________________
૧૨૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૬ અહીં વિશેષ એ છે કે પોતાના બોધને અનુરૂપ બાહ્ય લિંગો દ્વારા આ ભાવાચાર્ય છે, તેવી પ્રામાણિક બુદ્ધિ હોય; આમ છતાં અંગારમદક જેવા કોઈક કુગુરુમાં કુગુરુનો બોધ કરાવે તેવાં બાહ્ય લિંગોના અભાવને કારણે કુગુરુનો બોધ ન થયો હોય, અને સુગુરુનો ભ્રમ થયો હોય, તોપણ પ્રામાણિક પરીક્ષક એવા મિત્રાદૃષ્ટિવાળા યોગીનું તે કુશલચિત્ત યોગબીજ બની શકે; પરંતુ પરીક્ષા પ્રત્યે ઉપેક્ષા હોય અથવા તો સ્પષ્ટ વિપરીત લિંગો દેખાતાં હોય છતાં આ ભાવાચાર્ય છે, તેવી બુદ્ધિ કરવામાં આવે, તો તે બુદ્ધિ મિથ્થાબુદ્ધિ હોવાને કારણે કર્મબંધનું કારણ છે.
જેમ આચાર્યાદિમાં કુશલચિત્ત, તનમસ્કાર અને પ્રણામાદિ યોગબીજ છે, તેમ આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી તે પણ યોગબીજ છે; અને તે વૈયાવચ્ચ પુરુષાદિની અપેક્ષા રાખીને સૂત્રોક્ત વિધિપૂર્વક કરવામાં આવે તો યોગબીજ બને.
આશય એ છે કે જેની વૈયાવચ્ચ કરવાની છે તે પુરુષ કોણ છે ? અર્થાત્ આચાર્ય છે ? ઉપાધ્યાય છે ? વળી તે આચાર્ય કે ઉપાધ્યાય કેવા ગુણવાળા છે ? વૈયાવચ્ચથી તેમને અને પોતાને શું ઉપકાર થાય છે ? તે સર્વનો વિચાર કરીને સૂત્રોક્ત વિધિપૂર્વક તે આચાર્યાદિની વૈયાવચ્ચ કરવામાં આવે, અને તે વૈયાવચ્ચે પણ આલોક અને પરલોકની આશંસા વગરની હોય તો યોગબીજ બને.
પુરુષાદિની અપેક્ષા રાખીને વૈયાવચ્ચનું કથન છે, તેમાં ઉપદેશપદની સાક્ષી આપે છે, તેનો ભાવ આ પ્રમાણે છે : વૈયાવચ્ચ કરનારે જેની વૈયાવચ્ચ કરવાની છે તે પુરુષ કોણ છે ? આચાર્ય છે ? ઉપાધ્યાય છે ? તે જાણીને, અને પોતાની વૈયાવચ્ચથી તેમને શું ઉપકાર થશે અર્થાત્ તેઓ શરીરથી સ્વસ્થ હશે તો ઘણા જીવોને ઉપકાર થશે ઇત્યાદિરૂપ તેમના ઉપકારને જાણીને, અને કેવા આહારાદિથી તેમને રોગાદિનો ઉપદ્રવ થાય તેવા અપકારને જાણીને; અને તે રીતે આ વૈયાવચ્ચથી પોતાનો શો ઉપકાર થશે, તેનો નિર્ણય કરીને, અને આ વૈયાવચ્ચ કરવાથી મારા કયા બલવાન યોગો સિદાશે, તે રૂ૫ અપકારને જાણીને વૈયાવચ્ચ કરવી જોઈએ. તે વૈયાવચ્ચ પણ “આ ભગવાનની આજ્ઞા છે' એ પ્રમાણે મનમાં સ્થાપન કરીને નિરાશંસ ભાવથી કરવી જોઈએ. આ પ્રમાણે ઉપદેશપદની ગાથાનો ભાવ છે.
મૂળ ગાથામાં વિધિપૂર્વક વૈયાવચ્ચ કરવાનું કથન છે, અને તે વિધિપૂર્વકનો અર્થ કરતાં ટીકામાં કહ્યું કે પુરુષાદિ અપેક્ષાએ તે વૈયાવચ્ચ વિધિપૂર્વક કરવી જોઈએ. એ અર્થને બતાવવા માટે શ્લોકના અંતિમ ભાગ સાથે તેનો સંબંધ બતાવતાં ટીકામાં કહે છે :
મત પ્રવાદ - આથી જ કહે છે–પૂર્વમાં કહ્યું કે પુરુષાદિની અપેક્ષાએ વિધિપૂર્વક વૈયાવચ્ચ કરવી જોઈએ, આથી જ કહે છે : શુદ્ધઆશયવિશેષથી વિધિપૂર્વક વૈયાવચ્ચ કરવી જોઈએ અર્થાત્ શુદ્ધ ચિત્તનો પ્રવાહ ચાલે તે રીતે વિધિપૂર્વક વૈયાવચ્ચ કરવી જોઈએ, અને શુદ્ધ ચિત્તનો પ્રવાહ ત્યારે વાલે કે ઉપદેશપદની ગાથામાં જે રીતે પુરુષાદિની અપેક્ષા રાખીને વૈયાવચ્ચ કરવાનું કહ્યું છે, તે રીતે વૈયાવચ્ચ કરવામાં આવે.
આનાથી એ ફલિત થયું કે ભાવાચાર્યાદિ એવા યોગીઓની ભક્તિનો આશય જેમ ઉત્તમ છે, તેમ ઉપદેશપદની ગાથામાં બતાવ્યું તે રીતે પુરુષાદિની અપેક્ષા રાખીને વૈયાવચ્ચ કરવામાં આવે તો શુદ્ધ ચિત્તનો પ્રવાહ વિશેષ થાય, અને તે રીતે કરેલી વૈયાવચ્ચ યોગબીજ બને.