________________
૧૩૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૭-૨૮ અહીં વિશેષ એ છે કે ભાવઅભિગ્રહનું પાલન એ વિરતિના પરિણામરૂપ છે, જે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનકમાં જ આવી શકે; તોપણ વિરતિના પરિણામનું કારણ બને તેવું દ્રવ્યઅભિગ્રહનું પાલન પહેલી દૃષ્ટિવાળાને પણ હોય છે, જે યોગબીજરૂપ છે.
આર્ષ સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ ક્રિયા અનુત્તમ કોટીનું યોગબીજ છે.
આશય એ છે કે પહેલી યોગદૃષ્ટિવાળા યોગી પણ વિવેકી હોય તો ન્યાયપૂર્વક ધન કમાય, અને તે ધનનો ભગવાનનાં આગમો લખાવવામાં સમ્યક પ્રકારે વિનિયોગ કરે, ત્યારે “ભગવાને બતાવેલાં તત્ત્વો ભાવિમાં યોગ્ય જીવોને પ્રાપ્ત થાય, અને તેઓની કલ્યાણની પરંપરામાં પોતાનો કરાયેલો ધનનો વ્યય કારણ બને,” તેવા શુભાશયથી તે યોગી આપ્તપુરુષોના સિદ્ધાંતોને લખાવતા હોય, તો તે લખાવવાની યિાકાળમાં વર્તતો તેમનો શુભ અધ્યવસાય યોગબીજ છે; ફક્ત તે લખાવતી વખતે યોગની દૃષ્ટિવાળા જીવોને પણ માનાદિ સંજ્ઞા વર્તતી હોય કે પરલોકના ફળની આશંસા વર્તતી હોય તો યોગબીજ બને નહિ.
શ્લોક-૨૩ના અંતમાં કહ્યું કે જિનકુશલચિત્તાદિ અનુત્તમ યોગબીજ છે; કેમ કે તેનો વિષય જિન છે; તેથી તે વિષયની પ્રધાનતાને કારણે તેમને અવલંબીને થયેલું યોગબીજ અન્ય યોગબીજ કરતાં અનુત્તમ છે= સર્વશ્રેષ્ઠ છે. ત્યારપછી આચાર્યાદિના વિષયમાં થયેલાં સંશુદ્ધ કુશલચિત્તાદિને યોગબીજ બતાવ્યાં, પરંતુ તે અનુત્તમ છે તેમ કહ્યું નહિ; અને સહજ ભવનો ઉદ્વેગ અને દ્રવ્યઅભિગ્રહનું પાલન પણ યોગબીજ બતાવ્યાં, પરંતુ તેને પણ અનુત્તમ કહ્યું નહિ; જ્યારે સિદ્ધાંતને આશ્રયીને લેખનાદિને અનુત્તમ યોગબીજ કહેલ છે, તેનું કારણ, જેમ જિન સર્વમાં પ્રધાન છે માટે તવિષયક યોગબીજ સર્વશ્રેષ્ઠ છે, તેમ ભગવાનના વચનરૂપ શ્રુત પણ સર્વોત્તમ છે માટે તેના વિષયમાં થયેલી લેખનાદિ પ્રવૃત્તિ અનુત્તમ યોગબીજ છે. ફક્ત આ લેખનાદિની પ્રવૃત્તિ ભગવાનના વચનના વિસ્તારરૂપ હોવી જરૂરી છે, પરંતુ કામાદિશાસ્ત્ર કે અર્યાદિશાસ્ત્રની કે તેવી કોઈ અસંબદ્ધ પદાર્થને બતાવનારા ગ્રંથની રચનાની લેખનાદિ ક્રિયા યોગબીજ બને નહિ. જેમ કૂટરૂપમાં અફૂટબુદ્ધિ અસુંદર છે, તેમ ભગવાનના વચનનિરપેક્ષ યથાતથા લખાણરૂપ ગ્રંથોમાં સુંદર બુદ્ધિ કરીને લેખનાદિ કરવામાં આવે, તો તે પણ યોગબીજ બને નહિ. ll૨૭ી અવતરણિકા -
आदिशब्दार्थमाह - અવતરણિયાર્થ:આગળના શ્લોકના અંતે કહ્યું કે લેખનાદિ યોગબીજ છે. તેથી લેખનાદિરૂપ આદિ શબ્દાર્થને કહે
છે –
પ્રસ્તુત શ્લોની સમાન શ્લોક બત્રીશી-૨૧, શ્લોક-૧૬ છે તેમાં ઉપાધ્યાયજી મહારાજે અવતરણિકા કરેલ છે કે લેખનાદિને જ કહે છે. તેથી તે પ્રમાણે વિચારીએ તો અહીં પણ લેખનાદિ શબ્દાર્થને કહે છે, તેવો અર્થ ઉચિત જણાય છે; અને લેખનાદિમાં કહેલ આદિ શબ્દાર્થને કહે છે, તેનો અર્થ કરીએ તો પ્રસ્તુત શ્લોકના પ્રારંભમાં લેખનાને બદલે રચના શબ્દ હોવો જોઈએ; કેમ કે ઉપદેશરહસ્યમાં યોગબીજને બતાવતાં આ શ્લોક જેવો જ શ્લોક છે, જેમાં લેખનાને સ્થાને રચના શબ્દનો પ્રયોગ કરીને ઉપાધ્યાયજી મહારાજે બતાવેલ છે.