________________
૧૨૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૬ कूटरूपे खल्वकूटबुद्धेरप्यसुन्दरत्वात् । नैतदेव केवलं योगबीजम्, किं तर्हि ? 'वैयावृत्त्यं च' - व्यावृत्तभावलक्षणमाहारादिना, 'विधिवत्' - सूत्रोक्तविधियुक्तं पुरुषाद्यपेक्षयेत्यर्थः, यदाह - ‘पुरिसंतस्सुवयारं, अवयारं चप्पणो य णाऊणं । कुज्जा वेयावडियं, आणं काऊं निरासंसो ।। उ.प. २३७।।' इत्यादि । अत एवाह - 'शुद्धाशयविशेषत:' शुद्धचित्तप्रबन्ध-विशेषेण, अयं च तथाविधकालादिभावेनेत्युक्तप्रायम् ।।२६।। ટીકાર્ય :
ગાયાવિદ્યપ .. તથાવિઘાનાદિમાવેનેત્યુત્તપ્રાયમ્ II આચાર્યાદિમાં પણ આચાર્ય-ઉપાધ્યાયતપસ્વી આદિમાં પણ, આ જ કુશલચિત્તાદિ, વિશુદ્ધ-સંશુદ્ધ જ, યોગબીજ છે એ અધ્યાહાર છે. કેવા વિશિષ્ટ એવા આચાર્યાદિ ? એથી કહે છે –
ભાવયોગી એવા આચાર્યાદિમાં સંશુદ્ધ કુશલચિતાદિ યોગબીજ છે, એમ અવય છે; પરંતુ અધર્મથી થયેલા સ્વરૂપવાળા દ્રવ્યઆચાર્યાદિમાં નહિ; કેમ કે કૂટરૂપમાં અફૂટબુદ્ધિનું પણ અસુંદરપણું છે.
આ જ=ભાવાચાર્યાદિમાં સંશુદ્ધ કુશલચિત્તાદિ જ, કેવલ યોગબીજ નથી. તો શું છે ? અર્થાત્ બીજા કયા યોગબીજ છે ?
એથી કહે છે – અને વૈયાવચ્ચ=આચાર્યાદિમાં વૈયાવચ્ચ, યોગબીજ છે. વૈયાવચ્ચનો અર્થ કરે છે :
આહારદિ દ્વારા વ્યાવૃત્તભાવલક્ષણ વૈયાવચ્ચ છે – અર્થાત્ આહારાદિ લાવીને તેમની ભક્તિમાં વ્યાવૃત થવા સ્વરૂપ વૈયાવચ્ચ છે.
અને તે વૈયાવચ્ચ માત્ર યોગબીજ નથી, પરંતુ કેવું વૈયાવચ્ચ યોગબીજ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે - વિધિવાળું સૂત્રોક્ત વિધિથી યુક્ત અર્થાત્ પુરુષાદિની અપેક્ષાએ સૂત્રોક્ત વિધિથી યુક્ત વૈયાવચ્ચ યોગબીજ છે, એમ અવય છે.
પૂર્વમાં કહ્યું કે પુરુષાદિ અપેક્ષાએ સૂત્રોક્ત વિધિથી યુક્ત એવું વૈયાવચ્ચ યોગબીજ છે. તેમાં સાક્ષી આપતાં કહે છે :
જે કારણથી કહે છે : પુરુષને, તેના ઉપકારને, અપકારને, અને આત્માના ઉપકારને, અપકારને જાણીને, આજ્ઞાને મનમાં કરીને=“સર્વજ્ઞનો ઉપદેશ આ છે" એ પ્રમાણે આજ્ઞાને મનમાં વ્યવસ્થાપન કરીને, નિરાશસ એવો વૈયાવચ્ચ કરે. ઈત્યાદિ આવા પ્રકારના અન્ય સાક્ષીપાઠ ઇત્યાદિથી ગ્રહણ કરવા.
આથી કહે છેપૂર્વમાં કહ્યું કે પુરુષાદિની અપેક્ષા રાખીને વિધિવત્ વૈયાવચ્ચ યોગબીજ છે આથી કહે છે : શુદ્ધઆશયવિશેષથી શુદ્ધચિત્તના પ્રબંધવિશેષથી અર્થાત્ પુરુષાદિની અપેક્ષાએ વૈયાવચ્ચ કરવામાં આવે તો શુદ્ધ ચિત્તનો પ્રબંધવિશેષ થાય, તે રીતે કરાયેલું વૈયાવચ્ચ યોગબીજ છે, એમ સંબંધ છે.