________________
૧૩૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૯ શ્લોકાર્ચ -
બીજને કહેનારાં વચનોમાં સંવેગથી સ્થિર આશયવાળી પ્રતિપત્તિ યોગબીજ છે, અને પરિશુદ્ધ એવો બીજશ્રુતિનો ઉપાદેયભાવ યોગબીજ છે, બીજશ્રુતિનો ઉપાદેયભાવ મહોદય છે. ll૨૯ll ટીકા -
'बीजश्रुतौ च' यथोक्तगोचरायाम्, 'संवेगात्' श्रद्धाविशेषात्, ‘प्रतिपत्तिः' एवमेतत् - इत्येवंरूपा, 'स्थिराशया' - तथाविधचित्तप्रबन्धविस्रोतसिकाऽभावेन । 'तदुपादेयभावश्च'=बीजश्रुत्युपादेयभावश्च, 'परिशुद्धः' - फलौत्सुक्याभावेन, 'महोदयः' अत एव, अनुष्वङ्गिकाभ्युदयतो निःश्रेयससाधनाદ્વિતિ ારા ટીકાર્ય :
વીનશ્રતો '.... નિઃશ્રેયસસ નિિત | જે પ્રમાણે પૂર્વમાં યોગબીજો કહ્યાં તદ્વિષયક બીજશ્રુતિમાં= બીજને કહેનારાં વચનોના શ્રવણમાં, સંવેગથી શ્રદ્ધાવિશેષથી યોગબીજ પ્રત્યેની રુચિવિશેષથી, તેવા પ્રકારના ચિત્તના પ્રબંધરૂપ વિસ્રોતસિકાનો અભાવ હોવાને કારણે યોગમાર્ગથી વિપરીત એવા ભોગમાર્ગ પ્રત્યેનો જે ચિત્તનો પ્રવાહ, એ રૂ૫ ચિતનો વિપરીત સ્રોત, તેનો અભાવ હોવાને કારણે, સ્થિર આશયવાળી “આયોગબીજોનું જે શ્રવણ કર્યું છે, આમ છે=આત્માને માટે હિતકારી છે,” એવા સ્વરૂપવાળી પ્રતિપત્તિ, યોગબીજ છે.
ફલસૂક્યનો અભાવ હોવાને કારણે પરિશુદ્ધ એવો તેનો ઉપાદેયભાવ બીજશ્રુતિનો ઉપાદેયભાવ, યોગબીજ છે, એમ અવય છે. ગત વ આથી જ=બીજશ્રવણમાં પરિશુદ્ધ ઉપાયભાવ છે આથી જ મહોય =બીજશ્રુતિનો ઉપાદેયભાવ મહોદય છે; કેમ કે આનુષંગિક અભ્યદયથી વિશ્રેયસનું સાધન છે – સિદ્ધિ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ll૨૯. ભાવાર્થપૂર્વમાં લેખનાદિ યોગબીજો બતાવ્યાં, તેમ અન્ય બે યોગબીજો પણ બતાવે છે :
(૧) પૂર્વમાં વર્ણન કરાયેલ બીજવિષયક શ્રુતિમાં=બીજને કહેનારાં વચનોના શ્રવણમાં, સંવેગથી કોઈને સ્થિર આશયવાળી પ્રતિપત્તિ થાય તે યોગબીજ છે.
આશય એ છે કે મિત્રાદૃષ્ટિવાળા યોગી યોગબીજોનું શ્રવણ કરે તે વખતે તે યોગબીજો પ્રત્યે તીવ્ર રુચિ થાય છે, અને તે તીવ્ર રુચિપૂર્વક “આ યોગબીજો મારા આત્માના કલ્યાણનાં પરમ કારણ છે” એવા પ્રકારનો સ્થિર પરિણામ થાય તે યોગબીજ છે, અર્થાત્ પહેલી દૃષ્ટિવાળાને કંઈક અંશે સંસાર પ્રત્યેનો વિમુખભાવ થયો છે, તેથી સંસારના ગાઢ આકર્ષણરૂપ ચિત્તનો વિપરીત પ્રવાહ વર્તતો નથી. તેથી યોગબીજોને સાંભળે છે ત્યારે આ યોગબીજો જ ખરેખર જીવનમાં સેવવા જેવાં છે, એવો સ્થિર આશય થાય છે, તે યોગબીજ છે.