________________
૧૨૫
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૬
અને આ વૈયાવચ્ચ, તથાધિકાલાદિ ભાવથી કરવાની છે, એ પ્રમાણે ઉક્તપ્રાય છે અર્થાત્ ઉપરના કથનથી તેનું કથન થઈ ચૂકેલું છે. ૨૬II
'બાપાધ્યાયતપસ્યાવિપુ' માં ‘રિ' પદથી શૈક્ષ, ગ્લાનાદિનું ગ્રહણ કરવું.
‘નાવાપાધ્યાયતપણ્વિ ' માં ‘પ' શબ્દથી એ કહેવું છે કે જિનમાં કુશલચિત્ત યોગબીજ છે, તેમ આચાર્યાદિમાં પણ કુશલચિત્ત યોગબીજ છે.
‘દ્રવ્યવાર્યારિ’ માં ‘રિ' પદથી નામાચાર્યનું ગ્રહણ કરવું.
31વૃદ્ધરપિ' માં ‘પ' શબ્દથી એ કહેવું છે કે કૂટરૂપવાળામાં આ કૂટ છે એ પ્રકારની બુદ્ધિ કરીને દ્વેષ થતો હોય તો તે બુદ્ધિ તો અસુંદર છે, પરંતુ કૂટરૂપમાં આ અફૂટ છે, એવી બુદ્ધિ પણ અસુંદર છે.
‘મહારવિ' માં ‘' પદથી વસ્ત્રપાત્રાદિની વૈયાવચ્ચ થાય અને વિશ્રામણાથી પણ વૈયાવચ્ચ થાય તેનું ગ્રહણ કરવાનું છે.
‘પુરુષ' માં ' પદથી પુરુષનો ઉપકાર, અપકાર તથા પોતાના આત્માના ઉપકાર, અપકારનું ગ્રહણ કરવું.
‘તથવિધાસ્નાદિ માં ‘વ’ પદથી કુશળતા અને તથાવિધ ઉપકારનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
જૈનશાસનને પામેલા મિત્રાદૃષ્ટિવાળા યોગી સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ યોગબીજને ગ્રહણ કરે છે, તે વાત શ્લોક-૨૩માં બતાવી. ત્યારપછી તે યોગબીજ ક્યારે=કયા કાળમાં થાય છે, તે શ્લોક-૨૪માં બતાવ્યું અને તે યોગબીજનું સ્વરૂપ કેવું હોય છે તે શ્લોક-૨પમાં બતાવ્યું. આ રીતે યોગબીજનું સ્વરૂપ બતાવ્યા પછી જૈનશાસનને પામેલ મિત્રાદૃષ્ટિવાળા યોગી અન્ય પણ યોગબીજો ગ્રહણ કરે છે, તેમ શ્લોક-૨૬માં કહ્યું. તેથી એ પ્રાપ્ત થયું કે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સંયમી આદિમાં આલોકની કે પરલોકની આશંસા વગરનું થયેલું કુશલચિત્ત યોગબીજ છે.
તેથી એ ફલિત થાય કે પહેલી દૃષ્ટિવાળા પણ યોગી પોતાના બોધ પ્રમાણે ભાવાચાર્યાદિના સ્વરૂપને જાણીને, તે ભાવાચાર્યમાં આલોક કે પરલોકની આશંસા વગર કુશલચિત્તાદિ કરે, ત્યારે તેનું ચિત્ત અસંગપ્રતિપત્તિવાળું છે અને તે યોગબીજ છે; પરંતુ તે જીવ ભાવાચાર્યમાં સંજ્ઞાથી કે ફલઅભિસંધિથી કુશલચિત્ત કરે છે, ત્યારે તેનું કુશલચિત્ત યોગબીજ બનતું નથી; તેમ અધર્મથી થયેલા દ્રવ્યાચાર્યાદિમાં વિચાર્યા વગર કુશલચિત્ત કરે તો પણ તે યોગબીજ બનતું નથી; કેમ કે કૂટરૂપ એવા તે દ્રવ્યાચાર્યમાં અફૂટબુદ્ધિનું ગ્રહણ પણ અસુંદર છે.
આશય એ છે કે પહેલી દૃષ્ટિવાળો જીવ પણ પોતાના બોધને અનુરૂપ બાહ્ય લિંગો દ્વારા આચાર્યાદિના લક્ષણોને જાણીને તેવા લક્ષણવાળા ભાવયોગીમાં કુશલચિત્તાદિ કરે, તો તે યોગબીજ બની શકે; પરંતુ વિચાર્યા વગર માત્ર વેશધારી એવા દ્રવ્યાચાર્યમાં કુશલચિત્તાદિ કરે, તો તે કુશલચિત્તાદિની બુદ્ધિ પણ સુંદર નથી; કેમ કે ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરનારા તેવા દ્રવ્યાચાર્યોમાં, આ આચાર્ય છે તેવી બુદ્ધિ, મિથ્થાબુદ્ધિ હોવાને કારણે કર્મબંધનું કારણ છે.