________________
૧૨૨
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૨૫ જીવો હોય છે, પરંતુ તેમનું જિનકુશલચિત્ત ગ્રંથિભેદનું કારણ નથી, જ્યારે સંશુદ્ધ એવું જિનકુશલચિત્તાદિ નિયમથી ગ્રંથિભેદનું કારણ છે.
૯. ભવચારક-પલાયન-કાલઘંટા - ભવરૂપી કેદખાનામાંથી પલાયન થવા માટેની કાલઘંટા=પલાયન થવાનો કાળ પાક્યો છે તેને જણાવનાર ઘંટાનાદ, જેવું યોગબીજચિત્ત છે. ૧૦. ત અપસારકારિણી - વળી આ કાલઘંટા ભવને અપસાર કરનાર છે.
આશય એ છે કે યોગબીજચિત્ત ભવરૂપી કેદખાનામાંથી પલાયન થવાનો કાળ પાક્યો છે એમ જણાવનાર છે, એટલું જ નહિ પણ તે ભવને દૂર પણ કરે તેવી આ કાલઘંટા છે અર્થાત્ ભવના વિનાશને કરનાર એવો આ મૃત્યુઘંટ છે. સંક્ષેપથી પૂર્વમાં વર્ણન કર્યું એ વગેરે રૂપ યોગબીજચિત્તનું સ્વરૂપ છે. શ્લોકના ૩ પાદનો અર્થ અહીં પૂરો થયો. હવે તેની સાથે ચોથા પાદનો સંબંધ બતાવીને અર્થ કરે છે :
અત:=પૂર્વમાં બતાવ્યું એ રીતે અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ સંજ્ઞાવિખંભણઅન્વિત અને અભિસંધિરહિત છે આથી, સંશુદ્ધ એવું આકજિનકુશલચિત્તાદિ, આવું છે. “આવું છે' નું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – આ જિનકુશલચિત્તાદિ તેવા પ્રકારના કાલાદિ ભાવ વડે કરીને તત્ તત્ સ્વભાવપણાથી ફલપાકઆરંભસંદેશ છે.
આશય એ છે કે પહેલી દૃષ્ટિવાળા યોગીને સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ થાય છે, તે વીતરાગભાવરૂપ ફલપાકના આરંભ સદેશ છે. જેમ ઘટને યોગ્ય માટી કુંભારના પ્રયત્નથી ઘટરૂપે થવા માંડે છે ત્યારે, બેટ થતાં પહેલાં સ્થાસ, કોસ, કુશલાદિરૂપ પરિણમન પામે છે; ત્યારે એમ કહેવાય છે કે ઘટરૂપ ફલપાક થવાનો પ્રારંભ થયો છે. તેમ જીવમાં રહેલું વીતરાગ થવાની યોગ્યતારૂપ ભવ્યત્વ જીવના પ્રયત્નથી પ્રથમ યોગબીજચિત્તરૂપે પરિણમન પામે છે, પછી તેવા પ્રકારની કાલાદિ સામગ્રી પ્રાપ્ત કરીને તે તે સ્વભાવરૂપ પરિણમન પામીને અંતે વીતરાગભાવરૂપ ફલરૂપે પરિણમન પામે છે. તેથી પહેલી દૃષ્ટિવાળા યોગી, સંજ્ઞા વગેરેથી રહિત પોતાના બોધને અનુરૂપ વીતરાગના ગુણોમાં ભક્તિથી ઉપયુક્ત છે ત્યારે, તેનું યોગબીજચિત્ત વીતરાગભાવરૂપ ફલને પકવવાના આરંભ સદશ છે. તે આ રીતે – આ યોગબીજચિત્ત આત્મા ઉપર વીતરાગભાવને અનુરૂપ એવા કોઈક સંસ્કારો આધાન કરે છે, અને તેવા પ્રકારના કાળ આદિ સામગ્રીને પામીને તે સંસ્કારો ઊઠે છે ત્યારે, ફરી તે સંસ્કારો વીતરાગભાવને અભિમુખ જવા માટે યત્ન કરે છે, અને વીતરાગભાવને અનુરૂપ તે તે સ્વભાવરૂપે પરિણમન પામવા માંડે છે, જે પરિણમન અંતે સંપૂર્ણ વીતરાગભાવરૂપે પરિણમન પામે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પહેલી યોગદૃષ્ટિવાળો જીવ જે સંશુદ્ધ જિનકુશલચિત્ત કરે છે, તે સંશુદ્ધ જિનકુશલચિત્ત વીતરાગભાવરૂપ ફલને પકવવાના પ્રારંભ તુલ્ય છે. આમ છતાં તે વીતરાગભાવને અનુરૂપ તે ઉપયોગ યત્કિંચિત્ કાળ સુધી રહ્યો હોય, નિષ્ઠા સુધી પહોંચ્યો ન હોય, તોપણ તે ઉપયોગથી થયેલા સંસ્કારો આત્મા ઉપર રહે છે; અને જ્યારે તેને અનુકૂળ કાળ પ્રાપ્ત થાય અને ઉપદેશાદિની સામગ્રી મળે ત્યારે તે ઉપદેશ સાંભળીને તે સંસ્કારો જાગ્રત થાય છે અને જીવ આગળની પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે. જેમ