________________
૧૩૨
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૮-૨૯
જેમ, સત્શાસ્ત્રોના બહુમાનને કારણે લેખનાની ક્રિયા યોગબીજ છે, તેમ મિત્રાદૃષ્ટિવાળા યોગી સત્શાસ્ત્રો પ્રત્યેના બહુમાનની અભિવ્યક્તિની ક્રિયાસ્વરૂપ પુષ્પવસ્ત્રાદિથી પૂજના કરે તો તે પણ યોગબીજ છે.
તે રીતે જેમને યોગમાર્ગ પ્રત્યે બહુમાન હોય તેવા મિત્રાદ્દષ્ટિવાળા જીવો ગ્રંથ લખવાની સામગ્રીરૂપ પુસ્તક અથવા અન્ય લેખનસામગ્રીનું દાન કરે તો તે યોગબીજ છે; અથવા પોતાને મળેલું યોગનું પુસ્તક યોગ્ય જીવનો ઉપકાર કરવાની બુદ્ધિથી દાન કરે, તો તે પણ યોગબીજ છે.
વળી મિત્રાદષ્ટિવાળા યોગી યોગમાર્ગને કહેનારા વ્યાખ્યાનનું શ્રવણ કરે એ પણ યોગબીજ છે, અને સ્વયં જ યોગમાર્ગને બતાવનારા યોગગ્રંથોનું વાંચન કરે તે પણ યોગબીજ છે. વળી યોગગ્રંથના અર્થનું વિધિપૂર્વક ગ્રહણ કરે તે પણ યોગબીજ છે, અને પોતાને સ્વયં અર્થનો બોધ ન થતો હોય તો યોગ્ય વ્યક્તિ પાસે તે અર્થને જાણીને બોધ કરે તે પણ યોગબીજ છે, અને ગ્રહણ કરાયેલા અર્થનું ભવ્ય જીવોમાં નિરાશંસ ભાવથી પ્રકાશન કરે તે પણ યોગબીજ છે.
સત્શાસ્ત્રોનું વાચના-પૃચ્છનાથી ગ્રહણ કરવું, ગ્રહણ કર્યા પછી પરાવર્તન કરીને સ્થિર કરવું, સ્થિર કર્યા પછી તેના પદાર્થોની પુનઃ પુનઃ અનુપ્રેક્ષા ક૨વી તે સર્વ પણ યોગબીજો છે.
વાચના, પૃચ્છનાથી ગ્રહણ કરાયેલા ગ્રંથોના પદાર્થોનું ચિંતવન કરીને સૂક્ષ્મ અર્થનો બોધ કરવો તે પણ યોગબીજ છે, અને તે રીતે બોધ કર્યા પછી તે શાસ્ત્રીય ભાવોથી આત્માને ભાવિત કરવો તે પણ યોગબીજ છે. ૨૮॥
અવતરણિકા :
तथा
-
અવતરણિકાર્ય :
અન્ય યોગબીજોનો સમુચ્ચય કરવા અર્થે ‘તથા’ નો પ્રયોગ કરેલ છે.
શ્લોક ઃ
बीजश्रुतौ च संवेगात् प्रतिपत्तिः स्थिराशया । તનુપાદેવભાવશ્વ, પરિશુદ્ધો મહોવયઃ ।।૨૬।।
અન્વયાર્થ:
વીનવ્રુત=બીજશ્રુતિમાં=બીજને કહેનારાં વચનોમાં સંવેત્=સંવેગથી ચિરાશવા પ્રતિપત્તિ =સ્થિર આશયવાળી પ્રતિપત્તિ (યોગબીજ છે.) ==અને પરિશુદ્ધ: તરુપાદેયમાવ=પરિશુદ્ધ એવો તેનો ઉપાદેયભાવ= પરિશુદ્ધ એવો બીજશ્રુતિનો ઉપાદેયભાવ (યોગબીજ છે.) મોવવઃ=બીજશ્રુતિનો ઉપાદેયભાવ મહોદય છે. ।।૨૯।ા