાં વર્તતી ત્રણ પ્રકારની યોગ્યતા તે અવંચકત્રય છે; અને ગુણવાનને જોઈને થતું બહુમાન, વિધિપૂર્વકની વંદનક્રિયાથી થતી ભાવશુદ્ધિ, અને ઉપદેશનું પરિણમન એ ત્રણ ક્રમસર ત્રણ અવંચક સમાધિનાં કાર્ય છે. N૩૩ અવતરણિકા :
अवञ्चकोदयाद् इत्युक्तं, अत एतत्स्वरूपप्रतिपिपादयिषयाह - અવતરણિકાર્ય :
અવંચકતા ઉદયથી, એ પ્રમાણે કહેવાયું અર્થાત્ શ્લોક-૩૩માં અવંચકના ઉદયથી શુભનિમિત્તસંયોગ થાય છે, એ પ્રમાણે કહેવાયું. આથી આના સ્વરૂપને-અવંચકતા સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઈચ્છાથી કહે છે –
બ્લોક :
योगक्रियाफलाख्यं यत् श्रूयतेऽवञ्चकत्रयम् ।
साधूनाश्रित्य परममिषुलक्ष्यप्रि(क्रि)योपमम् ।।३४।। અન્વયાર્થ:
=જે કારણથી સાધૂમ્ શ્ર=સાધુને આશ્રયીને રૂપુર્યાયિોપમxઈષલક્ષ્યક્રિયાની ઉપમાવાળું પર શ્રેષ્ઠ વો ક્રિયાપત્તાણં ગવશ્વયં યોગ-ક્રિયા-ફલ તામવાળું અવંચકત્રય શ્રવર્ત=સંભળાય છે=