________________
૧૪૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૩
શ્લોક :
एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः ।
शुभो निमित्तसंयोगो, जायतेऽवञ्चकोदयात् ।।३३।। અન્વયાર્થ:
મદ્રમૂર્વે: મહાત્મનઃ પૂર્વાવસ્થ નીવચ્ચ=ભદ્રમૂર્તિ, મહાત્મા એવા આવા પ્રકારના જીવને=ભદ્રમૂર્તિ, મહાત્મા એવા શ્લોક-૩૨માં કહેલા લક્ષણવાળા જીવતે જુમો નિમિત્તસંયt=શુભ નિમિત્તસંયોગ અવશ્વોયા–અવંચકતા ઉદયથી નાવતે થાય છે. ૩૩ શ્લોકાર્ચ -
ભદ્રમૂર્તિ, મહાત્મા એવા શ્લોક-૩૨માં કહેલા લક્ષણવાળા જીવને શુભ નિમિતસંયોગ અવંચકના ઉદયથી થાય છે. 1331 ટીકા :
‘एवंविधस्य जीवस्य' अनन्तरोदितलक्षणयोगिनो, 'भद्रमूर्ते:' प्रियदर्शनस्य, 'महात्मनः' सद्वीर्ययोगेन किमित्याह 'शुभ:'-प्रशस्तः, क इत्याह 'निमित्तसंयोगः' सद्योगादिसंयोगः, सद्योगादिनामेव निःश्रेयससाधननिमित्तत्वात् 'जायते', कुत इत्याह 'अवञ्चकोदयात्' वक्ष्यमाणसमाधिविशेषोदयादित्यर्थः ।।३३।। ટીકાર્ચ -
‘વંવિદ નીવ' વિશેષાહિત્યર્થ: ભદ્રમૂર્તિ પ્રિયદર્શન, સદ્વર્યનો યોગ હોવાને કારણે મહાત્મા એવા આવા પ્રકારના જીવને-અનંતર કહેવાયેલા લક્ષણવાળા યોગીને શ્લોક-૩૨માં કહેવાયેલા લક્ષણવાળા યોગીને, શુભ=પ્રશસ્ત, નિમિત્તસંયોગ=સદ્યોગાદિનો સંયોગ, થાય છે.
અહીં સદ્યોગાદિ સંયોગને શુભનિમિત્તસંયોગ કેમ કહ્યો ? તેથી કહે છે : સદ્યોગાદિનું જ નિઃશ્રેયસતા સાધનનું નિમિત્તપણું છે અર્થાત્ મોક્ષને સાધવામાં નિમિત્તપણું છે. આવા પ્રકારના મહાત્માને શુભ નિમિત્તસંયોગ શેનાથી થાય છે ? એથી કહે છે : વસ્થમાણ સમાધિવિશેષતા ઉદયરૂપ અવંચકતા ઉદયથી શુભ નિમિત્તસંયોગ થાય છે, એમ અવય છે. ૩૩
‘સોવિસંયોr:' માં ' પદથી સક્રિયા અને સત્કલનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
શ્લોક-૩રમાં ચરમાવર્તવર્તી જીવનું લક્ષણ બતાવ્યું. એવા લક્ષણવાળો જીવ મોક્ષને સાધનાર હોવાથી યોગી છે; કેમ કે શ્લોક-૩૨માં કહેલું લક્ષણ એ યોગબીજરૂપ છે એમ ઉપદેશરહસ્યમાં કહેલ છે; અને યોગબીજ યોગી જ ગ્રહણ કરી શકે, અન્ય નહિ. તે બતાવવા માટે ટીકામાં આવા પ્રકારના જીવનો અર્થ